Thursday, July 18, 2024
More
  હોમપેજદેશ83.3 ટકાની હત્યા ઇસ્લામી ભીડે કરી, છતાં નૂંહ હિંસામાં મુસ્લિમોને પીડિત ગણાવવામાં...

  83.3 ટકાની હત્યા ઇસ્લામી ભીડે કરી, છતાં નૂંહ હિંસામાં મુસ્લિમોને પીડિત ગણાવવામાં વ્યસ્ત વામપંથી અને વિદેશી મીડિયા

  હિંસાના આંકડાઓ જોઈએ તો મૃતકોમાં 83.3 ટકા હિંદુઓ છે. તેમ છતાં હિંદુઓને હિંસક, અસહિષ્ણુ સહિતની તમામ ઉપમાઓ આપનાર વામપંથી મીડિયા ગેંગ અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે ક્યાંકથી રસ્તો શોધી જ કાઢતું વિદેશી મીડિયા મુસ્લિમોને પીડિત ગણાવી રહ્યું છે.

  - Advertisement -

  હરિયાણાના નૂંહ ખાતે ગત સોમવારે (31 જુલાઈ, 2023) ઇસ્લામી ટોળાએ હિંદુઓ પર કરેલા હુમલામાં 6 લોકોનાં મોત થયાં હતાં. જેમાંથી 4 હિંદુઓ છે. ઇજાગ્રસ્તોમાં પણ મુસ્લિમો કરતાં હિંદુઓની સંખ્યા અનેકગણી વધારે છે. આગચંપી અને તોડફોડ હિંદુઓનાં વાહનો-સંપત્તિઓમાં જ થઇ. તેમ છતાં દેશની વામપંથી મીડિયા ગેંગથી લઈને વિદેશી મીડિયા સુધી તમામ મુસ્લિમોને પીડિત બતાવવાના પ્રયાસો કરી રહ્યા છે. 

  નોંધનીય છે કે ઇસ્લામી કટ્ટરપંથીઓએ લગાવેલી હિંસાની આગમાં મોતના શિકાર બનેલા લોકોમાં 2 હોમગાર્ડ્સ, 1 મીઠાઈની દુકાનમાં કામ કરતો હિંદુ, યાત્રામાં સામેલ થયેલા 2 હિંદુઓ અને 1 ગુરુગ્રામની મસ્જિદનો મૌલાના સામેલ છે. 

  નીરજ (હોમગાર્ડ) 

  31 જુલાઈએ નૂંહમાં મુસ્લિમોએ હિંદુઓ પર કરેલા હુમલા બાદ ગુરુગ્રામમાં પોલીસની ટીમ મોકલવામાં આવી હતી. નીરજ ખાન આ જ ટીમનો એક ભાગ હતા. નૂંહના રસ્તામાં જ ઇસ્લામી ટોળાએ પોલીસ પર પથ્થરમારો અને ગોળીબાર શરૂ કરી દીધો. ઉન્માદીઓનો સામનો કરતાં-કરતાં નીરજે બલિદાન આપી દીધું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના શરીર પર ગંભીર ઘા જોવા મળ્યા. ઇસ્લામીઓએ નિર્મમતાથી તેમની ઉપર હુમલો કર્યો હતો. 

  - Advertisement -

  મૂળરૂપે ગુરુગ્રામના રહેવાસી નિર્જન પિતા ચિરંજીલાલ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે લડ્યા હતા. તેમનું કહેવું છે કે નીરજ કર્તવ્ય નિભાવતાં બલિદાન થયા તેનો તેમને ગર્વ છે. બીજી તરફ, નીરજની પત્નીએ આ હિંસા રોકવાની અપીલ કરી છે. તે નથી ઇચ્છતી કે અન્ય કોઈ મહિલા વિધવા થાય. 

  ગુરૂસેવક (હોમગાર્ડ) 

  નીરજની જેમ જ ગુરૂસેવક પણ હિંસા ડામવા માટે નૂંહ જઈ રહ્યા હતા. ઇસ્લામી ટોળાએ કરેલા હુમલામાં તેઓ પણ વીરગતિ પામ્યા. ગુરૂસેવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના લીવર પર ઘા વાગ્યો હોવાનું જાણવા મળ્યું. ઇસ્લામી ટોળાએ એટલો ભયંકર હુમલો કર્યો હતો કે તેમના લીવર સુધી નુકસાન પહોંચ્યું. ગુરૂસેવક મૂળરૂપે ફતેહાબાદના ટોહાના ખંડના ફતેહપુરી ગામમાં રહેતા હતા. તેઓ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. 

  શક્તિ (મીઠાઈની દુકાનમાં કામ કરતા હતા) 

  શક્તિ સૈની મેવાતના મુસ્લિમ બહુમતી ગામ ભાડસના રહેવાસી હતા. શોએબ મિષ્ટાન ભંડાર નામની મીઠાઈની એક દુકાનમાં કામ કરતા હતા. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં શિવસેના શિંદે જૂથના નેતા રિતુરાજે આશંકા વ્યક્ત કરી કે હુમલો થયો ત્યારે શક્તિ દુકાનમાં જ હતા. ટોળાએ દુકાનમાંથી તેમને ઉપાડી લઇ જઈને હત્યા કરી નાખી અને લાશ ફેંકી દીધી હતી. 

  અભિષેક (જળ ચડાવવા માટે નૂંહ ગયા હતા)

  પાણીપતના રહેવાસી અભિષેક પણ ઇસ્લામી ટોળાના હુમલામાં જીવ ખોનારાઓ પૈકીના એક છે. તેઓ બજરંગ દળના પ્રખંડ સંયોજક હતા. તોફાનીઓએ પહેલાં અભિષેકને ગોળી મારી, પછી તલવારથી ગળું કાપ્યું અને માથું પથ્થરથી છૂંદી નાખ્યું. તેઓ જે બસમાં જઈ રહ્યા હતા તેમાં મહિલાઓ પણ હતી, જેમને બચાવવા માટે આગળ આવ્યા હતા. આ જ દરમિયાન હુમલો કરનારાઓએ ગોળીબાર કર્યો અને તેમને ગોળી વાગી ગઈ. 

  ત્યાં ઉભેલા અભિષેકના પિતરાઈ ભાઈ મહેશે મદદ માટે લોકોને બૂમો પાડી પણ ત્યાં કોઈ ન હતું. અભિષેકને લઈને તેઓ સુરક્ષિત સ્થળે જવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટોળામાંથી એક વ્યક્તિ આવ્યો અને તલવારથી અભિષેકનું ગળું કાપી નાખ્યું અને ભાગી છૂટ્યો. પછી મહેશે પણ ત્યાંથી ભાગવું પડ્યું. કલાકેક પછી પોલીસ આવી અને અભિષેકને હોસ્પિટલ પહોંચાડ્યા, પણ ત્યાં સુધીમાં મોત થઇ ગયું હતું. 

  પ્રદીપ (નૂંહ જળ ચડાવવા ગયા હતા) 

  31 જુલાઈ, 2023એ નલ્હડ મંદિરે થયેલા હુમલામાં પ્રદીપ બચી ગયા હતા. પોલીસ તેમને બચાવીને લઇ આવી હતી, પણ ઘરે પરત ફરતી વખતે કટ્ટરપંથીઓના ટોળાનું નિશાન બની ગયા. 1 ઓગસ્ટ લગભગ 2 વાગ્યે પોલીસ તેમને મથકની સરહદ સુધી છોડીને ચાલી ગઈ. પ્રદીપ તેમના મિત્ર કપિલ અને હિંદુ સંગઠનની મહિલાઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે 200થી 300 લોકોના ટોળાએ તેમને ઘેરીને પથ્થરમારો શરૂ કર્યો, પ્રદીપને ખેંચીને બહાર કાઢ્યા અને માર મારીને હત્યા કરી નાખી. 

  પ્રદીપ સાથે આવેલા કપિલ ત્યાગીને હજુ પણ એ પ્રશ્ન છે કે મુસ્લિમ ટોળાએ આટલી સટીક બાતમી ક્યાંથી મળી ગઈ. મૃતક પ્રદીપ કુમાર ગુરુગ્રામમાં બજરંગ દળના પદાધિકારી હતા. મૂળરૂપે યુપીના બાગપતના હોવાનું કહેવાય છે. ગુરુગ્રામમાં નાનું-મોટું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. 

  મૌલાના હાફિઝ સાદ

  મૌલાના હાફિઝ સાદ ગુરુગ્રામની મસ્જિદમાં રહેતો હતો. નૂંહમાં હિંસા ફાટી નીકળ્યા બાદ તેની આગ ગુરુગ્રામ સુધી પહોંચી હતી. 31 જુલાઈ અને 1 ઓગસ્ટની રાત્રે સેક્ટર 57 સ્થિત એક નિર્માણાધીન અને વિવાદાસ્પદ મસ્જિદ (જેની પર કોર્ટે રોક લગાવી છે) પર હુમલો કરીને આગ લગાવી દેવામાં આવી, જેમાં હાફિઝ સાદનું મોત થઇ ગયું.

  નૂંહ હિંસા હિંદુઓ મુસ્લિમો મીડિયા

  આ ફોટો યાદ રાખજો. વામપંથી મીડિયા દુષ્પ્રચાર ફેલાવવામાં વ્યસ્ત છે અને આ તસ્વીર તેનો જવાબ છે. નૂંહમાં હિંસાના આંકડાઓ જોઈએ તો મૃતકોમાં મોટાભાગના હિંદુઓ છે. તેમ છતાં હિંદુઓને હિંસક, અસહિષ્ણુ સહિતની તમામ ઉપમાઓ આપનાર વામપંથી મીડિયા ગેંગ અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે ક્યાંકથી રસ્તો શોધી જ કાઢતું વિદેશી મીડિયા મુસ્લિમોને પીડિત ગણાવી રહ્યું છે. જ્યારે સત્ય એ છે કે હિંદુઓની શાંતિપૂર્ણ ધાર્મિક યાત્રા પર પથ્થરમારો, આગચંપી અને ગોળીબાર ઇસ્લામીઓએ જ કર્યાં હતાં, જ્યારે હિંદુઓ પાસે બચાવ માટે કશું જ ન હતું. 

  ગુરુગ્રામની મસ્જિદમાં આગ લગાડનારાઓ કોણ હતા તેની પુષ્ટિ થઇ શકી નથી. મસ્જિદ નિર્માણાધીન છે તો એવું પણ બની શકે કે આ કૃત્ય પણ ઇસ્લામવાદીઓના ટોળાએ જ કર્યું હોય. અથવા તો હિંસા ભડકાવવા માટે જાણીજોઈને કરવામાં આવ્યું હોય તેમ પણ બની શકે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં