Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશ'શું છે આ Yeah, Yeah, Yeah..': સુનાવણી દરમિયાન વકીલ પર ઉકળી ઉઠ્યા...

    ‘શું છે આ Yeah, Yeah, Yeah..’: સુનાવણી દરમિયાન વકીલ પર ઉકળી ઉઠ્યા CJI ચંદ્રચૂડ, કહ્યું- આ કોર્ટ છે… કોફી શોપ નથી, Yes બોલો

    આખરે ચીફ જસ્ટિસ ઉકળી ઉઠ્યા હતા અને વકીલને ફટકાર લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, "શું છે આ 'Yeah, Yeah, Yeah...' આ કોફી શોપ નથી. મને આ શબ્દોથી ખૂબ એલર્જી છે. કોર્ટમાં આવા વ્યવહારની પરવાનગી ક્યારેય ના આપી શકાય."

    - Advertisement -

    ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન એક વકીલને શિષ્ઠચારનો પાઠ ભણાવ્યો હોવાનું સામે આવ્યું છે. વકીલ સુનાવણી દરમિયાન કોર્ટના તમામ પ્રશ્નોના જવાબમાં ‘Yeah, Yeah’ કહી રહ્યા હતા. જેના કારણે CJIએ વારંવાર તેમને ટકોર પણ કરી હતી. તેમ છતાં તેમણે આ વ્યવહાર સતત ચાલુ રાખતા મુખ્ય ન્યાયાધીશ ઉકળી ઉઠયા હતા અને વકીલને સ્પષ્ટ શબ્દોમાં ફટકાર લગાવી હતી. તેમણે વકીલને કહ્યું હતું કે, આ કોર્ટ છે, કોફી શોપ નહીં. આ ઉપરાંત તેમણે વકીલને ‘Yeah’ના સ્થાને ‘Yes’ શબ્દ વાપરવા માટેની પણ સલાહ આપી હતી.

    માહિતી અનુસાર, સોમવાર (30 સપ્ટેમ્બર)ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સુનાવણીમાં એક વકીલે ભારતના ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ તપાસની માંગણી કરી હતી. ચીફ જસ્ટિસ સામે વકીલ પોતાની અરજી વિશે જણાવી રહ્યા હતા, તે જ સમયે ડીવાય ચંદ્રચૂડે વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “બેંચના સવાલોના જવાબ આપતી વખતે ‘Yeah, Yeah, Yeah’ ન કરો, તેની જગ્યાએ ‘Yes, Yes, Yes’ કહીને જવાબ આપવાનું રાખો.” આ ઘટના બાદ કોર્ટમાં પણ શાંતિ સ્થપાઈ ગઈ હતી અને કેસ આગળ વધારવામાં આવ્યો હતો.

    ‘આ કોફી શોપ નથી..’- CJI

    ચીફ જસ્ટિસની ફટકાર બાદ તરત જ વકીલે કોર્ટની માફી માંગી લીધી હતી અને ફરીથી દલીલો રજૂ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડા સમય પછી ફરીથી તેઓ ‘Yeah’ બોલવા લાગ્યા હતા. CJIએ પ્રશ્ન પૂછ્યા તો તેના જવાબમાં પણ વકીલે તે જ ચાલુ રાખ્યું હતું. ચીફ જસ્ટિસે વિનમ્રતાથી તેમને સમજાવવા માટે પણ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ સમજી શક્યા નહોતા. તેઓ વારંવાર એક જ ભૂલ કરી રહ્યા હતા અને દરેક પ્રશ્નના જવાબમાં ‘Yeah’ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા.

    - Advertisement -

    આખરે ચીફ જસ્ટિસ ઉકળી ઉઠ્યા હતા અને વકીલને ફટકાર લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, “શું છે આ ‘Yeah, Yeah, Yeah…’ આ કોફી શોપ નથી. મને આ શબ્દોથી ખૂબ એલર્જી છે. કોર્ટમાં આવા વ્યવહારની પરવાનગી ક્યારેય ના આપી શકાય. તમે તેની જગ્યાએ ‘Yes’ બોલી શકો છો. પરંતુ આ રીતે વ્યવહાર કરવો યોગ્ય નથી.” નોંધવા જેવું છે કે, વકીલે 2018માં પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ ઈન-હાઉસ તપાસની માંગ કરતી એક અરજી દાખલ કરી હતી.

    આ સુનાવણી દરમિયાન CJI ચંદ્રચૂડે કહ્યું કે, “જસ્ટિસ ગોગોઈ હવે રિટાયર્ડ જજ છે અને કોર્ટ આ રીતે તપાસનો આદેશ પણ આપી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ થયેલી અરજી પહેલાં જ ફગાવી દેવામાં આવી છે. તેથી અરજદારે હવે ક્યૂરેટિવ અરજી દાખલ કરવી પડશે. શું આ કલમ 32ની અરજી છે? તમે પ્રતિવાદી તરીકે ન્યાયાધીશ સામે જનહિત યાચિકા કઈ રીતે દાખલ કરી શકો છો?” તેમણે વધુમાં કહ્યું કે, “જસ્ટિસ ગોગોઈ, આ કોર્ટના પૂર્વ જજ હતા અને તમે એક જજ વિરુદ્ધ આ રીતની અરજી દાખલ કરી શકો નહીં અને ઈન-હાઉસ તપાસની માંગ પણ કરી શકો નહીં.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં