Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણ‘મંદિરોમાં બેન-દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, જવાનું બંધ કરો’: AAP ધારાસભ્યે ફરી હિંદુઓ...

    ‘મંદિરોમાં બેન-દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, જવાનું બંધ કરો’: AAP ધારાસભ્યે ફરી હિંદુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, 2022માં ધર્માંતરણ કાર્યક્રમમાં સામેલ થઈને સર્જ્યો હતો વિવાદ

    આ પહેલી વખત નથી જ્યારે AAP નેતાએ આ પ્રકારે હિંદુવિરોધી નિવેદન આપ્યું હોય. આ પહેલાં પણ તેઓ આવું કરી ચૂક્યા છે. ઓક્ટોબર, 2022માં તેઓ એક હિંદુવિરોધી કાર્યક્રમમાં સામેલ થયા હતા, ત્યારે ખૂબ વિરોધ થયો હતો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ધર્માંતરણ કાર્યક્રમથી વિવાદમાં આવેલા દિલ્હી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર પાલ ગૌતમે ફરી એક વખત હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, મંદિરોમાં બેન-દીકરીઓની ઈજ્જત લૂંટવામાં આવે છે અને ત્યાં જવા પર લોકોની હત્યા થાય છે. તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. 

    AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ વિડીયોમાં કહેતા સંભળાય છે કે, “તમે એવી બાબતો પર વિશ્વાસ ન કરો જે તમને નુકસાન પહોંચાડતી હોય.” આગળ કહે છે, “તમે એક વાત કહો. જો ક્યાંય મંદિરમાં જવાથી આપણા લોકોની હત્યા થતી હોય, જો મૂર્તિ સ્પર્શ કરવાથી આપણા યુવાઓની હત્યા થઈ જાય, તો તમે એવી જગ્યાઓએ શું કામ જાઓ છો જ્યાં તમારું અપમાન થાય?”

    આગળ રાજેન્દ્ર પાલ ગૌતમ વિડીયોમાં કહે છે કે, “જ્યાં તમારી બેન-દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવે, જ્યાં તમારી હત્યા કરી નાખવામાં આવે, જ્યાં અપમાન થતું હોય ત્યાં જવાનું બંધ કરો.’” 30 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાજપ પ્રવક્તાએ પણ તેને પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કેજરીવાલ પોતાને ‘હનુમાન ભક્ત’ ગણાવે છે પરંતુ વારંવાર હિંદુ ધર્મનું અપમાન કરનારા નેતા સામે કાર્યવાહી કરીને હજુ સુધી તેમને પાર્ટીમાંથી બહાર કેમ નથી કાઢ્યા? 

    - Advertisement -

    જોકે, આ પહેલી વખત નથી જ્યારે AAP નેતાએ આ પ્રકારે હિંદુવિરોધી નિવેદન આપ્યું હોય. આ પહેલાં પણ તેઓ આવું કરી ચૂક્યા છે. ઓક્ટોબર, 2022માં તેઓ એક હિંદુવિરોધી કાર્યક્રમમાં સામેલ થયા હતા, ત્યારે ખૂબ વિરોધ થયો હતો અને આખરે ગુજરાત ચૂંટણીમાં પણ તેની અસર થતી જોવા મળતાં કેજરીવાલ સરકારે તેમને મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરવા પડ્યા હતા. 

    AAP નેતા દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા, જ્યાં એકસાથે હજારો હિંદુઓનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હતું. જેમાં એક વ્યક્તિએ લોકોને વિવાદિત શપથ લેવડાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હું બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનીશ, અને ન તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ઈશ્વરને નહીં માનીશ અને ન ક્યારેય તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે હિંદુ ધર્મના કોઈ દેવીદેવતાઓને નહીં માનીશ કે ન તેમની પૂજા કરીશ.”

    આ કાર્યક્રમનો વિડીયો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારનો ખૂબ વિરોધ થયો હતો. આખરે બે દિવસ બાદ તેમણે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. હવે તેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં