ચાલુ વર્ષ 2022 જયારે પોતાના અંત તરફ પહોંચી ચૂક્યું છે તો ત્યારે અમે વિચાર્યું કે ચાલો આ આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં ઘટેલ મોટી ઘટનાઓ વિષે કૈક લખીએ. આ વર્ષે ગુજરાતમાં મોટા ભાગના સમાચારોમાં રાજકારણ છવાયેલું રહ્યું હતું અને તેનું મુખ્ય કારણ હતું ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અને તેનું પરિણામ. તે સિવાય શું મોટી ઘટનાઓ બની એની જયારે અમે સરવૈયું કાઢ્યું તો અમારી આંખો પહોળી થઇ ગઈ. ગુજરાતમાં રાજકારણ બાદ જો સૌધી વધુ સમાચાર પ્રકાશમાં રહ્યા હોય તો એ છે લવ જેહાદની ઘટનાઓ.
જી હા, 2022ના વર્ષમાં ગુજરાતમાં એટલી લવ જેહાદની ઘટનાઓ બની કે તે આખું વર્ષ સમાચારોમાં છવાયેલી રહી હતી. અમે પ્રયત્ન કર્યો કે ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરો-ગામોમાં નોંધાયેલ આ લવ જેહાદની ઘટનાઓને અમારા સરવૈયામાં સંમેલિત કરીએ.
અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સરવૈયામાં દર્શાવેલ ઘટનાઓ એટલી જ છે કે જેની મીડિયાએ નોંધ લીધી હોય અથવા જે બાબતે ફરિયાદ થઇ હોય. મીડિયાની જાણમાં ન આવેલ અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવી લવ જેહાદની ઘટનાઓની સંખ્યા હજુ વધુ હોઈ શકે છે.
લવ જેહાદમાં અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લા અવ્વ્લ, ખેડા પણ વધુ પાછળ નહીં
અમારી તપાસ મુજબ ગુજરાતમાં સૌથી વધુ લવ જેહાદની ઘટનાઓ નોંધાઈ હોય તેઓ જિલ્લો છે અમદાવાદ. જે બાદ સુરત અને ખેડા ખુબ નજીકના બીજા સ્થાને આવે છે. અને તે બાદ વડોદરા અને બનાસકાંઠા. આ સિવાયના જિલ્લા શહેરોમાં પણ એકલ-દોકલ ઘટનાઓ નોંધાઈ છે.
અમારા રિસર્ચમાં અમને જાણવા મળ્યું કે આ વર્ષે (2022) ગુજરાતમાં લવ જેહાદની 20થી વધુ ઘટનાઓ બની હતી જે મીડિયામાં ચર્ચામાં રહી હતી.
તો ચાલો જાણીએ લવ જેહાદની આ મુખ્ય ઘટનાઓ વિષે વિગતવાર;
અમદાવાદ જિલ્લાની લવ જેહાદની ઘટનાઓ
નિકોલની મહિલાને ધર્માંતરણ માટે દબાણ કરતા આગ્રાના મુસ્લિમ સાસરિયા
અમદાવાદના નિકોલમાં એક હિન્દૂ મહિલાએ ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી કે તે આગ્રાના જે મુસ્લિમ વ્યક્તિ સાથે પરણી હતી તે પોતાના પરિવાર સાથે મળીને તેના પર ધર્માંતરણ કરવા માટે દબાણ કરે છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ સહિતના સાસરિયાઓ તેને નમાજ પઢવા, બુરખો પહેરવા દબાણ કરતા હતા અને જો એવું ન કરે તો શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
આ બાબતે નિકોલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેના પતિ આદિલ ખાન સહીત 4 વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.
વિરમગામ-પાટડીનો બહુચર્ચિત લવ જેહાદનો મામલો
વિરમગામના પાટડી ખાતે આવેલા મોટા અલી શો રૂમમાં લવ જીહાદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધાક ધમકી જેવી ગંભીર બાબતો પણ સામેલ હોવાનું પીડિત પરિવારે ઑપઇન્ડિયા સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
વિરમગામ તાલુકાના પાટડી ખાતે મધ્યમ વર્ગીય યુવતી પોતાના ભાઈ સાથે નજીકમાં આવેલા ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસના “મોટા અલી શોરૂમ”માં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, દરમિયાન આજ શોરૂમમાં નોકરી કરતો હુસૈન યુનીસ વોરા નામનો મુસ્લિમ યુવક તે યુવતીને યેનકેન પ્રકારે ઉઠાવી ગયો હતો. જે પછી યુવતીના પરિવારજનો સહિત હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા પાટડી અને માંડલ ખાતે આવેલ શોરૂમ ખાતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ બંને શોરૂમ બંધ કરવામાં આવ્યા હતા અને યુનુસ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદના 24 દિવસે જયારે યુનુસ પોલીસના હાથે ચડ્યો ત્યારે સામે આવ્યું કે આ દરમિયાન તેને યુવતી પાર અનેકવાર બળજબરીપૂર્વક બળાત્કાર કર્યા હતા અને યુવતીના દાગીના વેચીને 1,20,000 રૂપિયા પણ પડાવી લીધા હતા.
નાસીર ઘાંચીએ સમીર પ્રજાપતિ બની હિન્દૂ યુવતીને ફસાવીને લિવ-ઈનમાં રાખી અને મિત્રો સાથે મળીને બળાત્કાર કર્યા
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક સ્પામાં કામ કરતી યુવતી પાસે એક યુવક વારંવાર સ્પા કરાવવા આવતો હતો. તેણે પોતાનું નામ સમીર પ્રજાપતિ અને ઓળખ હિન્દૂ તરીકે આપી હતી, જે ખરેખર નાસીર હુસૈન હતો, જે પહેલાથી પરણિત હતો. તેણે મિત્રતા કેળવીને યુવતીને લિવ-ઈનમાં રહેવા માનવી અને યુવતીના નામે જ ભાડે ફ્લેટ રાખ્યો હતો.
લિવ-ઈન દરમિયાન તેણે યુવતીનો વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં બ્લેકમેલ કરીને પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. સાથે જ આ વીડિયોની બીક બતાવીને નાસીરે પોતાના અન્ય બે મિત્રોને બોલાવીને તેના પર સામુહિક બળાત્કાર પણ કર્યો હતો.
ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે નાસીર, તેની પત્ની અને તેના સાળાની ધરપકડ કરી હતી.
ખેડા બન્યું લવ જેહાદનું એપિસેન્ટર, ખેડા જિલ્લાની ઘટનાઓ
યાસરખાન પઠાણે દલિત યુવતીને પોલેન્ડ કહીને દુબઇ મોકલી, નડિયાદમાં અનેકવાર કર્યો બળાત્કાર
માર્ચ મહિનામાં ખેડાના નડિયાદથી લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં યાસરખાન પઠાણ નામના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા પર એક દલિત યુવતી સાથે મિત્રતા કરી હતી. બાદમાં તેને નર્સીંગના અભ્યાસ માટે પોલેન્ડ મોકલવાની વાત કરીને તેની પાસે વિઝા માટે 5 લાખ પડાવ્યા હતા.
પૈસા લઇ લીધા બાદ યુવતીને એકલી પોલેન્ડની જગ્યાએ દુબઇ મોકલી દીધી હતી. જ્યાં 15 દિવસ એ રઝળતી રહી હતી. યુવતીએ ખુબ વિનંતી કરતા યાસરખાને તેને પરત આવવાની વ્યવસ્થા કરી આપી અને જેવી એ ભારતમાં ઉતરી એવી તરત તેની ઉપાડી લઈને પોતાના ત્યાં 4 મહિના ગોંધી રાખી હતી. આ દરમિયાન અનેકવાર તેના પર બળાત્કાર પણ કર્યો હતો. સાથે જ તેને નમાજ પઢવા અને ધર્માંતરણ કરવા દબાણ પણ કરતો હતો.
યુવતીએ કોઈક રીતે પોતાના સંપર્ક કરતા આખી ઘટનનાનો પર્દાફાશ થયો અને અંતે તેનો છુટકારો થયો. પોલીસ ફરિયાદ બાદ યાસરખાન નાસી છૂટ્યો હતો. જે બાદ લાંબા સમયે તે પોલીસને હાથે લાગ્યો હતો.
કપડવંજમાં લવ જેહાદના એક બાદ એકે કિસ્સા પછી હિંદુઓમાં રોષ ભભૂક્યો
ખેડા જિલ્લાના દરેક શહેરોની જેમ કપડવંજમાં પણ લવ જિહાદના કિસ્સાઓ વધી ગયા હતા. છેલ્લે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તાજો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક બિન-હિંદુ યુવક એક હિંદુ યુવતીને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ પહેલા આ જ વિસ્તારમાંથી ટૂંકા સમયમાં 4 લવ જેહાદની ઘટનાઓ સામે આવી હતી.
જે બાદ વિશ્વ હિંદુ પરિષદ સમેત સ્થાનિક હિંદુ સંગઠનોએ ભારે રોષ જતાવ્યો હતો અને શહેરમાં બંધ પાળ્યો હતો.
સુરત જિલ્લામાં લવ જેહાદ
જીતુ શેખ એક નહિ 3-3 હિંદુ યુવતીઓ સાથે કરી રહ્યો હતો લવ જેહાદ
તાજેતરમાં સુરતની મહાવીર કોલેજમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ લવ જેહાદના આરોપીને રંગેહાથ ઝડપ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ જીતુ શેખ નામના મુસ્લિમ યુવકનો પોતે લવ જેહાદ આચરતો હોવાની કબૂલાત કરતો હોવાનો વિડીયો પણ ઘણો વાયરલ થયો છે.
આ બાબતે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પરથી જાણકારી મેળવવાના પ્રયાસ કરતાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં સુરતની મહાવીર કોલેજમાં 3 હિંદુ યુવતીઓને ફસાવવાની કબૂલાત કરનાર જીતુ શેખ માત્ર એક મહોરું હોવાની અને અનેક હિંદુ યુવતીઓ લવ જેહાદની જાળમાં ફસાઈ હોવાની આશંકા હિંદુ સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
કતારગામમાં લવ જેહાદની ઘટનાઓ એટલી વધી કે ગૃહમંત્રી સુધી કરાઈ ફરિયાદ
સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાઓમાં ઘણા લવ જેહાદના કિસાનો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સમાજના છોકરાઓ હિંદુ સમાજની યુવતીઓને ભોળવીને ભગાડી જતા હોય છે.
તાજેતરમાં જ આવો વધુ એક કિસ્સો બહાર આવતા પીડિત પરિવાર હિંદુ સંગઠનના સભ્યો સાથે મજુરા ખાતેના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે પહોંચ્યા હતા. જેમાં એક મુસ્લિમ બસ કંડકટરે તે બસમાં નિયમિત અવરજવર કરનાર હિંદુ યુવતીનો નંબર મેળવી તેની સાથે મિત્રતા કરી તેને ભગાડી ગયો હતો.
ગોડાદરાથી હિંદુ યુવતીને લઈને બાઈક પર ભાગેલો શાહનવાઝ મુંબઈથી ઝડપાયો
થોડા દિવસો પહેલા જ સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક મુસ્લિમ યુવાન એક હિંદુ શ્રમજીવી પરિવારની યુવતીને ફોસલાવીને પોતાની સાથે ભગાવી ગયો હતો. પોલીસ તપાસને અંતે બંને મુંબઈથી મળી આવ્યા હતા.
ફરિયાદ બાદ પોલીસને મુંબઈ ખાતેના એક સોર્સ પાસેથી થોડી વિશ્વાસપાત્ર માહિતી મળતા ગોડાદરા પોલીસ સ્ટેશનના થોડા અધિકારીઓ પૂરી તૈયારીઓ સાથે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જે જગ્યા પરથી બાતમી મળી હતી ત્યાં 50 જેટલા ઘરની તપાસ કર્યા બાદ આ યુવક યુવતીને શોધી કાઢ્યા હતા અને તેમની અટકાયત કરીને તેમને પોતાની સાથે ગોડાદરા લઇ આવી હતી.
વડોદરાની લવ જેહાદને લગતી ઘટનાઓ
ગોત્રીની હિંદુ યુવતીને સમીર કુરેશીએ ક્રિશ્ચિયન તરીકે ઓળખ આપી ફસાવી
આ વર્ષની શરૂઆતમાં વડોદરામાંથી એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં ગોત્રીના એક હિંદુ પરિવારની દીકરી સાથે સમીર અબ્દુલ કુરેશી નામનો મુસ્લિમ યુવક સેમ માર્ટિન નામ સાથે ખ્રિસ્તી ઓળખ આપીને મિત્રતા કરી શારીરિક સંબંધ બાંધે છે.
બાદમાં તેની સાથે લગ્ન કરી તેના ધર્માંતરણનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે યુવતીના પિતાને પણ અનેક પ્રકારની ધાક ધમકીઓ આપતો હતો.
કરજણમાં ઈઝહારે વિડીયો વાઇરલ કરવાની ધમકીઓ આપી કર્યા બળાત્કાર
વડોદરાના કરજણમાં એક હિંદુ યુવતી સાથે તેને ફસાવીને તેના ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાના આરોપસર ઈઝહાર દીવાન નામના ઈસમ સામે FIR દાખલ થઇ હતી.
અહેવાલો મુજબ પહેલા તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતી પણ તેની વાતમાં આવી જઈને વિડીયો કોલ કરી ઈઝહારના કહેવા મુજબ કર્યું હતું, પરંતુ ત્યારે યુવકે તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા. જે બાદ તેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું.
મોઇન પઠાણે હિંદુ નામે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતી ફસાવી કર્યો બળાત્કાર
વડોદરામાં એક મુસ્લિમ યુવક મોઇન પઠાણે બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને હિંદુ સગીરાને ફસાવી દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો. મોઇન પઠાણે હિંદુ નામવાળું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. જે બાદ તાજેતરમાં તેના ઘરે બર્થડે પાર્ટી હોવાનું કહી લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આ મોઇન ખાન તે યુવતીના ઘરની નજીકના જ એક ગેરેજમાં કામ કરતો હતો અને તેણે એક કાવતરા સ્વરૂપે આ આખા ઘટનાક્રમને પર પાડ્યું હતું. મોઇન પઠાણ મૂળ બિહારનો વતની હોવાનું અને વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાની ઘટનાઓ
ડીસામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં હિંદુઓ રસ્તા પર ઉતર્યા
ડીસામાં એઝાઝ શેખ નામના એક ઈસમે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લાલચ આપી વશમાં કરી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેની માતા અને ભાઈનું બ્રેઈન વૉશ કરીને તેમનું પણ ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું. તેમજ યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં અરજી કરાવી તમામને અલગ રહેવા પણ લઇ ગયો હતો.
યુવતીના પિતાએ વિરોધ કરતાં એઝાઝે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે એઝાઝ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ આ બધામાં સંડોવાયેલો હતો.
જે બાદ સમગ્ર હિંદુ સમાજ રસ્તા પાર ઉતરી આવ્યો હતો અને આ બાબતે ન્યાયની માંગ કરી રહ્યો હતો. ઘટનાની ગંભીરતાને માપીને ગુજરાત સરકારે આ કેસ તાપસ માટે ગુજરાત ATSને સોંપ્યો હતો.
શોએબે હિંદુ સગીરાને ભગાડી લઇ જઈને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો
ડીસાથી જ લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં શોએબ સિંઘી નામના એક મુસ્લિમે પોતાનું નામ બદલીને એક હિંદુ સગીરાને ફસાવી હતી અને ભગાવી ગયો હતો.
ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બંનેને પકડી લીધાં હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેનું અપહરણ કરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પોલીસે સગીરાને પરિજનોને સોંપી આરોપી સામે આઇપીસી કલમ 363, 366, 376 (2) અને પોક્સોની કલમ (4) અને (6) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી લીધી હતી.
જૂનાગઢ પણ લવ જેહાદમાં બાકાત નથી
બિલખામાં બેવડો લવ જેહાદ
જૂનાગઢનાં બિલખા ગામમાં મુસ્લિમ દ્વારા કરાયેલ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ સમાજનો આડેધ વયનો સરાફત હસન કાદરી બિલખા ગામની 21 વર્ષીય હિંદુ યુવતીને ફોસલાવી ગયો હતો, અને આ જ સરાફત 10 વર્ષ પહેલા પણ એક હિંદુ યુવતી ભગાવી ગયો હતો જેનાથી તેને હાલ 6 વર્ષનું બાળક પણ છે.
ત્યારબાદ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે હિંદુ સંગઠનો સાથે મળીને SPને આવેદન આપ્યું હતું. જે બાદ ગામના લોકોએ સ્વયંભૂ ‘બિલખા બંધ’ પાળ્યો હતો. બંધ દરમિયાન ગામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
ડ્રાઈવર રાહત ખાને પોતાને હોટેલોનો માલિક બતાવી કર્યો લવ જેહાદ
જૂનાગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જૂનાગઢમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી માતા-પિતાને ઘેનની દવા ખાવામાં આપીને તેમના ATM અને ઘરના તમામ મોબાઈલ લઈને નાસી ગઈ હતી.
જૂનાગઢ પોલીસની તપાસમાં જે વિગતો બહાર આવી તે ખુબ આશ્ચર્યજનક હતી. 2017-18માં આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર યુપીના બરેલીમાં રહેતા રાહત એહમદ નફીસ અહેમદ ખાનના પરિચયમાં આવી હતી. ત્યારે તે યુવકે કહ્યું હતું કે તે દુબઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તથા તેના પિતા દુબઈમાં મોટા વ્યાપારી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે એક નો એક પુત્ર છે તથા તેમને પોતાની માલિકીના દુબઈમાં 2 મોલ અને 3 રેસ્ટોરન્ટ છે, ઉપરાંત ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં પણ ત્રણ હોટલ છે. રાહત અહેમદે યુવતીને ફસાવવા એમ પણ કહ્યું હતું કે તેની પાસે બીએમડબ્લ્યુ અને ઓડી સહિતની ગાડીઓ પણ છે.
પાછળથી જે સત્ય સામે આવ્યું એ મુજબ તેણે યુવતીને જેટલી પણ વાતો કરી હતી એ જૂઠ હતી. તે રાયબરેલીનો એક સામાન્ય ટેક્ષી ડ્રાઈવર હતો. તેના પિતા અપંગ અને માતા માનસિક બીમાર છે. તેનો નાનો ભાઈ રાયબરેલીમાં જ એક ગેરેજ ચલાવે છે. આમ, તેને તદ્દન જુઠ્ઠું બોલીને તે યુવતીને ફસાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીના માતા-પિતાને ઘેનની દવા પીવડાવવા માટે તે દવા રાહત અહેમદે જ યુવતીને પોસ્ટ દ્વારા મોકલાવી હતી. અને કઈ રીતે દવા આપવી, અને ઘરમાંથી કઈ રીતે બધાના મોબાઈલ અને ATM લઈને નીકળી જવું એ તમામ પ્લાન પણ રાહત અહેમદે જ બનાવીને યુવતીને સમજાવ્યો હતો.
નવસારીમાં પણ થયા હતા લવ જેહાદ
ગણદેવીમાં ઇન્સ્ટાગ્રામ પર ‘અશફાક શેખ’ હિન્દુ યુવતીને ફસાવવા બન્યો ‘જીગર’
દક્ષિણ ગુજરાતનાં ગણદેવી તાલુકાના એંઘલ ગામના માહ્યવંશી મોહલ્લામાં રહતી એક 24 વર્ષીય યુવતી છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ પર ‘જીગર’ નામના કોઈ યુવક સાથે વાત કરતી હતી. તે યુવકે તેની સાથે વાતો કરી કરીને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેને ભગાવી ગયો હતો.
આ અરજી બાદ વધુ શોધખોળ કરતાં જે હકીકત જાણવા મળી એ ખૂબ વ્યથિત કરનારી હતી. શોધખોળમાં સામે આવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ આઈડી ખરેખર એક ફેક આઈડી હતું, ‘જીગર’ નામનો કોઈ વ્યક્તિ જ ન હતો. આરોપીના પિતા સાથે વાત થતાં જાણવા મળ્યું કે આરોપીનું સાચું નામ અસફાક ઇબ્રાહિમ શેખ હતું. જે બાદ બધાને ખ્યાલ આવ્યો કે આ ‘અસફાક’ જ ઇન્સ્ટાગ્રામ પર ‘જીગર’ બનીને પીડિતા યુવતી સાથે વાત કરતો હતો.
દાહોદમાં પણ લવ જેહાદ
ગરબાડામાં સુફિયાન સત્તાર પટેલે હિંદુ યુવતી ભગાડી
ગરબાડા તાલુકામાં હિન્દુ યુવતીને લઈને મુસ્લિમ યુવક ભાગી જતા સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામમાં એક લઘુમતી કોમનો યુવક હિન્દુ યુવતીને લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બનાવને પગલે આરોપી સુફિયાન સત્તાર પટેલને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહેવા પામ્યો હતો.
તો આ હતી 2022માં હમણાં સુધી સામે આવેલ મુખ્ય લવ જેહાદની ઘટનાઓ. આખા વર્ષ દરમિયાન અમે, ઑપઇન્ડિયાએ, પૂરો પ્રયાસ કર્યો કે ગુજરાતના કોઈ પણ ખૂણાની કોઈ પણ આવી લવ જેહાદની ઘટના જે મુખ્ય પ્રવાહના સમાચાર આઉટલેટ જતી કરતા હોય છે તેને પણ આપની સામે લાવીએ, જેમાં મોટા ભાગે અમે સફળ રહ્યા છે.
તેમ છતાંય હજુ એવી ઘણી ઘટનાઓ હશે જે કોઈકને કોઈક કારણોસર બહાર આવી નથી અથવા ભવિષ્યમાં આવશે. પરંતુ જો માત્ર આટલી ઘટનાને પણ ધ્યાને લઈએ તો જોઈ શકાય છે કે ગુજરાતના દરેક ખૂણામાં લવ જેહાદનું વિષ ખુબ જ ફેલાયું છે. હિન્દૂ સંગઠનો પણ આ દુષણની ચિંતા કરી રહ્યા છે અને આશા કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દી પોતાનો લવ જેહાદ વિરોધી કાયદો ફરી લાગુ કરે જે હાલ કોર્ટમાં કાનૂની આંટાઘૂંટીમાં ફસાયેલો છે.