Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: મોઇન પઠાણે હિંદુ નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને સગીરાને ફસાવી, ઘરે લઇ...

    વડોદરા: મોઇન પઠાણે હિંદુ નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને સગીરાને ફસાવી, ઘરે લઇ જઈને બળાત્કાર ગુજાર્યો, ધરપકડ

    સગીરા ટ્યુશન ક્લાસીસમાં ગઈ હતી ત્યારે મોઇન પઠાણ છૂટવાના સમયે પહોંચી ગયો હતો અને બર્થડે પાર્ટી હોવાનું કહીને ઘરે લઇ ગયો હતો.

    - Advertisement -

    વડોદરામાં એક મુસ્લિમ યુવકે બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને હિંદુ સગીરાને ફસાવી દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. મોઇન પઠાણે હિંદુ નામવાળું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. જે બાદ તાજેતરમાં તેના ઘરે બર્થડે પાર્ટી હોવાનું કહી લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી અને નવમા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ગઈકાલે નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. ત્યારે તેના છૂટવાના સમયે મોઇન ત્યાં પહોંચી ગયો હતો અને તેની બર્થ ડે હોવાનું કહી ઘરે પાર્ટી રાખી હોવાનું જણાવી તેને ફોસલાવીને બાઈક પર બેસાડીને તેના ઘરે લઇ ગયો હતો. 

    ઘરે લઇ ગયા બાદ મોઈને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો અને સગીરાના ગળાના ભાગે ઇજા પહોંચાડી હોવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, આ સમયે આરોપી મોઇનના પરિવારના સભ્યો પણ ઘરમાં જ હાજર હતા. 

    - Advertisement -

    ઘરે જઈને સગીરાએ માતા-પિતાને આપવીતી કહેતાં તેમણે સ્થાનિક પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મોઇન પઠાણ સામે આઇપીસી, પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને મોઇન પઠાણની ધરપકડ કરી લીધી હતી. 

    મોઇન પઠાણ મૂળ બિહારનો વતની હોવાનું અને વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. 

    આ મામલે જાણવા મળ્યું છે કે આરોપી મોઇન પઠાણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્યન નામથી એક અકાઉન્ટ બનાવ્યું હતું. જેના દ્વારા તે સગીરાને સ્ટોક કરતો હતો અને ત્યારબાદ મિત્રતા કેળવી હતી. 

    સગીરાના પિતાએ જણાવ્યું કે, તે તેમના ઘરની પાસે જ ગેરેજમાં કામ કરે છે અને અવારનવાર તેમની લારી પર પણ આવતો રહે છે. હિંદુ સગીરાના પિતાએ કહ્યું કે, આ કેસ લવજેહાદનો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે તેવી અમારી માંગણી છે. સગીરાના માતા-પિતાએ આ આરોપી સાથે અન્ય એક યુવતી પણ સંડોવાયેલી હોવાનો આરોપ લગાવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરામાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં મુસ્લિમ શખ્સે હિંદુ પ્રેમિકાની સાસુનું કાસળ કાઢી નાંખ્યું હતું. હિંદુ યુવતીનાં લગ્ન બીજે થઇ જતાં શાહરૂખ પઠાણ અવારનવાર તેને હેરાન કરતો હતો. ત્યારબાદ ગત શનિવારે અચાનક યુવતીના ઘરે પહોંચી જઈને તેની સાસુની હત્યા કરી નાંખી હતી અને ફરાર થઇ ગયો હતો. તેની સાથે તેનો એક મિત્ર પણ સામેલ હતો. ફરિયાદ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં