Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમસુરતના કતારગામમાં લવ જેહાદ મામલે પીડિત પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી...

    સુરતના કતારગામમાં લવ જેહાદ મામલે પીડિત પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત, કડક પગલાં લેવા માંગ: ટૂંકા ગાળામાં ત્રીજો કિસ્સો

    પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું એ મુજબ તેમની દીકરી રેગ્યુલર બસમાં અવાર જવર કરતી તે દરમિયાન આ મુસ્લિમ કન્ડકટરે તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં યુવતીને ફોસલાવીને પ્રેમનું નાટક કર્યું હતું.

    - Advertisement -

    સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાઓમાં ઘણા લવ જેહાદના કિસાનો સામે આવ્યા છે. જેમાં મુસ્લિમ સમાજના છોકરાઓ હિન્દૂ સમાજની યુવતીઓને ભોળવીને ભગાડી જતા હોય છે. તાજેતરમાં જ આવો વધુ એક કિસ્સો બહાર આવતા પીડિત પરિવાર હિન્દૂ સંગઠનના સભ્યો સાથે મજુરા ખાતેના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયે પહોંચ્યા હતા.

    અહેવાલ અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં એક હિન્દૂ પરિવારની 22 વર્ષની યુવતીને એક મુસ્લિમ સમાજનો યુવક, જે વ્યવસાયે બસ કંડકટર છે, ભગાડી ગયો હતો. દીકરી ઘરે પરત ન આવતા જયારે પરિવારને લવ જેહાદની શંકા ગઈ તો તેમણે પોલીસ ફરિયાદ નોંધવા ઉપરાંત સ્થાનિક હિન્દૂ સંગઠનોનો સંપર્ક કર્યો હતો.

    પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું એ મુજબ તેમની દીકરી રેગ્યુલર બસમાં અવાર જવર કરતી તે દરમિયાન આ મુસ્લિમ કન્ડકટરે તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં યુવતીને ફોસલાવીને પ્રેમનું નાટક કર્યું હતું.

    - Advertisement -

    મીડિયા સાથે વાતચીત દરમિયાન પીડિત પરિવાર સાથે આવેલ હિન્દૂ સંગઠનના એક વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું કે, “આવા કેસ હમણાં વધી રહ્યા છે. તાજેતરમાં જ કતારગામથી 3 હિન્દૂ દીકરીઓને મુસ્લિમ યુવકો ભગાડીને લઇ ગયા છે. તે યુવકો અસામાજિક તત્વો જેવા જ હોય છે. તેમને કોઈ કામ ધંધો હોતો નથી. બસ હિન્દૂ દીકરીઓને ભગાડીને વેચી નાખવી એ જ તેમનું કામ હોય છે.”

    આગળ તેમણે કહ્યું કે, “આગળ શ્રદ્ધાનો કેસ પણ બન્યો હતો જેમાં આફતાબે તેના 36 ટુકડાઓ કરી દીધા હતા. માટે અમે ગૃહમંત્રીને રજુઆત કરવા આવ્યા હતા કે આ કેસમાં લવ જેહાદની જૂની નવી કલમો લગાવીને ઝડપી ન્યાય અપાવે.”

    સુરતમાં વધ્યા છે લવ જેહાદના કિસ્સા

    નોંધનીય છે કે છેલ્લા ખાસા સમયથી ગુજરાતના દરેક શહેરોની જેમ સુરતમાં પણ લવ જેહાદના કિસ્સાઓમાં ખાસો વધારો થયો છે. ગત મહિને જ એક સાથે 3 હિન્દૂ યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવાન પકડાયો હતો.

    વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ પહેલાં હિંદુ યુવતીઓને ફસાવનાર જીતુ શેખનું સ્ટિંગ કર્યું હતું અને ત્યારબાદ કોલેજના કેમ્પસમાં જ તેને માર મારવામાં આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, મુસ્લિમ યુવક કેટલીક હિંદુ યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. ત્યારબાદ વિહિપના કાર્યકર્તાઓએ તેનું સ્ટિંગ કર્યું હતું, જેમાં આ વાત સાચી હોવાનું જાણવા મળતાં સંગઠનના કાર્યકર્તાઓ કોલેજમાં ગયા હતા.

    સામે આવેલા સ્ટિંગ વિડીયોમાં આરોપી હિંદુ યુવતીઓ સાથે સબંધો હોવાની કબૂલાત કરતો જોવા મળ્યો હતો. વિડીયોમાં તે 3 હિંદુ યુવતીઓ વિશે જણાવીને તેમનાં નામો પણ જણાવે છે. તેમને તે OYOમાં લઇ ગયો હોવાની અને ત્યાં તેમના આપત્તિજનક ફોટા લીધા હોવાની પણ તેણે વાત કહી છે.

    આમ આવા દુષ્કૃત્યો વધી રહ્યા હોવાથી હિન્દૂ સમાજમાં ગુસ્સાની લાગણી પણ પ્રસરી છે અને હવે તેઓ આવા કિસ્સાઓમાં કડકમાં કડક કાર્યવાહીની વકાલત કરતા નજરે પડી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં