હોમપેજમિડિયાહિંદુ આરોપીઓ, મુસ્લિમ આરોપીઓ, ગુજરાતી પત્રકારો

હિંદુ આરોપીઓ, મુસ્લિમ આરોપીઓ, ગુજરાતી પત્રકારો

આ ઘટનામાં જો મરનાર મુસ્લિમ બાળક હોત અને મરનાર હિંદુ હોત તો? તો તમને ખબર છે કે આપણે ત્યાંના આ ‘તટસ્થ-સેક્યુલર’ પત્રકારોનું રિપોર્ટિંગ કેવું હોત.

- Advertisement -

અમદાવાદની સ્કૂલમાં હત્યાની ઘટનામાં મરનાર અને મારનાર બંને કયા ધર્મના હતા એ જાણવા માટે આમ તો ઘણા સ્ત્રોત છે, પણ એ બધી માથાકૂટમાં પડ્યા વગર માત્ર ગુજરાતી મીડિયાનું ઘટના પરનું રિપોર્ટિંગ જોશો તોય ખ્યાલ આવી જશે કે આમાં વિક્ટિમનો ધર્મ કયો હતો અને આરોપીનો કયો. નીડર, નિરપેક્ષ, તટસ્થ અને બહાદુર ગુજરાતી પત્રકારો આરોપી-વિક્ટિમની જાતપાત શોધ્યા વગર જ્યારે ડાહીડાહી અને સુફિયાણી વાતો કરવા માંડે ત્યારે સમજવું કે આમાં એક સમુદાય વિશેષનો હોવો જોઈએ અને એ પણ આરોપી જ!

આ ઘટનામાં જો મરનાર મુસ્લિમ બાળક હોત અને મરનાર હિંદુ હોત તો? તો તમને ખબર છે કે આપણે ત્યાંના આ ‘તટસ્થ-સેક્યુલર’ પત્રકારોનું રિપોર્ટિંગ કેવું હોત. પાર્ટીવિશેષના પ્રચાર માટે યુટ્યુબ ચેનલો ખોલી બેઠેલા અમુક સ્વઘોષિત વામપંથી, સેક્યુલર પત્રકારો અને અમુક ટીવી ચેનલના ‘એન્કરો’ માઇક લઈને ઠેરઠેર પહોંચી ગયા હોત, આગ ઝરતા સવાલો કર્યા હોત, તમને-મને, આખા હિંદુ સમાજને કઠેડામાં ઉભો રાખી દીધો હોત અને છેલ્લે વાત મોદી સુધી જઈને અટકી હોત અને ‘2014 પછી જે ધર્માંધતાનો માહોલ સર્જાયો તેના કારણે હવે શાળાનાં બાળકોનાં મગજમાં પણ ક્રૂર માનસિકતા ઘૂસી ગઈ છે’ એવું તૂત ચલાવવામાં આવ્યું હોત. 

અહીં બંને હિંદુ હોત તો આ પત્રકારોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બંનેની જાત શોધી કાઢી હોત અને બંને સમાજના અગ્રણીઓના મોઢે માઇક ધરી દીધાં હોત અને એ ખેલ ચાલુ કર્યા હોત જેમાં અઠવાડિયું-દસ દિવસ ખેંચાઈ ગયા હોત. પરંતુ જ્યારે-જ્યારે આરોપી સમુદાય વિશેષમાંથી આવતો હોય અને મરનાર હિંદુ હોય ત્યારે મીડિયાને આ બધી બાબતોમાં કોઈ રસ હોતો નથી. તેઓ ત્યારે ‘આખો સમુદાય જ ખરાબ છે’, ‘આ પાપમાં આપણે સૌ ભાગીદાર છીએ’ એવી ફાલતુ વાતો કરીને દહાડા કાઢી નાખે છે ને પછી પોતાના કામે વળગી જાય છે. 

- Advertisement -

લોકો હવે જોકે આ બધી ચાલ જાણી ગયા છે. એટલે તેમણે જ્યારે આ બેવડાં ધોરણો લઈને ચાલતા ‘પત્રકારો’ને પ્રશ્નો કરવાના શરૂ કર્યા તો અમુક હોંશિયારના દીકરાઓએ દલીલો આપી કે આમાં ક્યાં ધર્મના આધારે કૃત્ય થયું છે? તો ભલા માણસ ભૂતકાળમાં તમે જે-જે ઘટનાઓમાં માઇકો લઈને ગામ ગજવ્યાં હતાં તેમાં જાતિના આધાર પર ઘટનાઓ બની હતી? કોઈ કહે કે જે-તે ઘટનાઓમાં પ્રદર્શનો થયાં હતાં એ ચોક્કસ સમુદાયે કર્યાં હતાં, તો પછી આ ઘટનામાં હિંદુ સમુદાય એકઠો થયો તે કેમ દેખાયું નહીં? તે બતાવવામાં કેમ રસ ન પડ્યો? 

એ વાત સાચી છે કે ઘટનામાં સગીરો સામેલ છે એટલે તેમનાં નામ જાહેર ન કરી શકાય. પણ કયા સમુદાયમાંથી આવે છે એ જાહેર કરવામાં ડર કેમ લાગે છે? ને જો બાળકો છે એટલે તેમના સમુદાયો ન ઘસડવા જોઈએ તેવું જ્ઞાન હમણાં લાદ્યું હોય તો બે વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક શાળામાં એક શિક્ષિકા પર હિંદુ બાળકો પાસે મુસ્લિમ બાળકને માર મરાવવાનો આરોપ લાગ્યો હતો ત્યારે તેમાં બંને બાળકોના ધર્મ કઈ રીતે શોધી કાઢવામાં આવ્યા હતા? ત્યારે ટ્વિટ પર ટ્વિટ કરતી ગુજરાતી પત્રકારોની ગેંગને આ બધી બાબતોની ખબર ન હતી? 

હકીકતે આ બધાં બહાનાં છે છટકબારી શોધવા માટેનાં. આરોપી મુસ્લિમ હોય, વિક્ટિમ હિંદુ હોય ત્યારે મીડિયાનું રિપોર્ટિંગ જુદું હોય છે. ત્યારે જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે, એક સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ને એવી બધી ફાલતુ વાતો કરવામાં આવે છે. હિંદુ હોય ત્યારે બંનેની જાત પણ શોધી લાવવામાં આવે છે ને બંને સમુદાયને સામસામે લાવીને TRP, વ્યૂ કમાઈ લેવાય છે. 

ગુજરાતી મીડિયા–એમાં અખબારો પણ આવી ગયાં, ટીવી ચેનલો પણ એને ગામનો ઉતાર જેવી અમુક યુટ્યુબ ચેનલો પણ– કેટલી હદ સુધીનું બહાદુર અને નિરપેક્ષ છે તેનું ઉદાહરણ હિંદુ-મુસ્લિમ વચ્ચે બનતી નાનકડીથી લઈને મોટી સુધીની તમામ ઘટનાઓમાં જોવા મળશે. જ્યારે-જ્યારે આરોપી મુસ્લિમ હોય ત્યારે તેઓ તેનો મજહબ સ્પષ્ટ લખવાના સ્થાને ‘વિધર્મી’ લખે છે. વિધર્મી એટલે બીજા ધર્મનો. જગતમાં માત્ર બે જ ધર્મો નથી. બીજા ધર્મનો એટલે શીખ પણ હોય, જૈન પણ હોય, બૌદ્ધ પણ, પારસી પણ અને ખ્રિસ્તી પણ. આમ ‘અમે આવું પત્રકારત્વ કરીએ ને તેવું પત્રકારત્વ કરીએ’ની ફાંકાફોજદારી કરતા વામપંથી સેક્યુલરો આવું બધું આવે એટલે સદંતર ટાઢા પડી જય છે. 

આવું જ ‘તાંત્રિકો’ વિશેના સમાચારોમાં જોવા મળશે. ‘તાંત્રિક’ શબ્દને વાસ્તવમાં ‘તંત્રવિદ્યા’ સાથે લાગેવળગે છે અને તેને સીધો સંબંધ હિંદુ ધર્મ સાથે છે. મુસ્લિમ પીર પકડાયા હોય તો તેને તાંત્રિક ન કહેવાય. એ તો ઠીક પણ ઘણા કિસ્સાઓમાં સમાચાર સાથે જે ચિત્રો આવે એ હિંદુ સાધુનાં હોય, પણ અંદર જઈને વાંચો તો પીર નીકળે. આવી બધી બદમાશી મેઈનસ્ટ્રીમ હિન્દી-અંગ્રેજી મીડિયામાં પણ ચાલતી રહે છે. 

એક નોંધવા જેવી વાત એ પણ છે કે જ્યારે-જ્યારે બંને સમુદાય વચ્ચે કથિત સૌહાર્દની સ્ટોરી લખવાની હોય ત્યારે બંનેનો ધર્મ અચૂક યાદ આવી જાય છે. મુસ્લિમ મામાએ હિંદુ ભાણેજનું મામેરું ભર્યું એટલું ગૂગલ પર લખશો તો ઢગલેબંધ સમાચારો મળી જશે. એમાં ધર્મ ભલે લખવામાં આવતા, કોઈને વાંધો ન હોવો જોઈએ. પણ તો પછી સમુદાય વિશેષ જ્યારે વાંકમાં હોય ત્યારે હાથ કેમ ધ્રૂજે છે એ પ્રશ્ન આપણે હવે ઘણા સમયથી આ મીડિયાની સેક્યુલર જમાતને પૂછતા રહ્યા છીએ. કોઈ જવાબ આપી શક્યું નથી. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં