Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય સેનામાં ભૂતપૂર્વ ફોરસ્ટાર જનરલ અને અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહનું અરવિંદ...

    ભારતીય સેનામાં ભૂતપૂર્વ ફોરસ્ટાર જનરલ અને અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહનું અરવિંદ કેજરીવાલ પર મોટું નિવેદન, કહ્યું: અરવિંદ કેજરીવાલે રાજકારણમાં પ્રવેશવા અણ્ણા આંદોલન પ્લાન્ટ કર્યું હતું

    અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીની હિંદુ વિરોધી છબીના કારણે બંને સ્થળોએ તેમના આગમન પહેલાં જ વિરોધ શરૂ થઇ ગયો હતો. ભાવનગરમાં તેમના પોસ્ટરો પર શાહી ફેંકાઈ હતી તો ઊંઝામાં મંદિરમાં સ્વાગત ન કરવા દેવાની માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ભારતીય સેનામાં ભૂતપૂર્વ ફોરસ્ટાર જનરલ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં વર્તમાન રાજ્ય મંત્રી વી.કે. સિંહ ડિફેન્સ એક્સપોમાં સામેલ થવા અમદાવાદમાં છે. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મોટું નિવેદન આપ્યું છે, જનરલ વી.કે. સિંહે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રાજકારણમાં પ્રવેશવા અણ્ણા આંદોલન પ્લાન્ટ કર્યું હતું.

    અહેવાલો અનુસાર ભારતીય સેનામાં ભૂતપૂર્વ ફોરસ્ટાર જનરલ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં વર્તમાન રાજ્ય મંત્રી વી.કે. સિંહ ડિફેન્સ એક્સપોમાં સામેલ થવા અમદાવાદના મહેમાન બન્યા છે, આ દરમિયાન એક ન્યુઝ એજન્સીને ઈન્ટરવ્યું આપતી વખતે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટાંકીને મોટું નિવેદન આપ્યું હતું, અરવિંદ કેજરીવાલના રાજકારણમાં આવવા પર તેમણે જણાવ્યું હતું કે, ” અણ્ણા આંદોલન એક ભ્રામક આંદોલન હતું. પહેલાંથી અરવિંદ કેજરીવાલની રાજકારણમાં આવવાની તૈયારી હતી અને તેમને બે વર્ષ પહેલાંથી તૈયારીઓ પણ શરૂ કરી દીધેલી હતી.”

    અણ્ણા આંદોલન એક રાજકીય સ્ટન્ટ ગણાવતા તેમણે આગળ જણાવ્યું કે કેજરીવાલ એક આઇઆરએસ કેડરના અધિકારી હોવાથી તેઓ બહુ સારી રીતે જાણે છે કે રાજકારણમાં કેવી રીતે પ્રવેશ કરવો અને આ જ તેમણે કર્યું પણ ખરું. રાજકીય ક્ષેત્રમાં જમાવટ કરવા આ આંદોલન કર્યું હતું. અને રાજકારણમાં પોતાનો પગ પેસરો કર્યો.”

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી જનતા સ્વાભિમાની છે અને અંગત હિત કરતાં પોતાના રાજ્ય અને દેશહિતને હંમેશાં પ્રાથમિકતા આપે છે માટે દિલ્હીની આમઆદમીની રાજનીતિ ગુજરાતમાં નહિ ચાલે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના રાજકારણમાં સ્થાન મેળવવાની કોશિશોમાં વિવાદોમાં ઘેરાયા બાદ બનીશકે ગુજરાતની જનતા આવનાર ચૂંટણીઓમાં AAP પર પોતાની પ્રતિક્રિયાઓની ઊંડી છાપ છોડે.

    ગુજરાતભરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ

    તાજેતરમાં આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ભાવનગરમાં એક સભા કરી હતી, અને ઊંઝામાં તેમની સભા યોજાઈ હતી. જોકે અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીની હિંદુ વિરોધી છબીના કારણે બંને સ્થળોએ તેમના આગમન પહેલાં જ વિરોધ શરૂ થઇ ગયો હતો. ભાવનગરમાં તેમના પોસ્ટરો પર શાહી ફેંકાઈ હતી તો ઊંઝામાં મંદિરમાં સ્વાગત ન કરવા દેવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે ઊંઝા ખાતેના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો અને મંદિરે દર્શન કરવા ગયા ન હતા. આ ઉપરાંત ભાવનગરમાં કેજરીવાલ અને ભગવંત માનના પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી.

    અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સરકારના તત્કાલીન મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ આ ઘટનાના અને ખાસ કરીને કાર્યક્રમમાં લેવડાવવામાં આવેલ ‘હિંદુવિરોધી શપથ’ના વિડીયો વાયરલ થઇ ગયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ થયો હતો.

    કેજરીવાલના નેતા રાઘવ ચઢ્ઢાના અમરેલીમાં ખોટા દાવાઓ

    આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ, ગુજરાત પ્રદેશના સહ-પ્રભારી અને કેજરીવાલના ખુબ જ અંગત ગણી શકાય એવા રાઘવ ચઢ્ઢા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોટાભાગે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. પોતાના પ્રવાસ દરમિયાન આપ નેતા રાઘવ ચઢ્ઢાએ અમરેલી જિલ્લા વિષે એવા અનેક દાવાઓ કર્યા હતા જે તદ્દન પાયા વિહોણા હતા, ચઢ્ઢાએ કહ્યું કે ભાજપે છેલ્લા 27 વર્ષમાં અમરેલી જિલ્લામાં એક પણ હાઈસ્કૂલ, કોલેજ બનાવી નથી. ચઢ્ઢાએ કહ્યું કે જિલ્લામાં એક પણ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમરેલી જિલ્લાને જાણી જોઈને પછાત રાખવામાં આવ્યો હોવાનું જણાય છે. જયારે જમીની વાસ્તવિકથી અજાણ રાઘવ ચઢ્ઢાના ખોટા દાવો પણ ગુજરાતની જનતામાં આમ આદમી પાર્ટી પર નારાજગીનું મોજું ફરી વળ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં