Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2 દિવસમાં 8 મુસ્લિમ યુવકો ગરબા મંડપમાં ઘૂસી જતાં ગરબા આયોજકોમાં રોષ,...

    2 દિવસમાં 8 મુસ્લિમ યુવકો ગરબા મંડપમાં ઘૂસી જતાં ગરબા આયોજકોમાં રોષ, ‘બિન-હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં’ લખેલાં બેનરો લાગ્યાં

    ઉજ્જૈનમાં ગરબામાં આવતા ખેલૈયાઓના આઈડી કાર્ડ ચેક કરવા ઉપરાંત તેમને તિલક પણ લગાવવામાં આવી રહ્યું છે. નર્મદાપુરમમાં આયોજકોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે.

    - Advertisement -

    હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠેરઠેર ગરબા માટેનાં આયોજનો કરવામાં આવ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગરબા મંડપમાં દાખલ થવા માટે ઓળખપત્ર દેખાડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. શહેરમાં કેટલી જગ્યાએ તો ગરબા પંડાલની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને લખવામાં આવ્યું હતું કે ‘બિન-હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં’ ઈન્દોરમાં ગત 2 દિવસમાં 8 મુસ્લિમ યુવકો ચોરી-છુપી રીતે ગરબા પંડાલમાં પ્રવેશતા ઝડપાયા હતા. જેથી હવે ઇન્દોરમાં ગરબા મંડપમાં દાખલ થવા માટે ઓળખપત્ર દેખાડવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

    હાલ પોલીસે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. યુવકો પર પોતાની ઓળખ છુપાવવા અને યુવતીઓ પર અશ્લીલ ટિપ્પણી કરવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉજ્જૈનમાં ગરબામાં આવતા ખેલૈયાઓના આઈડી કાર્ડ ચેક કરવા ઉપરાંત તેમને તિલક પણ લગાવવામાં આવી રહ્યું છે. નર્મદાપુરમમાં આયોજકોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે.

    ઉપરાંત દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ ઉજ્જૈનના નાના ખેડાના ગરબા પંડાલમાં આઈડી બતાવીને અને તિલક લગાવીને એન્ટ્રી આપવામાં આવી રહી છે. અહીં પ્રવેશદ્વારની બહાર ‘સેવા હી સંકલ્પ સાંસ્કૃતિક સમિતિ એ પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે- બિન-હિંદુઓએ પંડાલમાં પ્રવેશ ન કરવો જોઈએ. સમિતિના પ્રમુખ બહાદુરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે પંડાલની બહાર મુખ્ય દ્વાર પર ટીમ મૂકી છે. ટીમ દરેક હિલચાલ પર નજર રાખે છે. આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડની તપાસ કર્યા પછી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. પરિવાર સાથે આવનારાઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓ તપાસ કર્યા વિના જ એન્ટ્રી આપી રહ્યા છે. આવું કરવા પાછળનું કારણ ગરબામાં યુવતીઓ સાથે થતા ગેરવર્તન અટકાવવાનું છે.

    - Advertisement -

    આ પહેલા અમદાવાદમાં પણ ગરબામાંથી મુસ્લિમો ઝડપાયા હતા

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાંથી પણ ગરબાના મંડપોમાં મુસ્લિમ યુવકો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું. અહીં બજરંગ દળના કાર્યકર્તાઓએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકો સાથે તેમની ઝડપ પણ થઇ હતી. એસ.પી રિંગરોડના એક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં જઈને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ બે યુવકો પર શંકા જતાં તેમને પૂછતાં તેઓ મુસ્લિમ હોવાનું જાણવા મળતાં તેમને ચેતવણી આપીને બહાર કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં