Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોલકાતા: કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને દર...

    કોલકાતા: કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાંને દર મહીને મોટી રકમ ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો

    2018 માં, હસીન જહાંએ કોર્ટમાં 10 લાખ રૂપિયાની માસિક ભરણપોષણની માંગણી કરતો દાવો દાખલ કર્યો હતો, જેમાંથી 7,00,000 રૂપિયા તેણીનું અંગત ભરણપોષણ અને બાકીના 3,00,000 રૂપિયા તેની પુત્રીના ભરણપોષણ માટે માંગ્યું હતું.

    - Advertisement -

    ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેના વિવાદ વિશે આખી દુનિયા જાણે છે. હસીને શમી પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ બંને વચ્ચે તલાક તો નથી થયા, પરંતુ તેઓ વર્ષોથી એકબીજા સાથે રહેતા નથી. હવે આ બંનેના સંબંધોને લઈને કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના આદેશ બાદ મોહમ્મદ શમી તેની પત્ની હસીન જહાંને દર મહીને 1,30,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવશે.

    અહેવાલો અનુસાર કોલકાતાની એક કોર્ટે સોમવારે આદેશ આપ્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી તેની અલગ રહેતી પત્ની હસીન જહાંને માસિક 1,30,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. 1,30,000 રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ હશે અને બાકીના 80,000 રૂપિયા તેની સાથે રહેતી તેની પુત્રીના ભરણપોષણ માટે હશે. 2018 માં, હસીન જહાંએ કોર્ટમાં 10 લાખ રૂપિયાની માસિક ભરણપોષણની માંગણી કરતો દાવો દાખલ કર્યો હતો, જેમાંથી 7,00,000 રૂપિયા તેણીનું અંગત ભરણપોષણ અને બાકીના 3,00,000 રૂપિયા તેની પુત્રીના ભરણપોષણ માટે માંગ્યું હતું. પરંતુ કોર્ટે તે માંગ રદ્દ કરીને મોહમ્મદ શમી તેની પત્ની હસીન જહાંને 1,30,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવશે તેવો આદેશ જાહેર કર્યો હતો.

    આ બાબતે હસીન જહાંના વકીલ મૃગંકા મિસ્ત્રીએ કોર્ટને માહિતી આપી હતી કે પ્રખ્યાત ભારતીય ફાસ્ટ બોલરના નાણાકીય વર્ષ 2020-21ના આવકવેરા રિટર્ન મુજબ, તે નાણાકીય વર્ષ માટે તેમની વાર્ષિક આવક રૂ. 7 કરોડથી વધુ હતી અને તેના આધારે માસિક આવકની માંગ કરી હતી. અને તે કારણોસર જ 10 લાખનું ભથ્થું ગેરવાજબી નહોતું.

    - Advertisement -

    શમીના વકીલે આપી હતી દલીલો

    જો કે, શમીના વકીલ સેલીમ રહેમાને દાવો કર્યો હતો કે હસીન જહાં પોતે પ્રોફેશનલ ફેશન મોડલ તરીકે કામ કરીને સતત આવકનો સ્ત્રોત કમાઈ રહી છે, તેથી તે ઉચ્ચ ભરણપોષણની માંગ વાજબી નથી. છેવટે, બંને પક્ષોને સાંભળ્યા પછી, નીચલી અદાલતે સોમવારે માસિક 1.30 લાખની રકમ નક્કી કરી. કોર્ટના નિર્દેશ માટે આભાર વ્યક્ત કરતી વખતે હસીન જહાંએ દાવો કર્યો હતો કે જો માસિક ભરણપોષણની રકમ વધુ હોત તો તેને રાહત મળી હોત. રિપોર્ટ ફાઈલ કરવામાં આવે ત્યાં સુધી આ ગણતરી પર ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ શમી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં