Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ટાર બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ સુપ્રિમ કોર્ટમાં પોતાને કેમ 'શરીયત...

    સ્ટાર બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ સુપ્રિમ કોર્ટમાં પોતાને કેમ ‘શરીયત પીડિતા’ કહી?: તલાક દરમ્યાન પુરુષોની માનસિક સ્થિતિ વિષે પણ જણાવ્યું

    હસીન જહાંએ જણાવ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શરીયત એક્ટ- 1937ની ધારા 2 ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14,15, 21 અને 25 અંતર્ગત મળેલા મૌલિક અધિકારોનું ઉલંઘન કરે છે.

    - Advertisement -

    ક્રિકેટ ટીમ ઈન્ડીયાના ખેલાડી મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં પોતાને શરીયત પીડિત ગણાવીને એક સમાન તલાક કાયદાની માંગ કરી છે. તેણે જણાવ્યું છે કે ઈસ્લામી કાયદાઓના કારણે મુસ્લિમ પુરુષો સનકમાં અને મનફાવે તેમ પત્નીઓને ત્યજી દે છે. એટલે તલાક-ઉલ-હસન અને ન્યાયિક દાયરાની બહાર તલાક આપવાની મુસ્લિમોના રીતરિવાજને ખતમ કરવાની આપીલ કરી છે.

    મીડિયા રિપોર્ટો અનુસાર મોહમ્મદ શમીની પત્ની શરીયત પીડિત હોવાના દાવા સાથે તેમના વકીલ દીપક પ્રકાશે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરાવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે હસીન જહાં શરીયત કાનુન અંતર્ગત આપવામાં આવતા એક તરફી તલાક પ્રક્રિયા તલાક-ઉલ-હસનથી પીડિત છે. શમીએ તેમણે 23 જુલાઈ 2022ના રોજ પ્રથમ વાર તલાકની નોટીસ મોકલી હતી. આ નોટીસ તલાક-ઉલ-હસન અંતર્ગત મોકલવામાં આવી હતી.

    આ યાચિકામાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે શરિયત કાનુનમાં તલાક-ઉલ-હસન અને તલાક-એ-બીદ્દત ઉપરાંત તલાક આપવાની અનેક પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓ મુજબ મુસ્લિમ પુરુષો પોતાની મનમરજી કે આક્રોશના કારણે પત્નીઓને ત્યજી દે છે. શરીયતના આ નિયમોના કારણે મુસ્લિમ પુરુષો મહિલાઓને સમાધાન કરવાનો મોકો નથી આપતા, કોઈ પણ પ્રકારની વાતચીત વગર તેમના ઉપર નિર્ણય લાદી દેવામાં આવે છે.

    - Advertisement -

    હસીન જહાંએ જણાવ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શરીયત એક્ટ- 1937ની ધારા 2 ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14,15, 21 અને 25 અંતર્ગત મળેલા મૌલિક અધિકારોનું ઉલંઘન કરે છે. જેના કારણે આ ધરાને અસંવિધાનિક ઘોષિત કરવામાં આવે, સાથે જ તલાકને લઈને પણ ધર્મ કે પછી લિંગના ભેદભાવ વગર દેશના તમામ નાગરિકો માતે સમાન કાયદો હોવો જોઈએ.

    મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજી સ્વીકારી હતી, અને આ મામલે કેન્દ્રને નોટિસ મોકલી હતી. સાથે એમ પણ કહ્યું છે કે તે ‘તલાક-એ-હસન’ ને પડકારતી પહેલેથી જ પેન્ડિંગ અરજીઓની સુનાવણી સાથે આ અરજીની સુનાવણી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના છૂટાછેડા થયા નથી. પરંતુ બંને 4 વર્ષથી વધુ સમયથી અલગ રહે છે. કોર્ટના આદેશ અનુસાર શમી હસીન જહાંને દર મહિને 1 લાખ 30 હજાર રૂપિયાની ભરણ-પોષણ પેટે આપે છે. તેમાંથી 80 હજાર રૂપિયા દીકરીના ભણતર અને અન્ય ખર્ચ માટે આપવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં