Tuesday, June 17, 2025
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં મોટો 'આતંકી હુમલો', મહિલાઓ બાળકો સમેત 38ના મોત- તમામ 'શિયા મુસ્લિમ':...

    પાકિસ્તાનમાં મોટો ‘આતંકી હુમલો’, મહિલાઓ બાળકો સમેત 38ના મોત- તમામ ‘શિયા મુસ્લિમ’: પહાડોની ટોચ પરથી ‘સુન્નીઓ’એ કર્યો વાહનો પર ગોળીઓનો વરસાદ

    આ પહેલા બુધવારે એક આત્મઘાતી હુમલામાં 12 જવાનોના મોત થયા હતા. તાજેતરના હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. હુમલાની આશંકા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પર લગાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં આવેલ (Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં (Khyber Pakhtunkhwa) ગુરુવાર (21 નવેમ્બર, 2024)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack) ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા હતા. હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ખૈબરના કુર્રમ વિસ્તારમાં થયો હતો. સામાન્ય લોકોને લઈ જતા વાહનોનો કાફલો આ વિસ્તારનું નિશાન બન્યો હતો.

    આ કાફલામાં મુસાફરોને લઈ જતી ઘણી વાન હતી. આના પર આતંકવાદીઓએ આસપાસની પહાડીઓમાંથી ગોળીઓ છોડી હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને સારવાર માટે પેશાવર અને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની નિંદા કરી છે.

    સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાથી પ્રભાવિત તમામ લોકો શિયા (Shia Muslim) સમુદાયના હતા, જ્યારે હુમલાખોર આતંકવાદીઓ સુન્ની મુસ્લિમ (Sunni Muslim) હતા. જો કે, આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. 24 કલાકમાં પાકિસ્તાનમાં આ બીજો મોટો હુમલો છે.

    - Advertisement -

    આ પહેલા બુધવારે (20 નવેમ્બર, 2024) એક આત્મઘાતી હુમલામાં 12 જવાનોના મોત થયા હતા. તાજેતરના હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. હુમલાની આશંકા તહરીક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) પાકિસ્તાન પર લગાવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં