Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટBC અમાનતુલ્લાહ ખાનના ઘર સહિતના ઠેકાણે EDના દરોડા: કેજરીવાલે બનાવી રાખ્યો છે...

    BC અમાનતુલ્લાહ ખાનના ઘર સહિતના ઠેકાણે EDના દરોડા: કેજરીવાલે બનાવી રાખ્યો છે વક્ફ બોર્ડનો અધ્યક્ષ, AAP ધારાસભ્ય પર મની લોન્ડરિંગનો આરોપ

    આરોપ છે કે અમાનતુલ્લાહ ખાને વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ પર રહીને પૈસાની હેરાફેરી કરી છે. જોકે, આટલા આરોપો હોવા છતાં પણ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ સરકારે તેને વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે યથાવત રાખ્યો છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર અને અન્ય ઠેકાણા પર EDએ દરોડા પાડયા છે. ‘દિલ્હી વક્ફ બોર્ડ’ના અધ્યક્ષ તરીકે તેના પર કૌભાંડનો આરોપ છે, જેના કારણે તેણે જેલ પણ જવું પડ્યું હતું. આ કેસમાં ED હજુ પણ મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. EDના અધિકારીઓ મંગળવાર(10 ઓકટોબર, 2023) સવારથી આપ ધારાસભ્ય BC અમાનતુલ્લાહ ખાનના ઘર અને ઠેકાણાની તપાસ કરી રહ્યા છે.

    કૌભાંડો મામલે ACB અને CBIએ નોંધ્યા હતા કેસ

    અમાનતુલ્લાહ ખાન દિલ્હી વક્ફ બોર્ડનો અધ્યક્ષ છે. તેના પર આરોપ છે કે તેણે ખોટી રીતે 32 ઓળખીતાઓને વક્ફ બોર્ડમાં નોકરી આપી હતી. આ મામલે દિલ્હીની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેની સામે 2 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસને લઈને આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર અને ઠેકાણા પર EDના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    આરોપ છે કે અમાનતુલ્લાહ ખાને વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ પર રહીને પૈસાની હેરાફેરી કરી છે. જોકે, આટલા આરોપો હોવા છતાં પણ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ સરકારે તેને વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે યથાવત રાખ્યો છે.

    - Advertisement -

    ઘણા આરોપો લાગ્યા છે અમાનતુલ્લાહ ખાન પર

    અમાનતુલ્લાહ ખાન દિલ્હીની ચર્ચિત ઓખલા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છે. તેના આદેશ પર તેના ઓળખીતા 32 લોકોને વક્ફ બોર્ડમાં નોકરીઓ આપવામાં આવી હતી. વક્ફ બોર્ડના સીઈઓએ આ અંગે ફરિયાદ કરી હતી. અમાનતુલ્લાહ ખાન પર આરોપ છે કે તેણે વક્ફ બોર્ડની મિલકતોને ભાડે આપીને સંપતિનો દુરુપયોગ કર્યો છે. તેના પર દિલ્હી સરકાર પાસેથી મળેલા પૈસાની હેરફેરનો પણ આરોપ છે.

    સપ્ટેમ્બર 2022માં જેલ ગયો હતો અમાનતુલ્લાહ

    અમાનતુલ્લાહ ખાનના ઠેકાણાઓ પર સપ્ટેમ્બર 2022માં ACBની ટીમોએ દરોડા પાડયા હતા. 4 સ્થળોએ દરોડા પાડીને લગભગ 24 લાખ રૂપિયા, બે ગેરકાયદેસર પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. આ મામલે ACBની ટીમ સાથે ગેરવર્તણૂક પણ થયું હતું. મળી આવેલી વસ્તુઓના આધારે અમાનતુલ્લાહની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટમાંથી તેને જામીન મળી ગયા હતા.

    BC ઘોષિત થઈ ચૂક્યો છે અમાનતુલ્લાહ ખાન

    નોંધનીય છે કે 28 માર્ચ, 2022ના રોજ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશને ઓખલા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને ‘બેડ કેરેક્ટર’ ઘોષિત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પ્રસ્તાવને 30 માર્ચ 2022ના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

    પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ખાન વિરુદ્ધ વિવિધ કેસોમાં 18 FIR નોંધાયેલી છે. આ મામલે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. કાગળોમાં અમાનતુલ્લાહ ખાન ‘બેડ કેરેક્ટર’ એટેલે કે BC વ્યક્તિ છે.

    આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ખાઈ રહ્યા છે જેલની હવા

    આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જેલમાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળતા મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના કેસમાં જેલમાં છે. તેમને જામીન પણ નથી મળી રહ્યા. આ જ કેસમાં રીતે મની લોન્ડરિંગમાં સંડોવાયેલા સંજય સિંઘને થોડા દિવસ પહેલાં જ જેલ ભેગા કરાયા.

    પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા વિજય સિંગલાને પણ જેલમાં મોકલી દેવાયા છે. સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલની હવા ખાઈ રહ્યા છે. તો આ પાર્ટીના તમામ નેતાઓ સામે ગંભીર કેસમાં તપાસ પણ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં