Tuesday, November 5, 2024
More
    હોમપેજદેશ'નૂંહમાં અભિષેકને પહેલા ગોળી મારી, પછી ગરદન કાપી માથું પત્થરથી છૂંદી નાંખ્યું':...

    ‘નૂંહમાં અભિષેકને પહેલા ગોળી મારી, પછી ગરદન કાપી માથું પત્થરથી છૂંદી નાંખ્યું’: નજરે જોનારનો દાવો, કહ્યું- ‘હિંદુ મહિલાઓને દબોચવા દોડી હતી મુસ્લિમ ભીડ’

    અભિષેક પાણીપતથી નલ્હડ મંદિરમાં જળ ચઢાવવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ મુસ્લિમ ટોળાના હુમલાની ઝપેટમાં આવી ગયા.ટોળાએ હિંદુ યુવક અભિષેકની પહેલા ગોળી મારી હત્યા કરી અને બાદમાં તેની ગરદન કાપી નાંખી.

    - Advertisement -

    હરિયાણાના નૂંહ વિસ્તારમાં સોમવાર (31 જુલાઈ 2023)ના રોજ હિંદુઓની જળાભિષેક યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હમલામાં 2 હોમગાર્ડ સહિત મીઠાઈના વેપારી શક્તિ સૈનીની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત નૂંહ હિંસામાં હિંદુ યુવક અભિષેકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ગોળી માર્યા બાદ તેમની ગરદન કાપી પત્થરથી માથું પણ છૂંદી નાંખવામાં આવ્યું હતું. અભિષેક બજરંગ દળના કાર્યકર્તા હતા અને તેમની હત્યા તાલીબાન અને ISISની પેટર્નથી કરવામાં આવી છે.

    આ મામલે ઑપઇન્ડિયાએ મેવાતના હથીન વિસ્તારમાં રહેવાવાળા ભારત ભૂષણ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાના દિવસે 31 જુલાઈના રોજ અભિષેક પાણીપતથી નલ્હડ મંદિરમાં જળ ચઢાવવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ મુસ્લિમ ટોળાના હુમલાની ઝપેટમાં આવી ગયા. ભારત ભૂષણના જણાવ્યા અનુસાર નૂંહ હિંસામાં ટોળાએ હિંદુ યુવક અભિષેકની પહેલા ગોળી મારી હત્યા કરી અને બાદમાં તેની ગરદન કાપી નાંખી. તેમણે જણાવ્યું કે અભિષેકનો પરિવાર તેનો મૃતદેહ લેવા નૂંહ આવ્યો છે.

    ઑપઇન્ડિયાએ અભિષેક હત્યાકાંડની વધુ માહિતી મેળવવા માટે પાણીપતના જિલ્લા સંયોજક બોબી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. બોબીએ અમને જણાવ્યું કે “અભિષેક સહિત લગભગ 100 લોકો સાથે એક બસ અને કેટલીક ગાડીઓ મારફતે નૂંહના નલ્હડ મંદિર ગયા હતા. આ દરમિયાન મંદિરમાં પૂજા કરીને બહાર નીકળ્યાના થોડા જ સમયમાં તેમના પર લગભગ 250 જેટલા મુસ્લિમોએ અચાનક હુમલો કરી દીધો હતો.”

    - Advertisement -

    બોબીનો દાવો છે કે તેઓ જે દર્શનાર્થી સંઘ સાથે આવ્યા હતા તેની સાથે હરિયાણા પોલીસના એક DSP કેટલાક સિપાઈઓ સાથે ચાલી રહ્યા હતા. જેમણે માત્ર એકાદ ગોળી હવામાં છોડીને પોતાની કામગીરી સમેટી લીધી હતી. પોતાને ઘટનાના પ્રત્યદર્શી ગણાવતા બોબીએ આગળ જણાવ્યું કે હિંદુ સંગઠનોએ પોલીસકર્મીઓની રક્ષા કરી અને તેમની સાથે ઉભા રહ્યા હતા.

    આ સમય દરમિયાન જ્યારે મુસ્લિમોની ભીડ મહિલાઓ તરફ આગળ વધી રહી હતી ત્યારે હિંદુ સંગઠનોએ પહેલા તેમને બચાવવાનો નિર્ણય કર્યો હતો. મહિલાઓને જ્યારે મંદિરમાં પરત મોકલવાનું શરુ કરવામાં આવ્યું ત્યારે મુસ્લિમ ટોળા તરફથી ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. પાણીપતના નૂરવાલા વિસ્તારના રહેવાસી અભિષેક રાજપૂતને કમરમાં ગોળી વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યા હતા. બોબીના જણાવ્યા અનુસાર અભિષેકની સાથે આવેલા વ્યક્તિએ તેમને ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ અચેત થઇ ગયા હતા.

    બોબીએ એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે કેટલાક લોકો મહિલાઓને સલામત સ્થળ તરફ ભાગ્યા ત્યારે મુસ્લિમોનું ટોળું બજરંગ દળના કાર્યકર્તાઓની નજીક પહોંચી ગયું હતું. બોબીના કહેવા મુજબ અભિષેક રાજપૂતના ગંભીર રીતે ઘાયલ થવાને કારણે તેઓ પોતાનો બચાવ કરી શક્યા નહોતા. આરોપ છે કે ભીડમાં રહેલા હુમલાખોરોએ પહેલા અભિષેકનું ગળું તાલિબાની અંદાજમાં કાપી નાખ્યું અને બાદમાં પત્થરોથી તેનું માથું છુંદી નાખ્યું. અભિષેકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    બોબીએ જણાવ્યું કે અભિષેક બજરંગ દળના પ્રખંડ સંયોજક હતા અને તેઓ પાણીપતના એક ગરીબ પરિવારમાંથી આવતા હતા. તેઓ ઘરનું ગુજરાન ચલાવવા માટે કાર મિકેનિક તરીકે કામ કરતા હતા. અભિષેકનો બીજો એક ભાઈ પણ છે, જે એક ફેક્ટરીમાં કામ કરે છે. મૃતકના પિતાએ પણ બાળકોના ઉછેર માટે ઘણી મહેનત અને મજુરી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે નૂંહ હિંસા વિશે તેવી વાત સામે આવી છે કે તેની તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી. આ હુમલા દરમિયાન મંદિર પરિસરમાં ઘેરાયેલા લોકો પર AK-47 જેવા ઘાતક હથિયારોથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. 14 વર્ષના નાના-નાના કિશોરો ગોળીઓ ચલાવી રહ્યાં હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં