Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોરમાં અમદાવાદવાળી: ઓળખ છુપાવીને ઘૂસ્યા, હિંદુ યુવતીઓના ફોટા-વિડીયો બનાવ્યા, ગરબા મંડપમાંથી 7...

    ઇન્દોરમાં અમદાવાદવાળી: ઓળખ છુપાવીને ઘૂસ્યા, હિંદુ યુવતીઓના ફોટા-વિડીયો બનાવ્યા, ગરબા મંડપમાંથી 7 મુસ્લિમ યુવકોની ધરપકડ

    તમામે પોતાનાં નામો ખોટાં જણાવ્યાં હતાં અને ઓળખ છુપાવીને મંડપમાં ઘૂસી આવ્યા હતા, બજરંગ દળના કાર્યકર્તાઓને શંકા જતાં ભાંડો ફૂટ્યો. આવો જ કિસ્સો હાલમાં અમદાવાદમાં પણ બની ચુક્યો છે.

    - Advertisement -

    હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠેરઠેર ગરબા માટેનાં આયોજનો કરવામાં આવ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગરબા મંડપમાં 7 મુસ્લિમ યુવકો ઓળખ છુપાવીને ઘૂસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તમામની ઓળખ છતી થયા બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. 

    ઘટના ઇન્દોરમાં આવેલ પંઢરીનાથ ચોક ખાતેના ગરબા મંડપની છે. અહીં કેટલાક મુસ્લિમ યુવકો ઘૂસી આવીને ફોટો-વિડીયો બનાવી રહ્યા હતા. ત્યારબાદ તેમની હરકતો જોઈને બજરંગદળના કાર્યકર્તાઓને શંકા જતાં તેમણે યુવકોને નામ પૂછીને આઈડી બતાવવા માટે કહ્યું હતું. પરંતુ તમામે પોતાનાં ખોટાં નામો જણાવ્યાં હતાં અને આઈડી પણ બતાવ્યાં ન હતાં. 

    ત્યારબાદ તમામ મુસ્લિમ હોવાનું જાણવા મળતાં હિંદુ સંગઠને સ્થાનિક પોલીસનો સંપર્ક કરી યુવકોને સોંપી દીધા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તમામને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી આ તમામને જામીન પણ મળી ગયા હતા. 

    - Advertisement -

    આ અંગે બજરંગ દળના કાર્યકર્તા રાજેશ રાઠોડે જણાવ્યું હતું કે, “તેઓ કાર્યકર્તાઓ સાથે મંડપમાં પહોંચ્યા તો અમુક યુવકોની હરકતો સંદિગ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમની ઉપર નજર રાખવામાં આવી. તેઓ મોબાઈલથી મહિલાઓ અને યુવતીઓના ફોટો-વિડીયો બનાવી રહ્યા હતા. શંકા જતાં કાર્યકર્તાઓએ પૂછપરછ કરી તો તેમણે પહેલાં ખોટાં નામો જણાવ્યાં અને કોઈએ પોતાનું નામ સંદીપ તો કોઈ બબલુ જણાવ્યું. પરંતુ પછીથી સાચાં નામો જાણવા મળતાં પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.” 

    ઇન્દોરમાં બજરંગદળ અને અન્ય હિંદુ સંગઠનોએ શનિવારે જ જાહેરાત કરી હતી અને કોઈ પણ બિનહિંદુને ગરબા મંડપમાં પ્રવેશ ન કરવા દેવા માટે સૂચના આપવામાં આવી હતી. વધતી લવજેહાદની ઘટનાઓનો ઉલ્લેખ કરીને બજરંગ દળ સંયોજકે કહ્યું હતું કે સંગઠનના કાર્યકર્તાઓ તમામ યુવકોના આઈડીની તપાસ કરશે અને જો કોઈ બિનહિંદુ મંડપમાં દેખાશે તો તેમને છોડવામાં આવશે નહીં.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાંથી પણ ગરબાના મંડપોમાં મુસ્લિમ યુવકો ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું. અહીં બજરંગ દળના કાર્યકર્તાઓએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન કેટલાક મુસ્લિમ યુવકો સાથે તેમની ઝડપ પણ થઇ હતી. એસ.પી રિંગરોડના એક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં જઈને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ બે યુવકો પર શંકા જતાં તેમને પૂછતાં તેઓ મુસ્લિમ હોવાનું જાણવા મળતાં તેમને ચેતવણી આપીને બહાર કર્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં