Thursday, December 5, 2024
More
    હોમપેજગુજરાતકુખ્યાત બાબર પઠાણે પોલીસની હાજરીમાં છરીના ઘા ઝીંકીને કરી ભાજપના પૂર્વ કોર્પોરેટરનના...

    કુખ્યાત બાબર પઠાણે પોલીસની હાજરીમાં છરીના ઘા ઝીંકીને કરી ભાજપના પૂર્વ કોર્પોરેટરનના પુત્રની હત્યા: વડોદરાની ઘટના, મૃતકના માતાએ કહ્યું- આરોપીને ફાંસી આપો કાં અમને સોંપો

    ઘટના બાદ મૃતક તપન પરમારના માતાએ જણાવ્યું હતું કે, "બે મહિના પછી મારા દીકરાના લગ્ન લેવાના હતા. મારા દીકરાના દીકરાને રમાડવાના મારા ઓરતા અધૂરા રહી ગયા છે. અમારી સામે જ બાબર પઠાણને ફાંસી આપી દો કાં તો પછી આરોપી અમને સોંપી દો."

    - Advertisement -

    વડોદરામાં (Vadodara) ભાજપના પૂર્વ કોર્પોરેટર (Former corporator of BJP) રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) કમ્પાઉન્ડમાં હત્યા (Murder) કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ આવેલા રમેશ પરમારના પુત્ર પર કુખ્યાત બાબર પઠાણ (Babar Pathan) નામના શખ્સે છરા વડે હુમલો કરી દીધો હતો. જે બાદ પીડિત યુવક મૃત્યુ પામ્યો હતો. ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળાં એકઠા થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલ પણ ઘટનાને લઈને હોસ્પિટલમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

    આ સમગ્ર ઘટના રવિવારે (17 નવેમ્બર) રાત્રે બનવા પામી હતી. ઘટના બાદ 18 નવેમ્બરના રોજ સવારના અરસામાં મૃતક યુવક તપન પરમારના પરિવારજનો સહિતના મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશનની સામે જ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. સ્થાનિક લોકો પોલીસ સ્ટેશનના દરવાજા પર જ બેસી ગયા હતા અને ન્યાયની માંગણી કરવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની સાથે મૃતક તપન પરમારના માતા પણ પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા.

    છરાના ઘા ઝીંકીને બાબર પઠાણે લીધો યુવકનો જીવ

    ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં રવિવારે (17 નવેમ્બર) રાત્રે કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં તેમના મહોલ્લામાં રહેતા વિક્રમ અને ભયલુ નામના બે યુવાનોને ઇજા પહોંચી હતી. બાબર પઠાણ નામના યુવાન સાથે ઝઘડો થયો હતો, જે બાદ તે યુવાને તેના સાગરીતો સાથે મળીને વિક્રમ અને ભયલુ પર છરા ઝીંકી દીધા હતા. જેથી મોટી સંખ્યા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ તરત જ બંને યુવકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ અને તેમનો પુત્ર તપન પરમાર પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

    - Advertisement -

    ત્યારબાદ રમેશ પરમારે તેમના પુત્ર તપનને ત્યાં મદદ માટે રહેવા કહ્યું હતું અને તેઓ પોતાના ઘર માટે રવાના થયા હતા. રમેશ પરમારે જણાવ્યું કે, “હું ઘરે જઈને હજુ પાણી જ પી રહ્યો હતો અને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે, તમે જલ્દી આવી જાઓ. જોકે, હોસ્પિટલ પહોંચું તે પહેલાં જ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો. બાબર પઠાણ નામનો અસામાજિક તત્વ છે, તેની સામે અનેક ગુના નોંધાયેલા છે. મારા દીકરાની કોઈની સાથે દુશ્મનાવટ નહોતી.” આ સાથે જ મૃતક તપનના મિત્રએ જણાવ્યું છે કે, “વિક્રમ અને ભયલુને હોસ્પિટલમાં લાવ્યા બાદ બાબરને પણ પોલીસ પ્રોટેક્શનમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની હતી.”

    ‘બાબરને ફાંસી આપો’- મૃતકના માતા

    ઘટના બાદ મૃતક તપન પરમારના માતા વીણાબેન પરમારે જણાવ્યું હતું કે, “બે મહિના પછી મારા દીકરાના લગ્ન લેવાના હતા. મારા દીકરાના દીકરાને રમાડવાના મારા ઓરતા અધૂરા રહી ગયા છે. અમારી સામે જ બાબર પઠાણને ફાંસી આપી દો કાં તો પછી આરોપી અમને સોંપી દો.” હાલ ઘટનાને પગલે આખી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પણ પોલીસ આ ઘટનાને લઈને તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    નોંધવા જેવું છે કે, કુખ્યાત આરોપી બાબર પઠાણ વિરુદ્ધ પહેલાં પણ અનેક ગુનાઓ નોંધાયા હતા. તે સિવાય એ પણ જાણવા મળી રહ્યું છે કે, બાબરને પાસા (PASA) હેઠળ જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે કડક તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં