Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનડિયાદ લવ-જેહાદ કેસ : હિંદુ યુવતીને લઈને કોઈ પણ આધાર-પુરાવા વગર મોટેલમાં...

    નડિયાદ લવ-જેહાદ કેસ : હિંદુ યુવતીને લઈને કોઈ પણ આધાર-પુરાવા વગર મોટેલમાં રોકાયો હતો યાસરખાન, સંચાલક સામે ગુનો નોંધાયો

    નડીયાદમાં પ્રકાશમાં આવેલા લવ જેહાદના કિસ્સામાં યાસર ખાન પઠાણ નામની વ્યક્તિએ એક હિંદુ યુવતિને દુબઈ મોકલી તેની પાસે દેહવ્યાપાર કરાવ્યો હતો અને બાદમાં તેની સાથે સતત દુષ્કર્મ પણ આચર્યું હતું.

    - Advertisement -

    ખેડા જિલ્લાના નડિયાદ લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ પકડાયા બાદ આરોપી પીડિત મહિલાને લઈને જે હોટેલમાં રોકાયો હતો તેના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટેલમાં મુખ્ય આરોપી હિંદુ યુવતીને લઇ કોઈ પણ આધાર પુરાવા આપ્યા વગર રોકાયેલો હોવાનું સામે આવતા પોલીસે મોટલના સંચાલક દિનેશ પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસો પહેલાં નડિયાદ શહેરમાંથી એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક નાસરખાન પઠાણે પ્રેમજાળમાં ફસાવીને વિદેશ જવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો ખુલી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને મુસ્લિમ યુવકના પરિજનોની ધરપકડ કરી લીધી હતી તો મુખ્ય આરોપી યાસર ખાનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

    નડિયાદ લવ જેહાદ કાંડનો મુખ્ય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાના કારણે ઘણા દિવસો સુધી તેણે પોલીસને શોધખોળ કરાવી હતી. દરમ્યાન, નડિયાદ શહેરના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમે તાજેતરમાં જ યાસરખાન પઠાણને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    - Advertisement -

    અખબાર નયા પડકારના અહેવાલ મુજબ, લવ જેહાદ કાંડના મુખ્ય આરોપી યાસરખાનની આકરી પૂછપરછ કરતા તેણે 24 માર્ચ 2022 ના રોજ તે હિંદુ યુવતીને લઈને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટલમાં રોકાયો હતો તેવી કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે મોટલ ખાતે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી અને રજીસ્ટર ચેક કરતા તેમાં યાસર હિંદુ યુવતીને લઈને રોકાયો હોવા સબંધી કોઈ એન્ટ્રી જ ન કરવામાં આવી હોવાનું સામે આવતા સંચાલક દિનેશ પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

    મોટલના સંચાલક દિનેશ પટેલ દ્વારા નિયમો મુજબ મોટલનું રજીસ્ટર નિભાવવામાં આવતું ન હોવાનું અને તે ગ્રાહકોને ઓઈ પણ આઈડી કે આધાર પુરાવા વગર જ રૂમ આપી દેતો હોવાનું પણ સામે આવતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

    શું હતી ઘટના?

    નડિયાદ શહેરમાં રહેતી એક યુવતીની ત્રણ મહિના પહેલાં એક મુસ્લિમ યુવક યાસરખાન પઠાણ સાથે મુલાકાત થઇ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. મુસ્લિમ યુવક હિંદુ યુવતીને ભેટ-સોગાદો આપતો હોઈ યુવતી પ્રેમમાં પાગલ બની હતી અને સમયે-સમયે બંને પ્રેમાલાપ પણ કરતાં હતાં.

    યુવતીની વિદેશ જવાની ઘેલછા અંગે જાણતા યાસરે તેને વિદેશ લઇ જવાની લાલચ આપી હતી અને તે માટે યુવતીને તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા પણ લઇ આવવા માટે કહ્યું હતું. યુવતીએ પિતા પાસેથી પાંચ લાખ લઇ આવતા યાસરે તેને એકલી જ દુબઈ મોકલી દીધી હતી અને પોતે અહીં જ રોકાઈ પડ્યો હતો. તેણે યુવતીના રોકાવા માટે હોટેલ પણ એવી પસંદ કરી હતી જ્યાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જોકે, એક ભારતીય વેઇટરે ચેતવતા યુવતી દેહવ્યાપારમાં ધકેલાતા બચી ગઈ હતી.

    બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવતી, ધર્મપરિવર્તન માટે દબાણ કરાતું =

    યુવતી દુબઈથી પરત આવ્યા બાદ પણ યાસરે તેને મુક્ત કરી ન હતી અને લગભગ ચારેક મહિના સુધી એક ભાડાનાં મકાનમાં ગોંધી રાખીને અનેક વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન, તેને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવતી તો યુવતીને જાતિ અને ધર્મવાચક ગાળો પણ દેતો હોવાનું સામે આવ્યું હતું.

    યુવતીએ આ સમગ્ર બનાવ બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યાસર ખાનના પરિવારે તેને બળજબરીથી બુરખો પહેરાવ્યો હતો તેમજ તેઓ તેની પાસે નમાજ અને કલમા પણ પઢાવતા હતા અને કુરાનનું પઠન કરવાનું કહીને તેની પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ પણ કરતા હતા. આ ઉપરાંત તેની પાસે રહેલો ભગવાન શિવનો ફોટો પણ તેમણે ફાડી નાંખ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં