Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી પોલીસ દ્વારા ‘BC’ જાહેર થયા બાદ હાઇકોર્ટ પહોંચ્યા હતા AAP ધારાસભ્ય...

    દિલ્હી પોલીસ દ્વારા ‘BC’ જાહેર થયા બાદ હાઇકોર્ટ પહોંચ્યા હતા AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, અરજી ફગાવાઈ

    માર્ચ 2022માં દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર (BC) જાહેર કર્યા હતા.

    - Advertisement -

    દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને ગત વર્ષે દિલ્હી પોલીસે બેડ કેરેક્ટર (BC) જાહેર કર્યા હતા. જેને લઈને તેઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા અને આ ટેગ હટાવવા માટેની માંગ કરી હતી. જોકે, હાઇકોર્ટમાંથી તેમણે નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે. 

    દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, ધારાસભ્ય સામે કરવામાં આવેલ કાર્યવાહી મામલે સબંધિત DCP દ્વારા કારણો પૂરાં પાડવામાં આવ્યાં છે. ત્યારબાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે આ ટેગ હટાવવા માટે અમાનતુલ્લાહ ખાન દિલ્હી પોલીસના સબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકે છે પરંતુ કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. 

    સુનાવણી દરમિયાન અમાનતુલ્લાહના વકીલ એમ સુફિયાન સિદ્દીકીએ દલીલ કરી હતી કે હિસ્ટ્રી શીટ ખોલવાનું દિલ્હી પોલીસનું કાર્ય કાયદાકીય પ્રક્રિયાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. એવી પણ દલીલ કરવામાં આવી કે સમગ્ર પ્રક્રિયામાં ગોપનીયતા જાળવવામાં આવી ન હતી અને અરજદારને (અમાનતુલ્લાહ ખાનને) જણાવવાની જગ્યાએ મીડિયામાં તેની નકલ ફેરવવામાં આવી હતી. જોકે, કોર્ટે આ દલીલો માન્ય રાખી ન હતી. 

    - Advertisement -

    બીજી તરફ, પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, નિર્ણય લેવા પહેલાં સબંધિત અધિકારીઓએ પૂરતી પ્રક્રિયાઓ કરી હતી અને એમ પણ કહ્યું કે તેમની ઉપર મૂકવામાં આરોપો સાબિત કરવા માટે કોર્ટને પૂરતા દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવ્યા નથી. પોલીસે ઉમેર્યું કે, તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી અને પ્રાપ્ત રેકોર્ડના આધારે આ કાર્યવાહી થઇ હતી.

    ઉલ્લેખનીય છે કે માર્ચ 2022માં દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર (BC) જાહેર કર્યા હતા. 28 માર્ચના રોજ જામિયા નગર પોલીસ સ્ટેશને અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર જાહેર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને 30 માર્ચના રોજ સાઉથ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસે મંજૂરી આપી હતી. પોલીસ અનુસાર, અમાનતુલ્લાહ ખાન સામે કુલ 18 જેટલી FIR નોંધાઈ ચૂકી છે. 

    અમાનતુલ્લાહ ખાન હંમેશા સાચાં-ખોટાં કારણોસર ચર્ચામાં રહ્યા છે. ગત મે મહિનામાં MCDની એક ટીમ દિલ્હીના મદનપુર વિસ્તારમાં અતિક્રમણ હટાવવા માટે ગઈ હતી ત્યારે ત્યાં લોકોએ તેમની ઉપર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જ્યાં અમાનતુલ્લાહ ખાન પણ સ્થળ પર હાજર હતા અને તેમની ઉપર ટોળાને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમની સામે કેસ પણ નોંધાયો હતો.

    પોલીસ અનુસાર, જો કોઈ વ્યક્તિ હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના એકથી વધુ ગુનાહિત કેસમાં સંડોવાયેલો હોય અને વિસ્તારની શાંતિ ડહોળવામાં ભાગ ભજવતો હોય તો તેને ‘બેડ કેરેક્ટર’ ઘોષિત કરી શકાય તેમ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં