Wednesday, September 18, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ શ્રમજીવી પરિવારની દીકરીને લઈને ભાગ્યો હતો શાહનવાઝ, મુંબઈમાં મિત્રના ઘરે યુવતીને...

    હિંદુ શ્રમજીવી પરિવારની દીકરીને લઈને ભાગ્યો હતો શાહનવાઝ, મુંબઈમાં મિત્રના ઘરે યુવતીને પત્ની ગણાવીને સંતાયો હતો: સુરત પોલીસે બંનેને શોધી કાઢ્યા

    તપાસ બાદ ખુલાસો થયો કે તે યુવતી જયારે ગાયબ થઇ હતી ત્યારે ખરેખર તો આ શાહનવાઝ નામના યુવકે જે તેને ત્યાંથી ભગાવી હતી. બાદમાં તે તેને પોતાની સાથે બાઈક પર લઈને મુંબઈ પહોંચ્યો હતો.

    - Advertisement -

    સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવાન એક હિંદુ શ્રમજીવી પરિવારની યુવતીને ફોસલાવીને પોતાની સાથે ભગાવી જાય છે. પોલીસ તપાસને અંતે બંને મુંબઈથી મળી આવે છે.

    અહેવાલો અનુસાર થોડા દિવસ પહેલાં જ સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક યુવતીના ગુમ થવાની ફરિયાદ પોલીસને મળી હતી. શ્રમજીવી પરિવારની આ યુવતી ગુમ થઇ છે તેવી ફરિયાદ તેના પરિવારે જ નોંધાવી હતી. તે વખતે પરિવારે હાલમાં આસપાસ બની રહેલ ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસને આ બાબતે સઘન તપાસ કરવા વિનંતી કરી હતી. જે બાદ પોલીસે પોતાના ચક્રો આ દિશામાં ગતિમાન કર્યા હતા.

    આખરે પોલીસને મુંબઈ ખાતેના એક સોર્સ પાસેથી થોડી વિશ્વાસપાત્ર માહિતી મળતા ગોડાદરા પોલીસ સ્ટેશનના થોડા અધિકારીઓ પૂરી તૈયારીઓ સાથે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જે જગ્યા પરથી બાતમી મળી હતી ત્યાં 50 જેટલા ઘરની તપાસ કર્યા બાદ આ યુવક યુવતીને શોધી કાઢ્યા હતા અને તેમની અટકાયત કરીને તેમને પોતાની સાથે ગોડાદરા લઇ આવી હતી.

    - Advertisement -

    તપાસમાં શું આવ્યું સામે?

    તપાસ બાદ ખુલાસો થયો કે તે યુવતી જ્યારે ગાયબ થઇ હતી ત્યારે ખરેખર તો આ શાહનવાઝ નામના યુવકે જ તેને ત્યાંથી ભગાવી હતી. બાદમાં તે તેને પોતાની સાથે બાઈક પર લઈને મુંબઈ પહોંચ્યો હતો.

    મુંબઈ પોતાના મિત્રના ત્યાં પહોંચીને તેણે આ યુવતીને પોતાની પત્ની તરીકે રજૂ કરી હતી અને થોડા દિવસ તેમના ઘરે રહેવા દેવા માટે વિનંતી કરી હતી. જે બાદ તેના મિત્રે તે બંનેને પોતાના ઘરે આશરો આપ્યો હતો.

    પોલીસ જયારે તેમના વિસ્તારમાં તપાસમાં પહોંચી ત્યારે આ પરિવારે તેમને છુપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ આખરે પોલીસના હથ્થે ચડી ગયા હતા. હાલ પોલીસ બંનેને પોતાની સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન લઇ આવી છે અને આ વિષયની આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.

    નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં લવ જેહાદના અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને ભગાવીને બાદમાં તેમને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરતા હોય છે. હવે જોવાનું એ રહે છે કે આ કિસ્સામાં પોલીસ તપાસ બાદ વધુ શું ખુલાસાઓ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં