Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક’: કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં રોષ, વડોદરાના રસ્તાઓ પર...

    ‘હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક’: કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં રોષ, વડોદરાના રસ્તાઓ પર લખવામાં આવ્યા નારા

    સવારે વિવિધ શહેરોમાં કેજરીવાલનાં પોસ્ટરો લાગ્યાં બાદ હવે વડોદરામાં રેલી અગાઉ રસ્તા પર નારા લખવામાં આવ્યા.

    - Advertisement -

    દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી હિંદુઓના ધર્માંતરણ માટેના કાર્યક્રમમાં દેખાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે રાજ્યમાં વિવિધ શહેરોમાં કેજરીવાલનાં પોસ્ટરો લાગવાનો મામલો સામે આવ્યો હતો તો હવે વડોદરામાં રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’ના નારા ચીતરવામાં આવ્યા છે. 

    દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાત આવ્યા છે. સવારે દાહોદમાં એક સભા કર્યા બાદ સાંજે વડોદરામાં પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, કેજરીવાલના આગમન પહેલાં રસ્તાઓ પર ‘હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક’ના નારા લખવામાં આવ્યા હતા. 

    સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ નારા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે માર્કેટ ચાર રસ્તા પર લખવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    ટ્વિટર પર પ્રીતિ ગાંધીએ આ તસ્વીરો શૅર કરીને લખ્યું કે, ગુજરાતના વડોદરામાં ‘હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલ ગો બેક’ના નારા રસ્તાઓ ઉપર લખવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અરવિંદ કેજરીવાલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    આજે સવાર થતાંની સાથે જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં લાગેલાં કેજરીવાલના પોસ્ટરોની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલના માથે ગોળ ટોપીવાળા ફોટા સાથે ‘હું હિંદુ ધર્મને પાગલપન માનું છું’, ‘હું બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને રામ-કૃષ્ણને મનીષ નહીં’ અને ‘હું શ્રાદ્ધ ક્રિયા કે પિંડદાન નહીં કરું’ જેવાં લખાણો લખવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરોની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

    આ સમગ્ર વિવાદ દશેરાના દિવસે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમથી શરૂ થયો હતો, જેમાં લગભગ 10 હજાર હિંદુઓને એકઠા કરીને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં સ્ટેજ પરથી હિંદુઓને તેમના દેવતાઓને ઈશ્વર ન માનવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તો ધર્મને નરક પણ ગણાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    તેમનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે 2025 સુધીમાં તેઓ 10 કરોડ હિંદુઓને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવા માંગે છે. જેને લઈને ગુજરાતના હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં