Sunday, April 20, 2025
More
    હોમપેજદેશVHP કાર્યક્રમમાં કરેલા સંબોધન પર અડગ જસ્ટિસ શેખર યાદવ, CJને મોકલેલા જવાબમાં...

    VHP કાર્યક્રમમાં કરેલા સંબોધન પર અડગ જસ્ટિસ શેખર યાદવ, CJને મોકલેલા જવાબમાં કહ્યું- ટિપ્પણીઓ અભિવ્યક્તિ માત્ર હતી, કોઈ રીતે નિયમોનું ઉલ્લંઘન નથી 

    સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠક બાદ CJIએ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીને પત્ર લખીને એક રિપોર્ટ માંગ્યો હતો. જેની ઉપર પછીથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ન્યાયાધીશ શેખર યાદવ પાસે જવાબ માંગ્યો હતો. 

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર યાદવે (Shekhar Yadav) કરેલી ટિપ્પણીઓને લઈને પછીથી એક ઇકોસિસ્ટમે હોબાળો મચાવ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સુધી પણ પહોંચ્યો હતો. હવે આ મામલે જસ્ટિસ યાદવે હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સમક્ષ જવાબ રજૂ કર્યો છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે તેમણે કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું અને પોતાના સ્ટેન્ડ ઉપર અડગ છે. 

    આ પહેલાં 17 ડિસેમ્બરના રોજ જસ્ટિસ શેખર યાદવ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જેની અધ્યક્ષતા CJI સંજીવ ખન્ના કરે છે. આ બેઠક બાદ CJIએ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીને પત્ર લખીને એક રિપોર્ટ માંગ્યો હતો. જેની ઉપર પછીથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ન્યાયાધીશ શેખર યાદવ પાસે જવાબ માંગ્યો હતો. 

    અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જસ્ટિસ યાદવના આ જવાબ વિશે જાણકારી આપી છે. જે અનુસાર, તેમણે જવાબમાં કહ્યું છે કે, અમુક નિહિત સ્વાર્થ ધરાવતા લોકોએ તેમના સંબોધનનું અર્થઘટન અલગ કરીને તેને અવળી તરીકે રજૂ કર્યું હતું. સાથે કહ્યું કે, ન્યાયતંત્રના સભ્યો, જેઓ જાહેરમાં પોતાનો બચાવ કરવા બહુ સક્ષમ નથી તેમને સિનિયરોનું રક્ષણ મળે એ જરૂરી છે. 

    - Advertisement -

    ‘ટિપ્પણીઓ કોઈ રીતે કોઈ સમુદાય વિરુદ્ધ ન હતી’

    જસ્ટિસ શેખર યાદવે પોતાની ટિપ્પણીઓ માટે માફી માંગી નથી અને સ્પષ્ટ કર્યું છે કે તેમની ટિપ્પણીઓ ન તો કાયદાનું ઉલ્લંઘન કરનારી હતી કે ન કોઈ સમુદાય વિરુદ્ધ હતી. પોતાની વાત માત્ર બંધારણનાં નિહિત મૂલ્યો અનુરૂપ સામાજિક મુદ્દાઓ ઉપર વિચારોની અભિવ્યક્તિ માત્ર હતી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 8 ડિસેમ્બરના રોજ વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે જસ્ટિસ યાદવે યુનિફોર્મ સિવિલ કોડથી માંડીને પર્સનલ લૉ વગેરે વિષયો ઉપર ટિપ્પણીઓ કરી હતી. જેમાં તેમણે ‘કઠમુલ્લા’ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. આ શબ્દને પકડીને એક ઇકોસિસ્ટમ હોબાળો મચાવી રહી છે અને આરોપ મૂકી રહી છે કે ન્યાયાધીશે એક સમુદાયને ટાર્ગેટ કર્યો હતો. 

    આ મામલે પછીથી સુપ્રીમ કોર્ટે પણ તેમને તેડું મોકલ્યું હતું, જેની સમક્ષ તેઓ હાજર પણ રહ્યા હતા. બીજી તરફ, સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે વિપક્ષી સાંસદોએ તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં