હોમપેજગુજરાતઅમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીની હત્યા, વાલીએ કહ્યું– મુસ્લિમ સગીરોએ છરીથી હુમલો...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીની હત્યા, વાલીએ કહ્યું– મુસ્લિમ સગીરોએ છરીથી હુમલો કર્યો હતો: શાળામાં ભારેલા અગ્નિની સ્થિતિ, પોલીસ ઘટનાસ્થળે

ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. શાળામાં મોટાપાયે પ્રદર્શનો થઈ રહ્યાં છે.

- Advertisement -

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 8મા ધોરણના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક સિંધી સમુદાયનો, જ્યારે આરોપી મુસ્લિમ સમુદાયના સગીરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ મૃતક વિદ્યાર્થીના પરિવાર અને સમુદાયના માણસો મોટી સંખ્યામાં શાળામાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ અને શાળામાં તોડફોડ અને સ્ટાફ સાથે મારપીટની ઘટના પણ બની. હિંદુ સંગઠનો પણ સ્થળ પર પહોંચ્યાં છે અને બીજી તરફ પોલીસ પણ ખડકી દેવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બુધવારે (20 ઑગસ્ટ) મૃતક વિદ્યાર્થીના વાલી અને સિંધી સમાજના લોકો શાળાએ પહોંચ્યા હતા. મૃતક વિદ્યાર્થીના વાલીએ શાળામાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અન્ય વાલીઓ અને સામાન્ય લોકોનો સહયોગ માંગ્યો હતો. તેમણે 20 ઑગસ્ટ સવારે 10 વાગ્યે વિરોધ માટે એકઠા થવાની અપીલ કરી હતી.

મૃતકના વાલીએ જાહેર વિનંતી કરી હતી. જે મીડિયાના માધ્યમથી સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેને શાળાનાં બાળકોનાં એક જૂથે (મુસ્લિમ) શાળા પરિસરમાં જ છરી મારી દીધી હતી. તેની હાલત અત્યંત નાજુક છે અને ડોકટરે 72 કલાક માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા માટે કહ્યું છે. (અપીલ કરવામાં આવી ત્યારે બાળક સારવાર હેઠળ હતો. પછીથી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.)

- Advertisement -

તેમણે શાળા પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, “જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ મદદ કરવા આવ્યું નહીં અને શાળા પ્રશાસને એમ્બ્યુલન્સ પણ બોલાવી નહતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમે તેને બેભાન અવસ્થામાં જમીન પર પડેલો જોયો; લોહી વહેતું હતું અને અમે તેને ઓટો-રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયા. કોઈ સુરક્ષા કર્મચારીએ તેને ઑટોમાં લઈ જવા માટે મદદ કરી નહીં.”

તેમણે બાળકની સલામતી અંગે પ્રશ્નો કરતાં કહ્યું હતું કે, “અમારા બાળકની સલામતી માટે જવાબદાર કોણ છે? તે અંગે અમને જવાબ જોઈએ છે. અમે અમારા બાળકની સલામતી સુનિશ્ચિત કરવા અને આ ગંભીર ઘટના માટે જવાબદારી નક્કી કરવા માટે શાળાના તમામ માતાપિતાને સહયોગની વિનંતી કરીએ છીએ. અમારી સાથે જોડાઓ અને સમર્થન આપો.”

નોંધનીય છે કે આ અપીલ પર 20 ઑગસ્ટની સવારે સિંધી સમાજના લોકો, હિંદુ સંગઠનો તથા અન્ય વાલીઓએ શાળામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. પછીથી સ્થિતિ વણસી અને આક્રોશિત ટોળાએ તોડફોડ વગેરે કરી તો શાળાના અમુક સ્ટાફ સાથે પણ ધમાલ કરી અને મારપીટની ઘટના પણ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શું છે સમગ્ર ઘટના

આ ઘટના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બની હતી. સામે આવ્યું છે કે થોડાક દિવસ પહેલાં શાળાએથી છૂટ્યા બાદ ધો.10ના વિદ્યાર્થી અને ધો.8 માં ભણતા વિદ્યાર્થી વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ત્યારપછી આ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. જે વિદ્યાર્થી ગુનો કર્યો છે તેની વિરુદ્ધ સ્કૂલને આગાઉ પણ ફરિયાદો મળી ચૂકી છે.

પાછલી ધક્કામુક્કીને લઈને 19 ઑગસ્ટે ધો. 8ના વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળીને ધો.10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી દીધો હતો. ત્યારપછી ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવા માટે શાળામાં રજા જાહેર કરાઈ છે.

મૃતક વિદ્યાર્થી ઘોડાસરમાં નીલકંઠ રેસિડેન્સીમાં રહેતો હતો અને ખોખરાની આ શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ ડીઈઓ કચેરીને કરવામાં ન આવતાં તેમણે આ બાબતે સ્કૂલને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ સિવાયમાં શાળાના CCTV ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 9 લોકોનાં નિવેદન નોંધ્યાં છે, જેમાં શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં