Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢનાં બિલખામાં બેવડો લવ જેહાદ: સરાફત કાદરી બીજી વાર એક હિન્દુ યુવતીને...

  જૂનાગઢનાં બિલખામાં બેવડો લવ જેહાદ: સરાફત કાદરી બીજી વાર એક હિન્દુ યુવતીને ભગાવી જતાં સ્થાનિકોમાં આક્રોશ, ગામ રહ્યું સજ્જડ બંધ

  સતત વધતી જતા લવજિહાદની ઘટનાઓના કારણે જ ગુજરાત સરકારે છોડા સમય પુર્વે તેના વિરુદ્ધમાં કાયદો ઘડ્યો હતો.

  - Advertisement -

  જૂનાગઢનાં બિલખા ગામમાં મુસ્લિમ દ્વારા કરાયેલ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ સમાજનો આડેધ વયનો સરાફત બિલખા ગામની 21 વર્ષીય હિન્દુ યુવતીને ફોસલાવી ગયો હતો, અને આ જ સરાફત 10 વર્ષ પહેલા પણ એક હિન્દુ યુવતી ભગાવી ગયો હતો જેનાથી તેને હાલ 6 વર્ષનું બાળક પણ છે.

  મળતી માહિતી મુજબ આરોપી જેનું પૂરું નામ સરાફત હસન કાદરી છે જે આજથી 10 વર્ષ પહેલા એક હિન્દુ યુવતીને ભગાવી ગયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા, તે જ કાદરી 22 તારીખે ફરીથી પોતાના કરતાં અડધા ઉમરની 21 વર્ષીય હિન્દુ યુવતીને ફોસલાવીને ભગાવી ગયો હતો.

  ત્યારબાદ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે હિન્દુ સંગઠનો સાથે મળીને SPને આવેદન આપ્યું હતું. ગઈ કાલે ગામના લોકોએ સ્વયંભૂ ‘બિલખા બંધ’ પાળ્યો હતો. બંધ દરમિયાન ગામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

  - Advertisement -

  ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જુનાગઢ જિલ્લાના હિન્દુ જાગરણ મંચના ઉચ્ચ અધિકારી જણાવ્યુ હતું કે, “આ સરાફત હસન કાદરી હિન્દુ યુવતીઓને ફોસલાવીને ભગાવી જવાવાળો રીઢો ગુનેગાર છે. આ પહેલા પણ તે એક હિન્દુ દીકરીને ભગાવી ગયો હતો જેની સાથે તેણે બળજબરીથી લગ્ન કર્યા હોવાનું પણ અમારે ધ્યાને આવેલ છે. હવે એ ફરી એક બીજી હિન્દુ દીકરીણે ભગાવી ગયો છે.”

  “અમે ગામના સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈને વીએચપી, બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનો વતી એસપીએ આવેદન આપ્યું હતું પરંતુ હજુ સુધી આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી.” અધિકારી આગળ જણાવ્યુ હતું.

  હિન્દુ દીકરીને ભોળવીને ભગાવી જનાર આરોપી સરાફત હસન કાદરી (ફોટો: સોર્સ દ્વારા)

  “આ જ સરાફત આજથી 10 વર્ષ પહેલા પણ એક હિન્દુ દીકરીને ભગાવી ગયો હતો. અમને માહિતી માલિક છે કે તેણે તે દીકરીનું બળજબરીથી ધર્મ પરીવર્તન કરીને લગન કર્યા હતા. અમે આ વાત કન્ફર્મ કરી રહ્યા છીએ હાલ. અને બાદમાં આ વિષયને લઈને પણ અમે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કારવીશું.” અધિકારીએ જોડ્યુ.

  હિન્દુ જાગરણ મંચના અધિકારી આગળ ચીમકી આપતા જણાવ્યુ હતું કે, જો જલ્દીમાં જલ્દી તે આરોપી પકડમાં નહીં આવે અને હિન્દુ દીકરી તેના ઘરે સુરક્ષિત રીતે પાછી નહીં આવે તો બધા હિન્દુ સંગઠનો ભેગા થઈને ‘જુનાગઢ બંધ’ નું આહ્વાન કરી શકે છે તેમ જ ઉગ્ર આંદોલન પણ કરી શકે છે.

  ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં પીડિતાના પિતાએ જણાવ્યુ હતું કે, તેમને કોઈ પણ ભોગે એમની દીકરી પાછી જોઈએ છે. ઑપઇન્ડિયાની સાથે વાત કરવા દરમિયાન પીડિતાના પિતા ખૂબ ભાવુક થઈ ગયા હતા.

  નોંધનીય છે કે આ લવ જેહાદનો કિસ્સો પહેલો નથી, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતાં જાય છે અને આરોપીઓમાં કોઈનો ડર જોવા નથી મળી રહ્યો. આ કિસ્સામાં પણ જો હિન્દુ દીકરી વહેલી તકે પોતાના ઘરે પરત ન ફરે તો ભવિષ્યમાં આંદોલન થવાની શક્યતાઓ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં