Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડીસા: ધર્માંતરણ અને લવજેહાદના વિરોધમાં હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા, નગર...

    ડીસા: ધર્માંતરણ અને લવજેહાદના વિરોધમાં હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા, નગર સજ્જડ બંધ: પોલીસે લાઠીચાર્જ કરતાં એકને ઇજા

    ડીસામાં લવજેહાદ અને ધર્માંતરણના વિરોધમાં આજે બંધ પાળવામાં આવ્યો હતો અને જનઆક્રોશ રેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતર્યા હતા.

    - Advertisement -

    બનાસકાંઠાના ડીસા ખાતે એક લવજેહાદ અને ધર્માંતરણનો મામલો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેને લઈને આજે ડીસામાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, તેમજ હિંદુઓએ જનઆક્રોશ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો પણ મામલો સામે આવ્યો હતો. 

    ડીસામાં આજે હિંદુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું અને રેલીનું પણ આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ સમર્થનમાં આવ્યા હતા અને રેલી કાઢીને એસડીએમને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. જેમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય પણ જોડાયા હતા. 

    હિંદુ સંગઠનોએ બંધનું એલાન કર્યા બાદ આજે ડીસા સજ્જડ બંધ રહ્યું હતું અને નગરના સ્થાનિક વેપારીઓ, ડીસાનું શાકભાજી માર્કેટ, કોલ્ડ સ્ટોરેજ એસોશિએશન, કાપડ બજાર, સોની બજાર અને વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ બંધને ટેકો આપ્યો હતો એટલું જ નહીં પરંતુ રેલીમાં પણ હજારોની સંખ્યામાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. 

    - Advertisement -

    રેલી બાદ યોજાયેલી એક જાહેરસભામાં પણ હજારો લોકો હાજર રહ્યા હતા, જેમાં હિંદુ સંગઠનોના આગેવાનો, માળી સમાજના અગ્રણીઓ અને ભાજપના ધારાસભ્ય વગેરે હાજર રહ્યા હતા. સભામાં હિંદુ નેતાઓએ મુસ્લિમ સમાજને લવજેહાદની પ્રવૃત્તિઓ બંધ કરી હિંદુ દીકરીઓને ફસાવવાનું બંધ કરવા ચીમકી ઉચ્ચારી હતી તો તેની સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. 

    આ રેલી દરમિયાન ડીસા પોલીસે યુવાનો પર લાઠીચાર્જ કર્યો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. પોલીસના લાઠીચાર્જમાં એક યુવકને ઇજા પહોંચી હતી. યુવકને માથાના ભાગે વાગ્યું હતું. જેને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

    દરેક હિંદુ સાવજનો દીકરો છે, ક્યાં સુધી સમાજ સહન કરશે? : સ્થાનિક ભાજપ ધારાસભ્ય 

    જનઆક્રોશ રેલી બાદ ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, હિંદુ સમાજની સામે કોઈ આંખ ઊંચી કરીને જુએ એ નહીં ચલાવી લેવાય. દરેક હિંદુ સાવજનો દીકરો છે. આજે હિંદુ સમાજ જાગૃત થઇ ગયો છે. ડાન્સિંગ ક્લાસ, નવરાત્રીના નામે હિંદુ દીકરીઓને ગેરમાર્ગે દોરવી, લલચાવી, ફોસલાવીને ધર્મ-પરિવર્તન કરાવવું. આ લવજેહાદીઓ જે ધંધો કરી રહ્યા છે તેને તેમના ધર્મગુરુઓ કેમ રોકતા નથી. તેમને ગલ્ફ દેશોમાંથી પૈસા આવે છે. 

    આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે, અન્ય ત્રણ લોકો બાકી છે. પોલીસતંત્ર પર વિશ્વાસ છે. ક્યાં સુધી હિંદુ સમાજ સહન કરશે. સુધરી જાવ અને અમારી બેન-દીકરીઓ આપી દો, તેમાં જ સૌનું ભલું છે.

    આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં ડીસા વિશ્વ હિંદુ પરિષદના મંત્રી કિશોરભાઈ માળીએ જણાવ્યું હતું કે, આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને રેલી પણ આયોજિત કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, હિંદુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આવનાર સમયમાં વધુ પ્રદર્શનો કરવામાં આવશે. 

    એઝાઝ શેખે હિંદુ યુવતીને ફસાવી પરિવારનું ધર્માંતરણ કરાવ્યું હતું 

    ઉલ્લેખનીય છે કે ડીસામાં એઝાઝ શેખ નામના એક ઈસમે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લાલચ આપી વશમાં કરી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેની માતા અને ભાઈનું બ્રેઈન વૉશ કરીને તેમનું પણ ધર્મપરિવર્તન કરાવી દીધું હતું. તેમજ યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં અરજી કરાવી તમામને અલગ રહેવા પણ લઇ ગયો હતો. 

    યુવતીના પિતાએ વિરોધ કરતાં એઝાઝે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે એઝાઝ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ આ બધામાં સંડોવાયેલો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં