Monday, March 9, 2026
More
    હોમપેજગુજરાતવિદેશી ચર્ચ દ્વારા સંચાલન, ધર્માંતરણ સુધીના ગંભીર આરોપો: જાણો અમદાવાદની તે 'સેવન્થ...

    વિદેશી ચર્ચ દ્વારા સંચાલન, ધર્માંતરણ સુધીના ગંભીર આરોપો: જાણો અમદાવાદની તે ‘સેવન્થ ડે સ્કૂલ’નો ઇતિહાસ જ્યાં મુસ્લિમ સગીરે કરી છે હિંદુ વિદ્યાર્થીની હત્યા

    શાળાનું સંચાલક 'સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ' દ્વારા કરવામાં આવે છે. આ ચર્ચનું ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે. તેનું મુખ્યમથક સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ અમેરિકામાં આવેલું છે. અમદાવાદની આ શાળા સ્થાનિક 'એશલોક ટ્રસ્ટ' દ્વારા સંચાલિત થાય છે.

    - Advertisement -

    અમદાવાદની (Ahmedabad) સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) ધોરણ 10ના હિંદુ વિદ્યાર્થીની (Hindu student) હત્યા (Murder) થયા બાદ વિવાદ વકર્યો છે. આરોપી મુસ્લિમ વિદ્યાર્થીની (Muslim student) પોલીસે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના 19 ઑગસ્ટે સ્કૂલ પરિસરમાં બની હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીને છરાના ઘા ઝીંકી દીધા હતા, બાદમાં હોસ્પિટલમાં પીડિત વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ 20 ઑગસ્ટે સ્કૂલ ખાતે હિંદુ સમાજના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં હતાં. ઘટનાને લઈને સ્થાનિકો અને પીડિત પરિજનોએ સ્કૂલ પ્રશાસન પર અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. 

    આ સમગ્ર ઘટનાને પગલે સ્કૂલ પ્રશાસન પર અનેકો આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પીડિત પરિવાર અને સ્થાનિકોનો દાવો છે કે, આ ઘટના બાદ સ્કૂલ પ્રશાસને પૂરતું ધ્યાન આપ્યું નહોતું અને ઘાયલ પડેલા વિદ્યાર્થીને હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં આવ્યો ન હતો. વધુમાં આરોપ છે કે, સ્કૂલ પ્રશાસને બાળકને હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ પાણીનું ટેન્કર મંગાવ્યું હતું અને પરિસરને સાફ કરવાનું શરૂ કરી દીધું હતું. હાલ પોલીસ આ મામલે પુરાવા નષ્ટ કરવાના આરોપો હેઠળ તપાસ કરી રહી છે.

    ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાઈ હતી શાળા

    હિંદુ વિદ્યાર્થીની હત્યા થયા બાદ ચર્ચામાં આવેલી આ શાળા ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. વર્ષ 2016માં મૌખિક પરીક્ષા દરમિયાન શાળાના એક શિક્ષકે ધોરણ-4ના નાના બાળકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. બાળકની ભૂલ માત્ર એટલી હતી કે, તેણે મૌખિક પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે વાત કરી હતી. આ ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને વાળ પકડીને માર માર્યો હતો. આરોપ છે કે, વિદ્યાર્થીના મોઢા પર મુક્કો મારવામાં આવ્યો હોવાથી બાળક લોહીલુહાણ થઈ ચૂક્યો હતો. 

    - Advertisement -

    આ ઘટના બાદ વાલીઓ શાળા પરિસરમાં એકઠા થઈ ગયા હતા અને ભારે વિરોધ પણ કર્યો હતો. જોકે, આ ઘટનાને લઈને વાલીઓના દબાણના પગલે સ્કૂલ પ્રશાસને શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા. શિક્ષકનું નામ ‘મોસેસ એડલા’ હતું. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે, આ પહેલાં પણ શિક્ષકે અન્ય ચાર વિદ્યાર્થીઓને આવી રીતે માર માર્યો હતો. આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં વાલીઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જવાબદાર શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    તે સિવાય આ શાળા ઑક્ટોબર 2024માં પણ વિવાદમાં આવી હતી. તે સમયે શાળાનો સ્ટાફ 200 વિદ્યાર્થીઓને લઈને મહેસાણાના એક વોટર પાર્કમાં ગયો હતો, જે માટે જિલ્લા શિક્ષણ કચેરીની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. આ ટ્રીપ સરકારના નિયમોનું ઉલ્લંઘન હતું. ત્યારબાદ DEOએ આ ઘટનાનું સંજ્ઞાન લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્કૂલ પ્રશાસનને નોટિસ ફટકારીને પોલીસ ફરિયાદ પણ કરી હતી. 

    તે સિવાય તાજેતરની હત્યાની ઘટનાને લઈને સ્થાનિકોએ, ખાસ કરીને મૃતક વિદ્યાર્થીના દાદાએ આરોપ લગાવ્યો હતો કે, આ પહેલાં શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ મટન લઈને આવ્યા હતા અને શાકાહારી હિંદુ વિદ્યાર્થીઓને પનીરનું શાક કહીને ખવડાવી દીધું હતું. આ ઘટનાને લઈને પણ સ્કૂલમાં ભારે હોબાળો થયો હતો અને સ્થાનિકોએ વિરોધ પણ કર્યો હતો. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે, સ્કૂલ પ્રશાસને આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. 

    શાળા પર શું છે આરોપો? 

    વધુમાં શાળા પ્રશાસન પર અનેક આરોપો પણ લાગ્યા છે. હિંદુ વિદ્યાર્થીની હત્યા બાદ સ્થાનિકોએ શાળા પર અનેકો સવાલ ઉઠાવ્યા છે. મૃતક વિદ્યાર્થીના દાદાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે, પીડિત પરિજનોએ મુસ્લિમ વિદ્યાર્થીઓના ત્રાસને લઈને ઘટનાના બે મહિના પહેલાં સ્કૂલમાં ફરિયાદ કરી હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. તે સિવાય સ્કૂલના કેબ માલિકે પણ આ ઘટનાને લઈને આરોપ લગાવ્યા હતા કે, આ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ હિંદુઓ વિદ્યાર્થીઓ પર હુમલો કરતા હોવાની અનેક ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી હતી. 

    તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમણે વ્યક્તિગત રીતે વિડીયો બનાવીને અનેક વખત શાળામાં આ બાબતની ફરિયાદો કરી હતી, પણ તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો તેમનો આરોપ છે. તે સિવાય તેમણે ધર્માંતરણના આરોપો પણ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, અગાઉ હિંદુ વિદ્યાર્થીઓને ખ્રિસ્તી અથવા તો મુસ્લિમ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તે સિવાય અન્ય વાલીઓ અને સ્થાનિકો પણ આરોપ છે કે, મુસ્લિમ વિદ્યાર્થીઓ સતત હિંદુ વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા અને આ બધી ઘટનાઓને લઈને સ્કૂલ પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. 

    તે સિવાય એવા પણ આરોપ છે કે, આ શાળામાં મોરલ સાયન્સના નામે ચાલતા કોર્સ હેઠળ વિદ્યાર્થીઓને ખ્રિસ્તી પંથ તરફ લઈ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત, એક મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, શાળા સંચાલકો વાલીઓ પાસેથી ₹2 લાખની માંગણી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપ્યા વગર પાસ કરી દેવાનું કહેતા હતા.

    કોણ કરે છે શાળાનું સંચાલન?

    આ શાળા વિશે વધુ તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું હતું કે, શાળાનું સંચાલન ‘સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ’ દ્વારા કરવામાં આવે છે. આ ચર્ચનું ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે. તેનું મુખ્યમથક સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ અમેરિકામાં આવેલું છે. અમદાવાદની આ શાળા સ્થાનિક ‘એશલોક ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત થાય છે, જે ‘સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ઓર્ગેનાઇઝેશન’ની શૈક્ષણિક પાંચ હેઠળ કાર્ય કરે છે. વૈશ્વિક સ્તરે આ સંસ્થા 7,804 શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનું સંચાલન કરે છે

    સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ

    આ શાળાનાં મૂલ્યો અને નિયમો પણ ખ્રિસ્તી પંથને આધીન હોય છે. મોટાભાગે ચર્ચની આ શાળાઓમાં ચર્ચના નિયમોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અમેરિકન ચર્ચની વિચારધારા મુજબ જ આ સંસ્થા કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ‘સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ ઓર્ગેનાઇઝેશન’ બધી જ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ માટે મૂલ્યો અને નિયમો નક્કી કરે છે અને ત્યારબાદ તેને લાગુ કરે છે. 

    કોણ છે પ્રિન્સિપાલ? 

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલનું નામ ‘જી. ઇમેન્યુઅલ’ છે. તેઓ ખ્રિસ્તી પંથનું પાલન કરે છે અને સમગ્ર શાળાનું સંચાલન પણ કરે છે. હત્યાની ઘટના અગાઉ સ્થાનિકો અને વાલીઓ મોટાભાગે પ્રિન્સિપાલને જ ફરિયાદો નોંધાવતા હતા, પણ સ્થાનિકો આરોપ છે કે, તેમણે એક પણ વખત તે દિશામાં ધ્યાન નહોતું આપ્યું અને કાર્યવાહી પણ નહોતી કરી. તે સિવાય આ શાળા ‘કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન’ (CISCE) સાથે જોડાયેલી છે. આ બિન-સરકારી સંસ્થા 1990થી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિયંત્રિત કરે છે અને મહત્વની વાત એ છે કે, CISCEના ચેરમેન તરીકે પણ ‘જી. ઇમેન્યુઅલ’ કાર્યરત છે. 

    પ્રિન્સિપાલ

    આ સેવન્થ ડે શાળા CISCE અને ગુજરાત બોર્ડ બંનેનું એફિલિએશન ધરાવે છે. સ્કૂલના સંચાલક પોતે જ CISCEના ચેરમેન હોવાથી પણ અનેકો આરોપ લાગતા રહ્યા છે. સ્થાનિકોનો આરોપ એવો છે કે, જો કાઉન્સિલના ચેરમેન જ શાળાના સંચાલક હોય તો શાળા સામે શું પગલાં લેવાશે? જોકે, હાલ સુધી શાળાના સંચાલક ઇમેન્યુઅલનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં