Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડીસા લવ જેહાદ અને ધર્માંતરણનો કેસ ATSને સોંપવામાં આવ્યો, હિંદુ સંગઠનો આકરા...

    ડીસા લવ જેહાદ અને ધર્માંતરણનો કેસ ATSને સોંપવામાં આવ્યો, હિંદુ સંગઠનો આકરા પાણીએ; ધર્માંતરીત પરીવારને પરત લાવવાની માંગ કરી

    ડીસાના હિંદુ પરિવારના ધર્માંતરણના મુદ્દે વિરોધનો વંટોળ ઉભો થયા બાદ રાજ્ય સરકારે આ કેસને ATSને સોંપવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં હિંદુ સંગઠનોનો આક્રોશ ઓછો નથી થઇ રહ્યો.

    - Advertisement -

    દ્વારા ડીસા લવ જેહાદ અને ધર્માંતરણનો મુદ્દો દિવસે ને દિવસે વણસતો જોવા મળી રહ્યો છે, એકજ પરિવારમાં લવજેહાદ અને ધર્માંતરણનો મામલો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને હિંદુ સંગઠનોએ શનિવારે ડીસા ખાતે રેલી યોજી હતી, આ સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ અને નિવારણ માટે થઇ ને રાજ્ય સરકાર દ્વારા ડીસા લવ જેહાદ અને ધર્માંતરણનો કેસ ATSને સોંપવામાં આવ્યો છે.

    ડીસામાં થયેલી આ લવ જેહાદ અને ધર્માંતરણની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, ઘટના બાદ હિંદુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને ડીસામાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું, તેમજ હિંદુઓએ જનઆક્રોશ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો પણ મામલો સામે આવ્યો હતો.

    આ મામલાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ રેલી કાઢી હતી. અને તેઓએ 24 કલાકમાં હિન્દુ વ્યક્તિના પરિવારને સોંપી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. રેલીમાં હિંદુ નેતા અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિતના હિંદુ અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ આરોપીઓને શોધવાની માંગણી કરી હતી. જો કે હજુ સુધી આરોપી અને હિન્દુ વ્યક્તિના પરિવારજનો મળ્યા નથી.

    - Advertisement -

    શું છે સમગ્ર કેસ ?

    ઉલ્લેખનીય છે કે ડીસામાં એઝાઝ શેખ નામના એક ઈસમે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લાલચ આપી વશમાં કરી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેની માતા અને ભાઈનું બ્રેઈન વૉશ કરીને તેમનું પણ ધર્મપરિવર્તન કરાવી દીધું હતું. તેમજ યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં અરજી કરાવી તમામને અલગ રહેવા પણ લઇ ગયો હતો.

    યુવતીના પિતાએ વિરોધ કરતાં એઝાઝે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે એઝાઝ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ આ બધામાં સંડોવાયેલો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં