Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝાકિરે રોશન બનીને હિંદુ યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા:...

    ઝાકિરે રોશન બનીને હિંદુ યુવતીને ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા: પોલ ખુલી જતાં ભાગી છૂટ્યો

    રોન્ગ નંબર પરથી ફોન આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી, આરોપીએ પોતાની ઓળખ રોશન તરીકે આપી હતી.

    - Advertisement -

    વધુ એક હિંદુ યુવતી લવ જેહાદનો શિકાર બની છે. મામલો બિહારનો છે. અહીં એક હિંદુ યુવતીએ એક મુસ્લિમ યુવક સામે ઓળખ અને મજહબ છુપાવીને લગ્ન કરવાનો અને પોલ ખુલી ગયા બાદ ફરાર થઇ જવાનો આરોપ લગાવ્યો છે. તે પોલીસ મથકે પણ પહોંચી હતી અને ન્યાયની માંગ કરી હતી. 

    યુવતી ઝારખંડની રહેવાસી છે જ્યારે આરોપી યુવક ઝાકિર મિયાં બિહારનો હોવાનું કહેવાય છે. જોકે, અહેવાલોમાં તે અમદાવાદનો રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. પીડિતાએ આરોપ લગાવતાં કહ્યું કે, ઝાકિરે પોતાનું નામ રોશન જણાવીને તેની સાથે લગ્ન કર્યાં હતાં અને પોલ ખુલી ગયા બાદ તેને છોડીને ફરાર થઇ ગયો હતો. તેણે યૌન શોષણ થયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે થોડા સમય પહેલાં તેના મોબાઈલ ઉપર એક રોન્ગ નંબર પરથી બે-ત્રણ કૉલ આવ્યા હતા. રાત્રે તેણે સામેથી ફોન કર્યો તો અમદાવાદના એક યુવક સાથે વાતચીત શરૂ થઇ. ત્યારે તેણે પોતાનું નામ રોશન જણાવ્યું હતું. વાતચીતના થોડા સમય પછી સબંધ પ્રેમસંબંધમાં ફેરવાઈ ગયો. 

    - Advertisement -

    યુવતીએ જણાવ્યું કે, ગત 3 જાન્યુઆરીના દિવસે યુવકે આત્મહત્યા કરી લેવાની ધમકી આપીને તેને દિલ્હી બોલાવી હતી, પરંતુ ત્યાં તે મળ્યો ન હતો. પછી તેને અમદાવાદ બોલાવી. અહીં બંને એક હોટેલમાં રોકાયા હતા અને આરોપીએ લગ્ન કરવાની વાત કરીને શારીરિક સબંધ પણ બાંધ્યા હતા અને લગ્ન બાદ બિહાર સ્થિત પોતાના વતન લઈ જવાની વાત કહી હતી. 

    ફરિયાદ અનુસાર, બીજા દિવસે બંનેએ લગ્ન કરી લીધાં હતાં. ત્યારપછી બંને અમદાવાદથી ટ્રેનમાં વાલ્મિકીનગર (બિહાર) આવવા નીકળ્યાં હતાં. દરમિયાન, રસ્તામાં યુવકે પીડિતાના ફોનમાંથી લગ્નનાં તમામ ફોટા-વિડીયો ડિલીટ કરી દીધાં હતાં અને યુવતીનો આરોપ છે કે તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. ત્યારબાદ લખનૌ-ગોરખપુર વચ્ચે ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઇ ગયો હતો. 

    પીડિતાએ કહ્યું કે, તે ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરવા જઈ રહી હતી પરંતુ સ્ટેશન પર લોકોએ તેને બચાવી લીધી હતી. ત્યારબાદ તે આરોપીને શોધતી તેના મામાના ઘરે પહોંચી હતી. તેનું કહેવું છે કે તે યુવક સાથે રહેવા માંગે છે પરંતુ તેણે તેને દગો આપ્યો છે. 

    બીજી તરફ, લવ જેહાદનો મામલો સામે આવ્યા બાદ વાલ્મિકીનગર પોલીસનું કહેવું છે કે હજુ સુધી મામલો સંજ્ઞાનમાં આવ્યો નથી અને હિંદુ યુવતી કે તેના પરિજનો તરફથી ફરિયાદ મળવા પર આગળની તપાસ કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં