Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ત્રણ હિંદુ યુવતીઓને ફસાવનાર જીતુ શેખને VHP કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો, અન્ય...

  સુરત: ત્રણ હિંદુ યુવતીઓને ફસાવનાર જીતુ શેખને VHP કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો, અન્ય પણ ઘણી યુવતીઓ ફસાઈ હોવાની આશંકા- ગ્રાઉન્ડ રિપોર્ટ

  વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ પહેલાં હિંદુ યુવતીઓને ફસાવનાર જીતુ શેખનું સ્ટિંગ કર્યું હતું અને ત્યારબાદ કોલેજના કેમ્પસમાં જ તેને માર મારવામાં આવ્યો હતો.

  - Advertisement -

  તાજેતરમાં સુરતની મહાવીર કોલેજમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ લવ જેહાદના આરોપીને રંગેહાથ ઝડપ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ જીતુ શેખ નામના મુસ્લિમ યુવકનો પોતે લવ જેહાદ આચરતો હોવાની કબૂલાત કરતો હોવાનો વિડીયો પણ ઘણો વાયરલ થયો છે. આ બાબતે ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ પરથી જાણકારી મેળવવાના પ્રયાસ કરતાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં સુરતની મહાવીર કોલેજમાં 3 હિંદુ યુવતીઓને ફસાવવાની કબૂલાત કરનાર જીતુ શેખ માત્ર એક મહોરું હોવાની અને અનેક હિંદુ યુવતીઓ લવ જેહાદની જાળમાં ફસાઈ હોવાની આશંકા હિંદુ સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

  વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ પહેલાં હિંદુ યુવતીઓને ફસાવનાર જીતુ શેખનું સ્ટિંગ કર્યું હતું અને ત્યારબાદ કોલેજના કેમ્પસમાં જ તેને માર મારવામાં આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, મુસ્લિમ યુવક કેટલીક હિંદુ યુવતીને બ્લેકમેલ કરી રહ્યો છે. ત્યારબાદ વિહિપના કાર્યકર્તાઓએ તેનું સ્ટિંગ કર્યું હતું, જેમાં આ વાત સાચી હોવાનું જાણવા મળતાં સંગઠનના કાર્યકર્તાઓ કોલેજમાં ગયા હતા.

  સામે આવેલા સ્ટિંગ વિડીયોમાં આરોપી હિંદુ યુવતીઓ સાથે સબંધો હોવાની કબૂલાત કરતો જોવા મળે છે. વિડીયોમાં તે 3 હિંદુ યુવતીઓ વિશે જણાવીને તેમનાં નામો પણ જણાવે છે. તેમને તે OYOમાં લઇ ગયો હોવાની અને ત્યાં તેમના આપત્તિજનક ફોટા લીધા હોવાની પણ તેણે વાત કહી છે.

  - Advertisement -

  પ્રાપ્ત જાણકારી અનુસાર, ખોટું નામ રાખીને યુવતીને ફસાવ્યા બાદ જીતુ શેખે તેના આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. જયારે યુવતીએ યુવકને લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે યુવતીના ફોટા અને વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકીઓ આપી હતી. યુવતીના પરિવારને આ બાબતની જાણ થયા બાદ તેના પિતાએ યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં મુસ્લિમ યુવકે તેમને ધાક-ધમકીઓ આપીને ઉઠાવી લેવાની પણ ધમકી આપી હતી.

  આ બાબતની જાણ વિશ્વ હિંદુ પરિષદને થતાં સંગઠનના કાર્યકર્તાઓએ યુવકનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા ત્યારે તેમને પણ તેણે ધમકીઓ આપી હતી.

  ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદે યુવતીના પિતાને સાથે રાખીને આરોપી પર નજર રાખતાં ઘટના સાચી હોવાનું જણાયું હતું. જે પછી હિંદુ સંગઠનોને મામલો વધુ ગભીર જણાતા તેમણે સતત જીતુ શેખ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં જીતુએ અન્ય હિંદુ યુવતીઓને પણ આ રીતે જ લવ જેહાદમાં ફસાવીને તેમને અલગ અલગ હોટલોમાં લઇ જઈ આપત્તિજનક ફોટા અને વિડીયો બનાવ્યા હોવાની વાત સામે આવી હતી. જે પછી હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ જીતુ શેખને ઝડપીને તેની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે 3 હિંદુ યુવતીઓને ફસાવી હોવાની વાત કબૂલ કરી હતી.

  ઘણી હિંદુ યુવતીઓ સાથે લવજેહાદ આચરાયો હોવાની આશંકા

  વિશ્વ હિંદુ પરિષદે ત્યારબાદ તમામ ત્રણ યુવતીઓના પરિવાર સાથે મુલાકાત કરી યુવતીઓને સોંપી હતી. બીજી તરફ, અન્ય પણ ઘણી યુવતીઓ આવી જાળમાં ફસાઈ હોવાની સંગઠનોને આશંકા છે. બીજી તરફ, જીતુ શેખ પાછળ કોઈ પીઠબળ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સંગઠનોએ જણાવ્યું છે કે હાલ આવી કોઈ માહિતી નથી પરંતુ તે દિશામાં ઊંડી તપાસ કરવામાં આવશે અને વધુ માહિતી મેળવવામાં આવશે.

  આ અંગે સ્થાનિક સૂત્રોએ જાણકારી આપતાં કહ્યું કે, હિંદુ યુવતીઓને ફસાવવાની કબુલાત કરનાર જીતુ શેખ માત્ર એક મહોરું હોવા સાથે હિંદુ સંગઠનોને આશંકા છે કે મહાવીર કોલેજની અન્ય પણ ઘણી હિંદુ યુવતીઓ આ લવજેહાદની જાળમાં ફસાઈ હોય શકે. જેમાં જીતુ શેખ સિવાય પણ અન્ય મુસ્લિમ યુવકો સામેલ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

  સુરત બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદે અગામી સમયમાં આવી કોઈ ઘટના ફરી ન ઘટે તે માટે સુરતની શાળા કોલેજોમાં લવ જેહાદ સામે જાગૃતિ અભિયાન પણ ચલાવવાની તૈયારી દર્શાવી છે, જેમાં સાહિત્યો અને પત્રિકાઓ દ્વારા શાળા કોલેજોમાં ભણતી હિંદુ વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

  જે મહાવીર કોલેજમાં આ ઘટના ઘટી હતી તેના પ્રસાશનને પણ હિંદુ સંગઠનોએ સાચી વાસ્તવિકતાથી માહિતગાર કર્યા હતા. બીજી તરફ યુવતીની બદનામી ન થાય તે માટે પીડિત પરિવારે હાલ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં