Tuesday, November 5, 2024
More
    હોમપેજદેશ'નલ્હડ મંદિરેથી જીવતા બચાવાયા હતા પ્રદીપકુમારને, ઘરે પરત જતી વખતે મુસ્લિમ ટોળાએ...

    ‘નલ્હડ મંદિરેથી જીવતા બચાવાયા હતા પ્રદીપકુમારને, ઘરે પરત જતી વખતે મુસ્લિમ ટોળાએ મારી નાખ્યા’: ઘાયલ સાક્ષીનો દાવો- ‘બાળકો-વૃદ્ધો બધાએ ઘેરીને હુમલો કર્યો’

    નૂંહમાં થયેલી હિંસા વિષે માહિતી આપનાર કપિલ ત્યાગી એ વાતને લઈને હેરાન છે મુસ્લિમ ટોળાને તેમની સટીક જાણકારી કઈ રીતે મળી, જો કે તે સીધા પોલીસ લાઈનથી નીકળ્યા હતા.

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં સોમવાર (31 જુલાઈ 2023) ના રોજ હિંદુ જલાભિષેક યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 હોમગાર્ડ સહિત મીઠાઈ બનાવવાવાળા શક્તિ સૈની અને બજરંગ દળના અભિષેક રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. હવે આ જ હિંસાની ભેટે પ્રદીપકુમાર પણ ચડી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રદીપકુમારને નલ્હડ મંદિર પાસે થયેલા હુમલમાંથી સુરક્ષિત બચાવીને નૂંહ પોલીસ લાઈન સુધી લવાયા હતા. તોફાનીઓ તેના પર મિંટ માંડીને બેઠા હતા. તેને મંગળવારે (1 ઓગસ્ટ, 2023) નૂંહ પોલીસ લાઈનથી ઘરે જતી વખતે હિંસા કરનાર મુસ્લિમ ટોળાએ ઘેરીને મારી નાખ્યા હતા.

    ઑપઈન્ડિયાએ પ્રદીપકુમારની સાથે ઘટનાના સમયે હાજર કપિલકુમાર ત્યાગી સાથે વાત કરી હતી. કપિલ ત્યાગીને પણ આ હુમલાઓમાં ઘણી ઈજાઓ થઈ હતી, અને તેમની સારવાર ચાલી રહી છે. કપિલ ત્યાગીએ જણાવ્યું કે, તેમને અને પ્રદીપને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને નૂંહની પોલીસ લાઈન સુધી લાવવામાં આવ્યા હતા. રાત્રે ઘણા સમય સુધી પોલીસ લાઈનમાં રખાયા બાદ સવાર થયા પહેલા રાતના લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે પોલીસે તેમને ગુરુગ્રામ સુધી છોડવાનું કહી સાથે ચાલવા કહ્યું. કપિલની કાર સ્વિફ્ટ ડિઝાયર પ્રદીપ જ ચલાવી રહ્યા હતા. પાછળ હિંદુ સંગઠન સાથે જોડાયેલ ત્રણ મહિલાઓ પણ બેઠી હતી, જે આ બંનેની સાથે પોતાના ઘરે જવા માટે રવાના કરાઈ હતી.

    કપિલે વધુ જણાવતા કહ્યું કે તેમના વાહનની સાથે હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકોની વધુ એક અર્ટિગા કાર ચાલી રહી હતી. આ 2 વાહનોની આગળ પોલીસની જિપ્સી મોજૂદ હતી. થોડા આગળ જતાં સોહના ક્ષેત્રમાં જિપ્સીમાં રહેલા પોલીસ કર્મચારીઓએ આગળ રસ્તો ક્લિયર હોવાની વાત કરીને હિંદુ સંગઠનના સદસ્યોને સુરક્ષા વગર આગળ જવા માટે કહ્યું. જો કે કપિલ એવું ચાહતા હતા કે પોલીસ હજુ થોડા આગળ સુધી સાથે આવે પણ જવાબમાં તેને સીમા ક્ષેત્રનો હવાલો આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કપિલ ત્યાગીનો દાવો છે કે, જે રસ્તા પરથી તે જવાના હતા તે રસ્તો ઘણો જ સુનસાન હતો. પોલીસ સુરક્ષા વગર એ થોડું જ આગળ વધ્યા ત્યાં એક સ્કોરપિઓ ઝડપથી તેની આગળથી નીકળી. જ્યારે તેની ગાડી 2 થી 3 કિલોમીટર આગળ ચાલી ત્યારે રસ્તાની બંને બાજુ મુસ્લિમોનાં ટોળાં દેખાયા. લગભગ 300 ની સંખ્યાના એ ટોળામાં બાળકોથી લઈને ઘરડા પણ મોજૂદ હતા. ભીડ દ્વારા કપિલની કારને ઘેરીને પથ્થરબાજી કરવામાં આવી. પથ્થરબાજીમાં કારના અરિસાઓ તૂટી ગયા, પાછળ બેઠેલી મહિલાઓને પણ ઈજા થઈ, એવામાં જ એક પથ્થર કાર ચલાવનાર પ્રદીપના માથા પર વાગ્યો અને એ બેહોશ થઈ ગયા હતા.

    કપિલે આગળ જણાવતા કહ્યું કે અંધારું જોઈને તેણે મહિલાઓને કારમાંથી ઉતરી ભાગવા કહ્યું, તેવામાં તે પોતે જ ટોળાની સામે આવી ગયા. ટોળાંના ઘણા લોકો તેને ખેંચવા લાગ્યા અને કારમાં બેહોશ પડેલા પ્રદીપકુમારને પણ બહાર ખેંચવા લાગ્યા. મહિલાઓ આસપાસમાં ક્યાંક છુપાઈ ગઈ હતી. કપિલ ટોળાથી પોતાને છોડાવીને ભાગે તો ટોળું પાછું તેને પકડે. કપિલની ગાડી સાથે ચાલી રહેલ હિંદુ સંગઠનની અન્ય એક અર્ટિગા પર પણ પથ્થરો ચલાવાયા હતા. પણ તે ટોળાથી જેમતેમ કરીને આગળ જતી રહી.

    કપિલનું કહેવું છે કે, આગળ નીકળી ગયેલી અર્ટિગાએ જ આગળ જઈને હાજર પોલીસકર્મીઓને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસની ટીમે જ કપિલને ટોળાથી બચાવ્યા અને આસપાસ છુપાયેલી મહિલાઓ પણ જેમતેમ કરીને બચી શકી હતી. કપિલનો આરોપ છે કે હિંસક મુસ્લિમોના ટોળાએ જતી વખતે સાથે પોતાના સાથી પ્રદીપને ખેંચીને લઈ ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં તેના મોતની ખબર આવી હતી.

    દેહાંતના સમયે પ્રદીપકુમારની સારવાર દિલ્લીના સફદરજંગ હોસ્પિટલમાં ચાલી રહી હતી. કપિલના જણાવ્યા અનુસાર એ ઘાયલ હતા. તેને એ પણ ખ્યાલ નહોતો કે પોલીસે તેને કઈ રીતે બચાવ્યા અને ક્યારે તેને હોસ્પિટલ લવાયા હતા. હાલમાં કપિલ ત્યાગીની સારવાર ચાલી રહી છે. તેમને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

    નૂંહમાં થયેલી હિંસા વિષે માહિતી આપનાર કપિલ ત્યાગી એ વાતને લઈને હેરાન છે મુસ્લિમ ટોળાને તેમની સટીક જાણકારી કઈ રીતે મળી, જો કે તે સીધા પોલીસ લાઈનથી નીકળ્યા હતા. મૃતક પ્રદીપકુમાર ગુરુગ્રામમાં બજરંગ દળના પદાધિકારી હતા. તે મૂળ ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગુરુગ્રામમાં એ નાનું મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુગ્રામના હિંદુ સંગઠનથી જોડાયેલા લોકોનું કહેવું છે કે, પોલીસ તેના પાર્થિવ દેહને તેના પૈતૃક ગામ બાગપત મોકલવા માંગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં