ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગર (Muzaffarnagar) જિલ્લામાં મીરાપુર વિધાનસભા પેટાચૂંટણી માટે બુધવાર 20 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ પેટાચૂંટણીમાં મુસ્લિમ ટોળા દ્વારા મતદાનમાં અવરોધનો આક્ષેપ કરીને હિંસા આચરવામાં આવી હોવાના વિડીયો વાયરલ થયા હતા. જેમાંથી એક વિડીયો ઉઠાવીને સપા (SP) સુપ્રીમો અખિલેશ યાદવે (Akhilesh Yadav) ઉત્તર પ્રદેશ પોલીસ પર જ લોકોને ડરાવવાના આક્ષેપો લગાવી દીધા હતા. જે પછી પોલીસે સ્પષ્ટતા આપતાં અખિલેશનો એજન્ડા ખુલ્લો પડી ગયો હતો.
સપા સુપ્રીમો અખિલેશ યાદવે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક 28 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો. સાથે તેમણે લખ્યું કે, “ચૂંટણી પંચે મીરાપુરના કકરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના SHOને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે તે મતદારોને રિવોલ્વરની ધમકી આપીને મત આપવાથી રોકી રહ્યા છે.”
मीरापुर के ककरौली थाना क्षेत्र के SHO को चुनाव आयोग तुरंत निलंबित किया जाए, क्योंकि वो रिवॉल्वर से धमकाकर वोटर्स को वोट डालने से रोक रहे हैं। @ECISVEEP @SECUttarPradesh@rajivkumarec@spokespersonECI@ceoup#ECI#YouAreTheOne#IVoteForSure#UPPolitics#SamajwadiParty pic.twitter.com/WfiygzqO0t
— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024
હવે અહીં એ નોંધવું જોઈએ કે અખિલેશ યાદવે જે વિડીયો પોસ્ટ કર્યો તેમાં પોલીસ અધિકારી પિસ્તોલ લઈને દૂર ઉભા છે અને ત્યાં હાજર લોકોને ચેતવણી આપી રહ્યા છે. સામે કેટલીક મહિલાઓ ઉભી છે જે કંઈક ન કરવાનો વિશ્વાસ અપાવી રહી છે. મહત્વની વાત એ છે કે આ 28 સેકન્ડના વિડીયો પરથી અખિલેશ પોલીસ પર લોકોને ડરાવવાનો આરોપ લગાવે છે.
અડધો વિડીયો શૅર કરીને અખિલેશે ફેલાવ્યો પ્રોપેગેન્ડા
સોશિયલ મીડિયા પર અખિલેશનો વિડીયો જોયા બાદ વાસ્તવિકતા જાણતા લોકોએ સમગ્ર ઘટનાનો 1 મિનીટ અને 48 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ટોળું પોલીસકર્મીઓ પર બેફામ હુમલો કરી રહ્યું છે. વિડીયોમાં ઘણી મહિલાઓ ઘરની છત પર ઉભી છે. હુમલાથી બચવા માટે પોલીસકર્મીઓ દિવાલો પાછળ કવર લઈ રહ્યા છે. દોઢ મિનિટના વિડીયોના અંતે હાથમાં પિસ્તોલ સાથે એક પોલીસકર્મી બદમાશોને ભગાડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
भैया आप तो क्लिप कटुआ बन गए, पहले पूरा वीडियो डाला बाद में पता चला कि पत्थरबाजी साफ दिख रही है तो धीरे से वीडियो क्रॉप करके जितना प्रोपेगैंडा में फिट बैठ रहा था उतना वीडियो डाल दियाpic.twitter.com/4UhhQC52yn
— अजय प्रताप सिंह (Ajay) (@iAjaySengar) November 20, 2024
સોશિયલ મીડિયા પર અખિલેશે પોસ્ટ કરેલ અડધા વિડીયોને પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કહેવામાં આવી રહ્યો છે તથા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે અને વાસ્તવિક વિડીયોને શેર પણ કરી રહ્યા છે.
અખિલેશની આ પોસ્ટ પર UP પોલીસે પ્રેસનોટ જારી કરીને સ્પષ્ટતા આપી હતી. જે અનુસાર વિડીયોમાં દેખાતા પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ રાજીવ શર્મા છે. હાલમાં તેઓ કકરૌલીના SHO છે. મુઝફ્ફરનગર પોલીસે અખિલેશ યાદવના પોસ્ટને કાવતરું ગણાવ્યું છે. મુઝફ્ફરનગરના SSP IPS અભિષેક સિંહે કહ્યું કે, લાંબા વિડીયોના અધૂરા ભાગને સુનિયોજિત કાવતરાના ભાગરૂપે શેર કરવામાં આવી રહ્યો છે. હોબાળા દરમિયાન ઉપદ્રવીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને મહિલાઓને આગળ કરી દીધી હતી જે વિડીયોમાં જોઈ શકાય છે.
પોલીસ પ્રેસનોટ અનુસાર કકરૌલીમાં 2 પક્ષો વચ્ચે ઝઘડો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન પોલીસ પર જ પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારે પોલીસે હળવા બળપ્રયોગ દ્વારા લોકોને વિખેરી દીધા હતા. દરમિયાન SHO રાજીવ શર્માએ સ્થિતિ સામાન્ય કરવા માટે પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈને ધમકાવવામાં આવ્યા નહોતા.
ઑપઇન્ડિયા દ્વારા મેળવવામાં આવેલી માહિતી અનુસાર, મીરાપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન માત્ર પથ્થરમારો અને રસ્તા રોકો જેવી ગતિવિધિઓ જ નથી થઈ પરંતુ મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાનો પ્રયાસ પણ થયો હતો. વોટિંગ દરમિયાન મીરાપુર વિધાનસભાથી ઓવૈસીની પાર્ટી (AIMIM)ના ઉમેદવાર અરશદ રાણાના પુત્ર અબ્દુલ્લાએ મોબાઈલ ફોન સાથે બૂથમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે તેને રોક્યો તો તેણે મારપીટ શરૂ કરી દીધી. જોકે, અબ્દુલ્લાના હોબાળાની પોલીસ પર કોઈ અસર થઈ ન હતી. અંતે અબ્દુલ્લાને મોબાઈલ ફોન વગર બૂથ પર જવું પડ્યું.