Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનની મદરેસાઓમાં 3000+ બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ, RTIમાં ઘટસ્ફોટ: બજરંગ દળનો આરોપ- ઇસ્લામી શિક્ષણ...

    રાજસ્થાનની મદરેસાઓમાં 3000+ બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ, RTIમાં ઘટસ્ફોટ: બજરંગ દળનો આરોપ- ઇસ્લામી શિક્ષણ થકી થઈ રહ્યું છે ધર્માંતરણ

    RTIમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનની મદરેસાઓમાં 3000થી વધુ બિનમુસ્લિમ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. આ બાળકોમાં મોટાભાગનાં હિંદુ બાળકો હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    “રાજસ્થાનની (Rajasthan) મદરેસાઓમાં (Madrasa) દલિત હિંદુ (Dalit Hindu) બાળકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે ઈસ્લામિક શિક્ષણ દ્વારા તેમનું ધર્માંતરણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.”- એક RTI સામે આવ્યા બાદ બજરંગ દળ અને RTI એક્ટિવિસ્ટ દ્વારા આ આરોપો લગાવવામાં આવ્યા છે.

    બજરંગ દળે જણાવ્યું છે કે, હાલમાં જ મદરેસામાં સકીના નામની હિંદુ દલિત યુવતીનું રજિસ્ટ્રેશન થયું હતું. તેના પિતાનું નામ હજુ પણ હિંદુ છે. બજરંગ દળે એક જ મદરેસા પર 6 હિંદુ વિદ્યાર્થીઓના ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ એક RTI સામે આવતાં ચિંતા વધી ગઈ છે.

    RTIમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનની મદરેસાઓમાં 3000થી વધુ બિનમુસ્લિમ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે. આ બાળકોમાં મોટાભાગનાં હિંદુ બાળકો હોવાનું કહેવાય છે. સરકારી કે ખાનગી શાળાઓમાં જવાને બદલે મદરેસામાં ભણતાં લગભગ 50% બાળકો છોકરીઓ છે.

    - Advertisement -

    આ RTIથી જાણવા મળ્યું છે કે આ મદરેસાઓમાં બિનમુસ્લિમ બાળકોની સંખ્યા સેંકડોમાં છે પરંતુ બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા નહિવત્ છે. આ મામલામાં RTI એક્ટિવિસ્ટો અને બજરંગ દળના લોકોએ ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો. ઉપરાંત તેમને ઇસ્લામ તરફ ઢાળવાનું મોટું ષડ્યંત્ર ગણાવ્યું હતું.

    કેવી રીતે સામે આવી માહિતી?

    રાજસ્થાન હાઇકોર્ટના વકીલ સુજીત સ્વામીએ રાજસ્થાન મદરેસા બોર્ડને RTI દાખલ કરી હતી. જેમાં તેમણે પૂછ્યું હતું કે રાજસ્થાનના તમામ જિલ્લાઓની મદરેસાઓમાં કેટલાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય તેમણે રાજસ્થાનમાં મદરેસાઓમાં કેટલા બિનમુસ્લિમ શિક્ષકો છે તેની પણ માહિતી માંગી હતી. મદરેસા બોર્ડે સુજીત સ્વામીને જિલ્લાવાર આ માહિતી આપી છે. આમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. આ RTI ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ માહિતી સામે આવ્યા બાદ બજરંગ દળ અને સુજીત સ્વામીએ સવાલો ઉભા કર્યા છે.

    શું જાણકારી આવી સામે?

    રાજસ્થાન મદરેસા બોર્ડે માહિતી આપી છે કે શૈક્ષણિક સત્ર 2024-25માં રાજ્યની મદરેસાઓમાં કુલ 3056 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. જેમાંથી 1600 છોકરાઓ જ્યારે 1456 છોકરીઓ છે. કોટા જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસાઓમાં અભ્યાસ કરે છે. કોટામાં 184 વિદ્યાર્થીનીઓ છે જ્યારે 156 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પછી ટોંક જિલ્લાની મદરેસાઓમાં 161 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અને 147 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ચિત્તોડગઢમાં 115 બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અને 98 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

    राजस्थान गैर मुस्लिम
    (ફોટો: ઑપઇન્ડિયા)

    બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ હોઈ શકે, શિક્ષક નહીં?

    આ RTIમાં જે ચોંકાવનારી બાબત સામે આવી છે તે એ છે કે મદરેસાઓમાં ભણતા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં હોવા છતાં બિનમુસ્લિમ શિક્ષકો લગભગ નહીંવત છે. RTIમાં જણાવવામાં આવ્યું છે કે કોટામાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસામાં છે, ત્યાં મદરેસામાં ભણાવતા માત્ર એક શિક્ષક જ બિનમુસ્લિમ છે. RTIમાં ચોંકાવનારી હકીકત એ છે કે રાજસ્થાનના 33માંથી 15 જિલ્લામાં મદરેસાઓમાં બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા શૂન્ય છે.

    જ્યારે બાકીના 10 જિલ્લાઓમાં બિનમુસ્લિમ શિક્ષકોની સંખ્યા માત્ર 1 છે. તેવી જ રીતે, એવા જિલ્લાઓ છે જ્યાં બિન-મુસ્લિમ પુરૂષ શિક્ષકો કાં તો 0 અથવા માત્ર 1 છે. બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં અને શિક્ષકોની સંખ્યા બે આંકડામાં પણ નથી તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. સમગ્ર રાજસ્થાનમાં મદરેસાઓમાં કુલ 261 બિનમુસ્લિમ શિક્ષકો ભણાવી રહ્યા છે. આ બિનમુસ્લિમ પુરૂષ શિક્ષકોમાંથી 170 શિક્ષક માત્ર 10 જિલ્લાઓમાં છે.

    રાજસ્થાનની મદરેસાઓમાં બિન-મુસ્લિમ શિક્ષકો (ફોટો: ઑપઇન્ડિયા)

    આ અંગે સુજીત સ્વામીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે મદરેસામાં અભ્યાસ કરવો અસામાન્ય છે કારણ કે મોટાભાગની જગ્યાઓ સરકારી શાળાઓ પણ આવેલી છે. આ વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તેમાંથી ઘણી મદરેસાઓ મસ્જિદો ચલાવી રહી છે. અહીં નમાજ પણ અદા કરવામાં આવે છે. ભલે મદરેસા સંચાલકો દાવો કરે છે કે બિનમુસ્લિમ બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું નથી, શું તમે તેમના માટે અલગ વર્ગો ચલાવી રહ્યા છો? આવી સ્થિતિમાં તેમનું બ્રેઈનવોશ નહીં થાય તેની શું ગેરંટી છે? જો આવું હોય તો બિનમુસ્લિમ શિક્ષકો કેમ ઓછા છે?”

    વિદ્યાર્થીનીનું નામ સકીના, પિતાનું નામ લેખરાજ, શું છે મામલો?

    બજરંગ દળે જણાવ્યું કે, કોટાના અનંતપુરામાં મદરેસા દારુલ ઉલૂમ તહરીક-એ-હિંદમાં અભ્યાસ કરતી દલિત વિદ્યાર્થીની મળી આવી હતી જેનું નામ સકીના હતું. આ મામલે બજરંગ દળના યોગેશ રેનેવાલે કહ્યું, “સકીના બૈરવા સમુદાયમાંથી આવે છે, જે દલિત છે. સકીનાનો પરિવાર પણ ગરીબ છે, તેના પિતા લેખરાજ પરિવારનું ભરણપોષણ કરવા ખૂબ મજૂરી કરે છે. તેમને આ મદરેસા અને તેની પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી નથી. સકીનાએ અગાઉ મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવતી શાળામાં પણ અભ્યાસ કર્યો હતો. બાદમાં તેને મદરેસામાં દાખલ કરવામાં આવી હતી.”

    राजस्थान गैर मुस्लिम
    (ફોટો: ઑપઇન્ડિયા)

    યોગેશ રેનેવાલનો આરોપ છે કે, “આ માત્ર સકીનાનો મામલો નથી, આ મદરેસામાં આવા 6 વિદ્યાર્થીઓ છે. અમારી માંગ છે કે ગંભીર તપાસ થવી જોઈએ. યુવતીનો પરિવાર ગરીબ છે અને અમને શંકા છે કે તેને આર્થિક મદદના બહાને અથવા સારું શિક્ષણ અપાવવાના બહાને વિશ્વાસમાં લેવામાં આવી છે. મોટાભાગના લક્ષ્યાંકો દલિત અને ગરીબ વર્ગના પરિવારો છે. અમે આ બાબતની ફરિયાદ જિલ્લા વહીવટીતંત્રને પણ કરી હતી પરંતુ ત્યારે આ મદરેસાના લોકોએ ફોન પણ ઉપાડ્યો ન હતો. જિલ્લા વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓ પણ તેમને સુરક્ષા આપી રહ્યા છે.”

    અનંતપુરા મદરેસામાં જ એક કાગળ જોતાં ખબર પડે છે કે આ મદરેસામાં બે બાળકો એવાં પણ ભણે છે જેનું પોતાનું નામ ઇસ્લામી છે પરંતુ તેમના પિતાનું નામ અભિષેક ખાન છે. યોગેશ રેનેવાલે કહ્યું કે આનાથી આપોઆપ પ્રશ્નો ઉભા થાય છે. તેમણે કહ્યું કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ગેરરીતિઓ સામે આવશે. સુજીત સ્વામીએ માંગ કરી છે કે કોટાને લઈને વિશેષ તપાસ થવી જોઈએ કારણ કે અહીં સૌથી વધુ સંખ્યામાં બિનમુસ્લિમ બાળકો છે.

    જિલ્લા લઘુમતી અધિકારી પર પણ આરોપ

    યોગેશ રેનેવાલે કોટા જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી નાહિદા ખાન પર પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મદરેસા પર ગેરરીતિનો મામલો આવે છે ત્યારે નાહિદા ઢાંકપિછોડો કરે છે. નોંધનીય છે કે નાહિદા ખાને ઑક્ટોબર, 2023માં જ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અંગે સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.

    નાહિદા ખાને પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું જેમાં ગાઝા માટે દુઆ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ઘણી કંપનીઓનો બહિષ્કાર કરવાની તેમજ સમર્થન અને દાનની માંગ કરી હતી. આ અંગે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પછીથી તેમણે બચાવમાં એમ કહ્યું હતું આ સ્ટેટસ તેમના 8 વર્ષના પુત્ર દ્વારા મૂકવામાં આવ્યું છે. આ મામલે તેમને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

    NCPCRએ અગાઉ પણ ઉઠાવ્યા હતા મામલા

    આ પહેલીવાર નથી કે જ્યારે મદરેસાઓમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હોય. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ આ મદરેસાઓ અને તેના બિનમુસ્લિમ બાળકોને આપવામાં આવતા ઈસ્લામિક શિક્ષણ અંગે મુદ્દા ઉઠાવી રહ્યું છે. આવા જ એક કિસ્સામાં NCPCR ચીફ પ્રિયંકા કાનુનગોએ જણાવ્યું હતું કે સહારનપુરની એક મદરેસામાં એક હિંદુ બાળકની સુન્નત કરવામાં આવી હતી. આ પહેલાં તેમણે અન્ય મદરેસાના અભ્યાસક્રમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં હિંદુઓને ‘મુશરિક’ અને ‘કાફિર’ ગણાવવામાં આવ્યાં હતાં.

    ઑપઇન્ડિયાએ રાજસ્થાનની મદરેસાઓમાં બિનમુસ્લિમ બાળકોના અભ્યાસ અને તેમના પર આ શિક્ષણની અસર અંગે કોટાના ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન મદન દિલાવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વ્યસ્તતાના કારણે વાતચીત થઈ શકી ન હતી. ઑપઇન્ડિયાએ બૈરવા સમુદાયના રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે પણ વાતચીત થઇ શકી નહોતી. આ મામલે શિક્ષણ મંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો પ્રત્યુત્તર મળવાના કિસ્સામાં રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં