Monday, March 24, 2025
More
    હોમપેજદેશઅલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર યાદવને સુપ્રીમ કોર્ટનું તેડું, કોલેજિયમ સમક્ષ થઈ શકે...

    અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર યાદવને સુપ્રીમ કોર્ટનું તેડું, કોલેજિયમ સમક્ષ થઈ શકે હાજર: VHPના કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતા સહિતના વિષયો પર કરી હતી વાત

    અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે ગત 10 ડિસેમ્બરના રોજ તેમના વક્તવ્યને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરી હતી અને હાઈકોર્ટ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખર યાદવ (Shekhar Yadav) ચર્ચામાં છે. ચર્ચા પાછળ કારણ છે કે તેમણે એક કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતા સહિતના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમની વાતો સાંભળીને વિપક્ષ તો ભડકે બળ્યો જ અને તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા કાર્યવાહી કરી, પરંતુ VHPના કાર્યક્રમમાં હાજરી આપનાર અલ્હાબાદ હાઈકોર્ટના જજને હવે સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે.

    અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે ગત 10 ડિસેમ્બરના રોજ તેમના વક્તવ્યનું સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી હતી અને હાઈકોર્ટ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. અહીં નોંધવું જોઈએ કે જયારે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ વિવાદાસ્પદ મુદ્દે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા સંબંધિત ન્યાયાલય પાસે રિપોર્ટ માંગવામાં આવે, ત્યારે તે જજને CJIની અધ્યક્ષતાવાળી કોલેજિયમ સામે હાજર થઈને પોતાનો પક્ષ રાખવાનો હોય છે.

    શું હતું જસ્ટિસ યાદવનું નિવેદન જેને લઈને થયો હોબાળો

    પ્રપ્ત માહિતી અનુસાર, ગત 8 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જસ્ટિસ શેખર કુમાર યાદવ ઉપસ્થિત હતા. દરમિયાન તેમણે ‘સમાન નાગરિક સંહિતા એક સંવિધાનિક અનિવાર્યતા’ વિષય પર પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત દેશ એક છે, સંવિધાન એક છે તો પછી કાયદો એક કેમ ન હોઈ શકે.”

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, “વિશ્વમાં એવા અઢળક દેશ છે જ્યાં બહુસંખ્યકોની લાગણીઓને માન આપવામાં આવે છે, તો પછી ભારતમાં શા માટે તેમ ન થઈ શકે? સમાન નાગરિક સંહિતાનો ઉદ્દેશ્ય સામાજિક સદભાવ, લૈંગિક સમાનતા અને ધર્મનિરપેક્ષતાને અગ્રેસર કરવાનો છે. આ હિંદુસ્તાન છે અને આ દેશ બહુસંખ્યકોની ઈચ્છા અનુસાર કામ કરશે. ‘કઠમુલ્લા’ શબ્દ ખોટો છે, પરંતુ કહેવામાં કોઈ ગુનો નથી કારણ કે તે દેશ માટે ઘાતક છે. તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે.”

    જોકે તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) રાજ્યસભામાં 55થી વધારે સાંસદોએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા સદનના મહાસચિવને લેખિત આવેદન આપ્યું. વિપક્ષ અને તેમના સમર્થકોએ જસ્ટિસ શેખરના નિવેદનને ‘ભડકાઉ’ ગણાવીને તેમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં