Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં બાબરે તપનને રહેંસી નાખ્યો, પોલીસ કરી રહી છે કાર્યવાહી…પણ જમીયતને તેમાં...

    વડોદરામાં બાબરે તપનને રહેંસી નાખ્યો, પોલીસ કરી રહી છે કાર્યવાહી…પણ જમીયતને તેમાં દેખાયો ‘ભયનો માહોલ’: લઘુમતીઓની હેરાનગતિના આરોપ લગાવ્યા, પણ ન કરી હત્યાની ટીકા

    પત્રમાં કહેવામાં આવ્યું કે, તપન પરમાર નામના વ્યક્તિની બાબર પઠાણ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ વડોદરા શહેરમાં જે માહોલ સર્જાયો છે તેના કારણે લઘુમતી સમાજ ભયના ઓથાર તળે જીવી રહ્યો છે. 

    - Advertisement -

    વડોદરા (Vadodara) શહેરમાં તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની (Tapan Parmar) હત્યા કરી નાખવામાં આવી હતી, જે મામલે મુખ્ય આરોપી બાબરખાન પઠાણ અને અન્ય ઇસમોની ધરપકડ કરવામાં આવી અને હજુ પણ કાર્યવાહીનો દોર ચાલી જ રહ્યો છે. બીજી તરફ, અગાઉના કિસ્સાઓની જેમ આ કેસમાં પણ મુસ્લિમ સંગઠન જમીયત ઉલમા-એ-હિન્દને ‘લઘુમતીઓની હેરાનગતિ’ દેખાઈ છે. 

    જમીયતે તાજેતરમાં ગુજરાતના રાજ્ય પોલીસ વડા (DGP)ને એક પત્ર લખીને વડોદરા પોલીસ દ્વારા શહેરમાં મુસ્લિમોને કાર્યવાહીના નામે હેરાન કરવામાં આવતા હોવાનાં રોદણાં રડ્યાં છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ છે. 

    પત્રમાં કહેવામાં આવ્યું કે, તપન પરમાર નામના વ્યક્તિની બાબર પઠાણ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ વડોદરા શહેરમાં જે માહોલ સર્જાયો છે તેના કારણે લઘુમતી સમાજ ભયના ઓથાર તળે જીવી રહ્યો છે. 

    - Advertisement -

    જમીયતનો આરોપ છે કે, કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લઘુમતી સમુઆદાયના લોકોના ઘરે કોમ્બિંગના નામે પોલીસ દ્વારા લોકોનાં ઘરોમાં ઘૂસીને નુકસાન પહોંચાડવામાં આવે છે અને ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. 

    જમીયત ઉલમા-એ-હિન્દનો પત્ર

    આગળ પત્રમાં ‘કોમ્બિંગના નામે લઘુમતી સમુદાયના લોકોને હેરાનગતિ’ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પત્ર પર 19 નવેમ્બર, 2024ની તારીખ છે અને હસ્તાક્ષર નિહાર અહેમદ અન્સારીના કરવામાં આવ્યા છે, જેઓ જમીયત ગુજરાતના જનરલ સેક્રેટરી હોવાનું લખ્યું છે. 

    પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે, જમીયત એક સામાજિક સંસ્થા છે અને કોઈ પણ જાતના ધર્મ, જાતિના ભેદભાવ વગર નિઃસ્વાર્થ સેવા આપે છે!

    અહીં નોંધવું રહ્યું કે તપન પરમારની હત્યાની ટીકા કે પછી તેની ઉપર ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હોય તેવું એક પણ વાક્ય આ પત્રમાં લખવામાં આવ્યું નથી. ક્યાંય પણ બાબર પઠાણને કે તેની સાથે સંડોવાયેલા અન્ય ઇસમોને પકડીને સજા કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી નથી. જ્યારે ધર્મ અને જાતિના ભેદભાવ વગર કામ કરતી સંસ્થાઓ સામાન્ય રીતે આવું કરતી હોય છે. 

    બીજી તરફ, વડોદરા પોલીસે કાર્યવાહી દરમિયાન મુસ્લિમોની પ્રતાડના કરી હોય કે કોમ્બિંગના નામે તેમનાં ઘરોને નુકસાન પહોંચાડ્યું હોય તેવી પણ કોઈ બાબત સામે આવી નથી. આ મામલે વધુ માહિતી મેળવવા માટે વડોદરા પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે. 

    ગત સોમવારે (18 નવેમ્બર) વડોદરાની સયાજી હોસ્પિટલના પરિસરમાં તપન પરમારની હત્યા કરી નાખવામાં આવી હતી. પીડિતના પિતાની ફરિયાદ અનુસાર, હત્યા પોલીસની હાજરીમાં થઈ હતી. તપન અને તેનો મિત્ર તેમના મિત્રના ખબરઅંતર જાણવા માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં બાબર ખાન પઠાણે આવીને બબાલ કર્યા બાદ ચાકુ મારી દીધું હતું અને હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

    વધુ જાણકારી અનુસાર, તપન અને તેનો મિત્ર જેને મળવા માટે ગયા હતા તેની બાબર સાથે જ બબાલ થઈ હતી, જેમાં બાબરે તેને ચાકુ મારી દીધું હતું. પોલીસ પછીથી બાબરને તે જ હોસ્પિટલમાં લાવી હતી, જ્યાં તેણે તપનની પણ હત્યા કરી નાખી હતી. આ મામલે પછીથી અનેક ધરપકડ કરવામાં આવી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં