Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં કેજરીવાલ અને ‘આપ’ના થઇ રહેલા ઉગ્ર વિરોધનું પરિણામ? ધર્માંતરણ કાર્યક્રમથી વિવાદમાં...

    ગુજરાતમાં કેજરીવાલ અને ‘આપ’ના થઇ રહેલા ઉગ્ર વિરોધનું પરિણામ? ધર્માંતરણ કાર્યક્રમથી વિવાદમાં સપડાયેલા દિલ્હી સરકારના મંત્રીનું રાજીનામું

    ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સતત થઇ રહેલા વિરોધ વચ્ચે દિલ્હી સરકારના મંત્રીએ રાજીનામું આપી દીધું.

    - Advertisement -

    હિંદુઓને ધર્માંતરિત કરવા માટે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમે હાજરી આપ્યા બાદ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ આજે કેજરીવાલ સરકારના મંત્રીએ રાજીનામું આપી દીધું છે. 

    કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ દિલ્હીમાં વિજ્યાદશમીના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા, જ્યાં એકસાથે દસ હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન, સ્ટેજ પરથી હિંદુઓને તેમના ઈશ્વરને ન માનવા માટેની અને સનાતન ધર્મના ક્રિયાકર્મ ન કરવાની પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. 

    આ ઘટના બાદ રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ 2025 સુધી 10 કરોડ હિંદુઓનું ધર્માંતરણ કરવાની વાત કહેતા જોવા મળ્યા હતા. 

    - Advertisement -

    જોગાનુજોગ આ ઘટનાના બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવતાં તેમનો ભારે વિરોધ થયો હતો. સવારે તેમની વિરુદ્ધમાં ઠેરઠેર પોસ્ટરો લાગ્યાં હતાં, તો સાંજે વડોદરામાં સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવીને કેજરીવાલનો અને તેમના નેતાઓની હિંદુવિરોધી પ્રવૃતિઓનો વિરોધ કર્યો હતો. 

    સવારે ગુજરાતનાં સુરત, રાજકોટ, વડોદરા વગેરે શહેરોમાં કેજરીવાલનાં મોટાં પોસ્ટરો લાગ્યાં હતાં, જેમાં તેમનો માથે ટોપી પહેરેલો ફોટો અને સાથે ‘હું હિંદુ ધર્મને પાગલપન માનું છું’, ‘હું બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઈશ્વર માનીશ નહીં’ જેવાં લખાણો લખવામાં આવ્યાં હતાં. ઉપરાંત, વડોદરામાં પણ કેજરીવાલના વિરોધમાં રસ્તા પર નારા લખવામાં આવ્યા હતા.

    અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે (8 ઓક્ટોબર 2022) સાંજે વડોદરા પહોંચ્યા હતા અને જ્યાં તેમનો રોડ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાં સ્થાનિકોએ કેજરીવાલનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કાળા વાવટા ફરકાવીને ‘ગો બેક કેજરીવાલ’ના નારા લગાવ્યા હતા. લોકોએ કેજરીવાલને ‘હિંદુવિરોધી’ ગણાવીને કહ્યું હતું કે, તેઓ ગુજરાત આવીને ચુસ્ત હિંદુવાદી હોવાના દાવા કરે છે પરંતુ તેમના મંત્રીનું રાજીનામું લેતા નથી. 

    વડોદરાના નાગરિકોના ઉગ્ર વિરોધ બાદ કેજરીવાલે દોઢ કિલોમીટર લાંબો રોડ શૉ માત્ર 400 મીટરમાં જ અધૂરો મૂકીને ભાગવું પડ્યું હતું. 

    ગુજરાત ચૂંટણી પહેલાં જ મંત્રીના આ વિવાદના કારણે આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે ત્યારે કેજરીવાલ ડેમેજ કંટ્રોલ માટે પોતે જન્માષ્ટમીના દિવસે જન્મ્યા હોવાનું અને ભગવાને તેમને મોકલ્યા હોવાનું પણ કહી ચૂક્યા છે તેમજ રેલીમાં ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવી ચૂક્યા હતા. જોકે, તેનો કોઈ ફેર ન પડતાં હવે કેજરીવાલ સરકારના મંત્રીએ રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં