Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશઆતંકવાદનો મજહબ ન હોય તો પછી આ શું છે?

    આતંકવાદનો મજહબ ન હોય તો પછી આ શું છે?

    ત્રણ ઘટનાઓ છે. ફરીદાબાદ અને દિલ્હી બ્લાસ્ટમાં તો અમુક કનેક્શન તપાસવામાં આવી રહ્યાં છે, પણ ગુજરાત એટીએસનો કેસ તો આખો જુદો છે. પરંતુ તેમ છતાં આ તમામ ઘટનાઓમાં અમુક બાબતો સામાન્ય પણ છે. આરોપીઓ સમુદાય વિશેષના છે. બીજી એક બાબત સામાન્ય છે: તમામ ભણેલા, ડિગ્રીપ્રાપ્ત માણસો છે. ડૉક્ટરો છે.

    - Advertisement -

    7 નવેમ્બર 2025: ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે હૈદરાબાદથી મોહિયુદ્દીન સૈયદ નામનો એક માણસ કોઈ ખતરનાક ઇરાદે ગુજરાત આવી રહ્યો છે. એટીએસે વૉચ ગોઠવી, સૈયદની મુવમેન્ટ પર સતત નજર રાખી, આખરે અડાલજના એક ટોલ નાકા પરથી પકડાઈ ગયો. તેની ધરપકડ પછી તેના બે સાથીઓ પાલનપુરની એક હોટેલમાંથી પકડાયા. આ બંનેનું કામ રાજસ્થાનથી હથિયારો લઈને કલોલના એક કબ્રસ્તાનમાં પહોંચાડવાનું હતું. સૈયદે હથિયારો મેળવવાનાં હતાં. સૂચનાઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા હેન્ડલર દ્વારા અપાતી હતી.

    આ ત્રણની પૂછપરછ કરી તો એટીએસને જાણવા મળ્યું કે તેમના મનસૂબા વધારે ખતરનાક હતા. સૈયદ 2010માં ચીનથી એમબીબીએસ કરીને આવ્યો હતો. જોકે ભારતમાં જરૂરી એમસીઆઈની પરીક્ષા આપી ન હતી એટલે પ્રેક્ટિસ કરી શકતો ન હતો. બાકીના બે પણ અભણ ન હતા. ત્રણેય મળીને ઝેરી રસાયણ બનાવવાની ફિરાકમાં હતા.

    રાઈસિન નામનું આ ઝેર કેસ્ટરનાં બીજમાંથી મળે છે. તેને ખોરાકમાં, પાણીમાં ભેળવી દેવામાં આવે અને માણસના શરીરમાં થોડા પ્રમાણમાં પણ જાય તો જીવલેણ સાબિત થઈ શકે. જો તેઓ ઇરાદામાં સફળ થયા હોત અને કોઈ જાહેર ખોરાક-પાણીનાં સ્ત્રોતમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું હોત તો શું થયું હોય તેની કલ્પના કરીએ તો ભયાનકતાની ખબર પડે. ભલું થાજો ગુજરાત એટીએસનું, જેની સતર્કતા અને સમયસૂચકતાના કારણે આ જેહાદીઓ પકડાઈ ગયા.

    - Advertisement -

    10 નવેમ્બર: ઉપરનો કેસ સામે આવ્યો તેના ત્રણ દિવસ પછી હરિયાણાના ફરીદાબાદમાં હરિયાણા પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે મળીને અમુક ઠેકાણે દરોડા પાડ્યા તો 2900 કિલો વિસ્ફોટક પદાર્થો, રાઇફલ-પિસ્તોલ સહિતનાં હથિયારો અને બૉમ્બ બનાવવાની સામગ્રી વગેરે મળી આવ્યાં. આ દરોડા પાડ્યા એ પહેલાં મૂળ પુલવામાના અને ફરીદાબાદની એક યુનિવર્સિટીમાં કામ કરતા મુઝમ્મિલ શકીલની ધરપકડ કરી હતી. સહારનપુરથી એક આદિલ મજીદ રાથર પણ પકડાયો હતો. આ બંને ડૉક્ટરો છે.

    10 નવેમ્બરની જ સાંજે દિલ્હીના લાલ કિલ્લાની બરાબર સામે આવેલા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની બહાર એક કારમાં ભીષણ બ્લાસ્ટ થયો. હ્યુન્ડાઈ i20 કાર ફાટી અને તેનો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસનાં વાહનોને પણ ઝપટે લીધાં. અનેકનાં મોત થયાં, અનેક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

    બ્લાસ્ટ જે તીવ્રતાથી થયો હતો તેનાથી સ્પષ્ટ હતું કે આ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે, આતંકવાદી કૃત્ય છે. પોલીસે તપાસ પણ ટેરર એન્ગલથી જ શરૂ કરી છે. પ્રાથમિક તારણો કહે છે કે આ બ્લાસ્ટનું કનેક્શન ફરીદાબાદના ટેરર મોડ્યુલ સાથે જ હોય શકે. જે ડૉક્ટરો પકડાયા હતા તેમનો એક બીજો સાથી પુલવામાનો ઉમર ફરાર હતો. તે પણ વ્યવસાયે ડૉક્ટર છે.

    શક્યતા એવી છે કે સાથીઓ પકડાઈ ગયા બાદ હડબડાટીમાં ઉમરે લાલ કિલ્લા પાસે જઈને ઘટનાને અંજામ આપ્યો હોય. એક શક્યતા એ પણ છે કે તે વિસ્ફોટકોને અન્યત્ર ખસેડતો હોય અને બ્લાસ્ટ થઈ ગયો. વધારે શક્યતા આત્મઘાતી હુમલાની છે, કારણ કે એજન્સીઓ પહેલેથી જ તેને શોધી રહી હતી. જે કારમાં બ્લાસ્ટ થયો તે ઉમર પાસે હતી એ તપાસમાં ખૂલી ચૂક્યું છે. કારમાંથી મળેલી ડેડ બોડીનો DNA ટેસ્ટ થશે તો વધુ જાણકારી મળશે.

    ત્રણ ઘટનાઓ છે. ફરીદાબાદ અને દિલ્હી બ્લાસ્ટમાં તો અમુક કનેક્શન તપાસવામાં આવી રહ્યાં છે, પણ ગુજરાત એટીએસનો કેસ તો આખો જુદો છે. પરંતુ તેમ છતાં આ તમામ ઘટનાઓમાં અમુક બાબતો સામાન્ય પણ છે. આરોપીઓ સમુદાય વિશેષના છે. બીજી એક બાબત સામાન્ય છે: તમામ ભણેલા, ડિગ્રીપ્રાપ્ત માણસો છે. ડૉક્ટરો છે. ગુજરાતમાં જે મોહિયુદ્દીન પકડાયો એની પાસે MBBSની ડિગ્રી હતી. ફરીદાબાદના આરોપીઓ ડૉક્ટર છે. મેડિકલ યુનિવર્સિટીમાં ભણાવે છે. જે ઉમર આત્મઘાતી હુમલાખોર હોવાનું કહેવાય છે તે પણ વ્યવસાયે ડૉક્ટર હતો.

    જ્યારે-જ્યારે કોઈ બૉમ્બ બ્લાસ્ટની ઘટના બને છે, કોઈ આત્મઘાતી હુમલાનો બનાવ બને છે કે કોઈ હિંદુને તે હિંદુ હોવાના કારણે તેનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવે છે ત્યારે ઓન ગ્રાઉન્ડ જેહાદીઓને રક્ષણ પૂરું પાડનારા ડિજિટલ જેહાદીઓ, તેમનાથી સવાયા સેક્યુલરિયાઓ આવીને એવું કહેવાનું શરૂ કરી દે છે કે આતંકવાદનો કોઈ ધર્મ/મજહબ હોતો નથી અને અમુક લોકોની પ્રવૃત્તિઓના કારણે આખા સમુદાયને ઘસડવો અયોગ્ય છે. અમુક કિસ્સાઓમાં આ ગેંગ પછીથી વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કરી દે છે.

    બેવડાં ધોરણો ત્યાં સુધીનાં છે કે આ જ ગેંગે માલેગાંવ બ્લાસ્ટ જેવી ઘટનાઓને આધાર બનાવીને હિંદુ આતંકવાદની થિયરી ઘડવામાં, આખા સમુદાયને આતંકવાદી સાબિત કરવા માટે ધરતી-આકાશ એક કરી દીધાં હતાં. તેમ છતાં સફળતા ન મળી. કેસમાં તમામ નિર્દોષ છૂટ્યા. બીજી તરફ ભારતથી લઈને મધ્ય પૂર્વ અને પશ્ચિમી દેશો સુધી ઇસ્લામી આતંકવાદનો ઇતિહાસ લાંબો છે, પાનાં ભરીભરીને લખાય એટલો છે, છતાં ‘આતંકવાદનો મજહબ નથી હોતો’ની પિપૂડી આપણા કાનમાં વગાડવામાં આવતી રહે છે.

    બીજું એક તૂત ચલાવવામાં આવે છે. એવી દલીલ આપવામાં આવે છે કે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનો અભાવ હોવાના કારણે, હિંદુત્વવાદી સરકારો પૂરતી તકો પૂરી પાડતી ન હોવાના કારણે ભવિષ્ય અંધકારમય લાગતા ભોળા મુસ્લિમ યુવાનો હથિયારો ઉપાડી લે છે. કાશ્મીરમાં પથ્થરબાજીને ડિફેન્ડ કરવા માટે આવું બધું બહુ ચાલતું.

    પણ હકીકત તદ્દન જુદી છે એ આ અને આવી અનેક ઘટનાઓએ સમયે-સમયે સાબિત કર્યું છે. સમસ્યા મૂળ માનસિકતામાં છે, એ ન બદલાય ત્યાં સુધી આવી દલીલો કામ આવવાની નથી. કારણ કે આવી દલીલોનું ફેક્ટચેક સૈયદો અને ઉમરો સમયે-સમયે કરતા રહેશે.

    આ માનસિકતા જ ડૉક્ટર હોવા છતાં માણસને ટેરર ફન્ડિંગના જોરે હજારો કિલો વિસ્ફોટક એકઠું કરાવે છે. આ જ માનસિકતા MBBS ડિગ્રી મેળવેલાને ખતરનાક ઝેર બનાવતો કરે છે. આ માનસિકતા એક વખત ઘર કરી ગયા પછી શિક્ષણ મેળવ્યું હોય કે ન હોય તેનો કોઈ ફેર પડતો નથી. આતંકવાદ પાછળ, ઇસ્લામી આતંકવાદ પાછળ એક માનસિકતા છે અને તે વહેલી નામશેષ થતી નથી.

    ખાસ કરીને કટ્ટર મજહબી માનસિકતાને બળ આપવા માટે, તેમાં ઇંધણ રેડવા માટે મૌલવીઓ તૈયાર બેઠા હોય, આ મૌલવીઓની વાતોમાં આવીને, કાફિરોને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે જેહાદ કરવાની લ્હાયમાં આતંકવાદી ગતિવિધિઓ કરનારાઓને સંરક્ષણ પૂરું પાડવા માટે, તેમની કરતૂતોને વ્હાઈટ વૉશ કરવા માટે એક ઇકોસિસ્ટમ કામ કરતી હોય તો એ માનસિકતા નષ્ટ થતી નથી. વધુને વધુ ફૂલેફાલે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં