Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવસારીના ગણદેવીમાં લવ જેહાદ: ઇન્સ્ટાગ્રામ પર 'અશફાક શેખ' હિન્દુ યુવતીને ફસાવવા બન્યો...

    નવસારીના ગણદેવીમાં લવ જેહાદ: ઇન્સ્ટાગ્રામ પર ‘અશફાક શેખ’ હિન્દુ યુવતીને ફસાવવા બન્યો ‘જીગર’, હિન્દુ તરીકે ઓળખ આપી યુવતીને ફસાવીને ભગાવી ગયો

    સત્ય હકીકતની જાણ થયા બાદ પીડિતાના ભાઈએ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ પોતાની બહેન સાથે થયેલ લવ જેહાદનો કિસ્સો વર્ણવીને યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં હાલ એક પછી એક લવ જેહાદના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવો જ એક તાજો લવ જેહાદના કિસ્સો સામે આવ્યો છે નવસારીના ગણદેવી તાલુકાનાં એંઘલ ગામ ખાતે.

    સ્થાનિક સોર્સ સાથે વાત કર્યા મુજબ માહિતી એવી છે કે દક્ષિણ ગુજરાતનાં ગણદેવી તાલુકાના એંઘલ ગામના માહ્યવંશી મોહલ્લામાં રહતી એક 24 વર્ષીય યુવતી છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ પર ‘જીગર’ નામના કોઈ યુવક સાથે વાત કરી રહેલ હતી. તે યુવકે તેની સાથે વાતો કરી કરીને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ઇન્સ્ટાગ્રામથી મિત્રતા આગળ વધતાં તેમણે એકબીજાને મોબાઈલ નંબર આપીને ફોન પર પણ વાતો શરૂ કરી હતી.

    જે બાદ 21 જૂનના રોજ આ યુવતીને એ ઇન્સ્ટાગ્રામ વાળા ‘જીગર’ નો બપોરના 3 વાગ્યા આસપાસ કોલ આવતા તે પોણા ઘરેથી નીકળી ગઈ હતી. મોડી રાત સુધી યુવતી પોતાના ઘરે પાછી ના આવતા ઘરવાળાઓને ચિંતા થતાં તેઓએ શોધખોળ કરતાં જાણ થઈ કે યુવતી એ જીગર સાથે ભાગી ગઈ છે. બાદમાં યુવતીના ભાઈએ આ વિષયમાં ગણદેવી પોલીસ મથક ખાતે અરજી પણ આપી હતી.

    - Advertisement -
    અસફાક હિન્દુ નામ જીગર વાળી ઇન્સ્ટાગ્રામ આઈડી વાપરતો હતો

    આ અરજી બાદ વધુ શોધખોળ કરતાં જે હકીકત જાણવા મળી એ ખૂબ વ્યથિત કરનારી હતી. શોધખોળમાં સામે આવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ આઈડી ખરેખર એક ફેક આઈડી હતું, ‘જીગર’ નામનું કોઈ વ્યક્તિ જ નહોતું આ કેસમાં. આરોપીના પિતા સાથે વાત થતાં જાણવા મળ્યું કે આરોપીનું સાચું નામ આસફાક ઇબ્રાહિમ શેખ હતું. જે બાદ બધાને ખ્યાલ આવ્યો કે આ ‘અસફાક’ જ ઇન્સ્ટાગ્રામ પર ‘જીગર’ બનીને પીડિતા યુવતી સાથે વાત કરતો હતો.

    સત્ય હકીકતની જાણ થયા બાદ પીડિતાના ભાઈએ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ પોતાની બહેન સાથે થયેલ લવ જેહાદનો કિસ્સો વર્ણવીને યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરી હતી.

    પીડિતાના ભાઈએ કરી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી (ફોટો: સ્થાનિક સોર્સ)

    ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં પીડિતાના બનેવીએ જણાવ્યુ કે, ‘ગણદેવી પોલીસ મથકમાં 21 જૂનના દિવસે અરજી કર્યા બાદ પણ હજુ સુધી અમારી દીકરીની કોઈ ભાળ ન મળતા અમારે નાછૂટકે નવસારી પોલીસ અધિક્ષકને અરજી કરવાની ફરજ પડી હતી.’

    “મારા સાળીના હમણાં જ લગ્ન થયા હતા અને એક મુસ્લિમ યુવક પોતાની સાચી ઓળખ છુપાવીને હિન્દુ નામ સાથે તેને ફોસલાવીને લઈ ગયો એટ્લે આ એક લવ જેહાદનો જ કેસ છે એટ્લે આમાં એ જ રીતે કાર્યવાહી થવી જોઈએ.” પીડિતાના બનેવીએ ઑપઇન્ડિયાને જણાવ્યુ.

    નોંધનીય વાત છે કે હમણાથી ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થયો છે. પાછલા અઠવાડિયે જ જુનાગઢ જિલ્લાના બિલખા ગામમાં એક બેવડા લવ જેહાદનો કિસ્સો નોંધાયો હતો, જેમાં પહેલાથી એક હિન્દુ યુવતીને ભગાવીને લગ્ન કરનાર સરાફત હસન કાદરી નામનો આરોપી બીજી એક હિન્દુ યુવતીને લઈને ભાગી ગયો છે તેવી જાણકારી મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં