Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ ‘જોલી એલએલબી-2’જેવો ઘાટઃ હિંદુ સંતોના વેશમાં 6 મુસ્લિમ યુવકોને ગામના લોકોએ...

    ફિલ્મ ‘જોલી એલએલબી-2’જેવો ઘાટઃ હિંદુ સંતોના વેશમાં 6 મુસ્લિમ યુવકોને ગામના લોકોએ પકડી માર માર્યો, પોલીસ કરી રહી છે તપાસ

    આ પહેલો એવો મામલો નથી કે જ્યાં કોઈ મુસ્લિમ હિંદુ સાધુઓના વેશમાં આવ્યું હોય. અગાઉ ઘણા કિસ્સોઓ બની ચુક્યા છે.

    - Advertisement -

    બિહારના નવાદા ખાતે ભગવા કપડા ધારણ કરીને સાધુ વેશમાં ફરતા 6 મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ લોકોને સૌથી પહેલા ગામના લોકોએ પકડ્યા હતા. ત્યાર બાદ શંકાના આધાર પર પુછપરછ કરી દબાણ કર્યું હતું ત્યારે ખુલાસો થયો કે તેઓ મુસ્લિમ છે. પછીથી પોલીસને સોંપવામા આવ્યા હતા.

    મીડીયા રિપોર્ટ અનુસાર, આ મામલો નવાદા જિલ્લાના અકબરપુર પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ ચાતર ગામનો છે. આ ગામમાં 6 લોકો સાધુનો વેશ ધારણ કરીને ભીખ માંગી રહ્યા હતા. પરંતુ જ્યારે આ લોકોને કડક રીતે પુછપરછ કરવામાં આવી ત્યારે જવાબ આપતી વખતે મોઢામાંથી ઈસ્લામિક શબ્દો નિકળ્યા હતા. ત્યારે ગામના લોકોએ પકડી પડ્યા હતા. અહિયા ‘જોલી એલએલબી 02’ ફિલ્મ જેવા દ્રશ્ય ઊભા થયા હતા.

    આ બાબતને લગતો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પકડાયેલા લોકો પોતાને ઉત્તરપ્રદેશના મુસ્લિમો તરીકેની ઓળખ આપી રહ્યા છે. પકડાયેલા લોકોની ઓળખ કલીમ, અહેમદ, રશિદ, નવાબ અલી, અમજદ ખાન અને સુભાન અલી તરીકે થઈ છે.

    - Advertisement -

    આ મામલાની શરુઆત એવી રીતે થઈ હતી કે 6 લોકોમાંથી એક વ્યક્તિને ગામના લોકોએ પકડી પાડ્યો હતો. શંકાસ્પદ લાગતા પુછપરછ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ ન આપતા લોકોએ તેની સાથે મારપીટ કરી હતી, ત્યારે તેણે બાકીના પાંચ લોકો વિશે પણ જાણકારી આપી હતી. આમ ગામના લોકોએ તમામ 6 આરોપીઓને પકડ્યા હતા.

    આ મામલે એસપી અમ્બરીષ રાહુલે નિવેદન આપ્યું હતું કે 6 જેટલા લોકો સાધુ વેશમાં અહિયા આવ્યા હતા પરંતુ તેઓ ધર્મથી મુસ્લિમ હતા. હાલમાં તે લોકોની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તે તમામ ભીખ  માંગી પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ચાતર ગામમાં પણ તેઓ ભીખ માંગવા જ આવ્યા હતા. જોકે ગામના લોકોએ કહ્યું હતું કે આ લોકો પાસેથી કેઈ કેટલાક હથિયારો પણ મળ્યા છે. એટલે ઊંડી તપાસ થવી જોઈએ. 

    તમને જણાવી દઈએ કે, મુસલમાન સાધુના વેશમાં નીકળ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા ડિસેમ્બર 2022માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોહમ્મદ રશીદે સાધુનો ઝભ્ભો પહેરેલી મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રાશિદે જ્યોતિષીના વેશમાં તેને ખરાબ ઈરાદાથી સ્પર્શ કર્યો હતો. મહિલાએ અવાજ કર્યા બાદ જ્યારે લોકોએ તેને પકડી લીધો, ત્યારે તેનું સત્ય સામે આવ્યું હતું કે તે કોઈ જ્યોતિષી નહીં પણ મોહમ્મદ રશીદ નામનો આવારા માણસ છે. 

    બિહારમાં જ 25 જુલાઈ 2022ના રોજ પણ આ રીતનો જ મામલો સામે આવ્યો હતો જેમ કેટલાક મુસ્લિમો સાધુ વેશમાં ફરી રહ્યા હતા. લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં