Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ‘બાબરનામા સહિતના મુઘલ દસ્તાવેજો…અંગ્રેજ અધિકારીએ પણ માન્યું- સંભલમાં મસ્જિદના સ્થાને હતું મંદિર:...

    ‘બાબરનામા સહિતના મુઘલ દસ્તાવેજો…અંગ્રેજ અધિકારીએ પણ માન્યું- સંભલમાં મસ્જિદના સ્થાને હતું મંદિર: જાણો જામા મસ્જિદના સર્વેક્ષણ મામલે થયેલી અરજી વિશે

    મંદિરનો ઈતિહાસની કડીઓ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલી છે. જેઓ સંભલના દાનવીર હતા. તેમણે કથિત રીતે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવ્યું હતું, જેના કેટલાક ભાગો અકબરના શાસનકાળ દરમિયાન પણ બચી ગયા હતા.

    - Advertisement -

    19 નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના સંભલ ખાતે (Sambhal) જામા મસ્જિદમાં (Jama Masjid) કોર્ટના આદેશ પર એક સર્વે (Survey) કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય સાત લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના (Petition) જવાબમાં કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાલ જ્યાં મસ્જિદ છે ત્યાં ભગવાન કલ્કિને સમર્પિત મંદિર હતું.

    વિવાદાસ્પદ મસ્જિદ પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 હેઠળ સંરક્ષિત સ્મારક છે. આ સર્વે એડવોકેટ કમિશનની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે શાંતિપૂર્ણ રીતે કરી શકાય તે માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

    જો કે, સર્વે દરમિયાન આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો જામા મસ્જિદની બહાર એકઠા થયા હતા અને મજહબી સૂત્રોચ્ચાર કર્યા હતા. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે પુષ્ટિ કરી કે સર્વેક્ષણ લગભગ બે કલાકમાં પૂર્ણ થયું હતું જેનો એક રિપોર્ટ સિવિલ કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. કોર્ટ સુનાવણીની આગામી તારીખ, 29 નવેમ્બરે ના આ રિપોર્ટની સમીક્ષા કરશે. ઑપઇન્ડિયાએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મેળવી હતી.

    - Advertisement -

    કોણ છે અરજીકર્તા

    સુપ્રીમ કોર્ટના વકીલ અને એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના પિતા હરિ શંકર જૈન અને નોઈડાના પાર્થ યાદવે કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. અન્ય અરજીકર્તાઓમાં સંભલના મહંત ઋષિરાજ ગિરિ, રાકેશ કુમાર, જીતપાલ યાદવ, મંડન પાલ, દીનાનાથ અને નોઇડાના વેદ પાલ સિંઘનો સમાવેશ થાય છે.

    અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સંભલની જામા મસ્જિદ બાબર દ્વારા નષ્ટ કરવામાં આવેલ સદીઓ જૂના ભગવાન કલ્કિને સમર્પિત શ્રી હરિ હર મંદિર પર બનાવવામાં આવી હતી. દાવો કર્યો કે હિંદુઓ માટે મહત્વપૂર્ણ સ્થળને મુઘલકાળ દરમિયાન બળજબરીથી મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. અરજી મુજબ પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 મુજબ આ સંરક્ષિત સ્મારક છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા મહત્વના સ્મારક તરીકે સૂચિબદ્ધ છે.

    અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના ભક્ત હોવાના કારણે તેમણે પૂજા કરવા મંદિરમાં જવાનો અધિકાર છે પરંતુ મસ્જિદ કમિટીએ તેના માટે મંજૂરી આપી નહોતી. અરજીકારોએ ASI પર સ્મારકને સાર્વજનિક ઉપયોગના અધિકારોની ખાતરી ન કરવાનો આરોપ લગાવ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ તેમના ધર્મનું પાલન કરવાના તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કરે છે.

    ઐતિહાસિક તથ્યો

    અરજીમાં શ્રી હરિ હર મંદિરના પ્રાચીન અને ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા કહેવામાં આવ્યું છે કે આ જ સ્થાન પર ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર કલ્કિઅવતરશે. જે કળયુગનો અંત કરી સતયુગની શરૂઆત કરશે. રોહિલખંડની મધ્યમાં મહિષ્મત નદીના કિનારે વસેલું સંભલ શહેર વિવિધ નામો ધરાવે છે, જેમ કે સત્યયુગમાં સબરીત અથવા સંભલેશ્વર, ત્રેતાયુગમાં મહાદગિરી, દ્વાપર યુગમાં પિંગલા અને કળિયુગમાં સંભલ.

    એવું કહેવાય છે કે ભગવાન કલ્કિને સમર્પિત શ્રી હરિ હર મંદિર સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવ અને વિષ્ણુની એકતાનું પ્રતિક છે. “યથા શિવસ્તથા વિષ્ણુ, યથા વિષ્ણુસ્તથા શિવ” જેનો અર્થ થાય છે “જેમ શિવ છે, તેમ વિષ્ણુ છે; જેમ વિષ્ણુ છે. શિવ પણ છે.” અરજીમાં અનુસાર આ મંદિર આધ્યાત્મિક મહત્વ અને વિશિષ્ટ ડિઝાઇનનું સંયોજન છે.

    અરજી અનુસાર, મુઘલ આક્રમણ દરમિયાન મંદિરને વ્યાપક નુકસાન થયું હતું. બાબરના લેફ્ટનન્ટ હિંદુ બેગે કથિત રીતે આંશિક રીતે મંદિરને તોડી પાડ્યું અને તેને 1527-28માં મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. આ કૃત્ય કથિત રીતે બાબરની સૂચના પર ઇસ્લામિક સર્વોપરિતા સ્થાપિત કરવા અને સ્થાનિક હિંદુ વસ્તીને નિરાશ કરવા માટે કરવામાં આવ્યું હતું.

    હિંદુ પક્ષે કહ્યું હતું આ મંદિરને મુઘલ કાળ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. તથા 1527-28માં આ સ્થાને બળજબરીથી મસ્જિદ બનાવવામાં આવી હતી. આ અંગે હિંદુ પક્ષે બાબર અને અકબર સહિત અંગ્રેજોના સમયના ત્રણ ઐતિહાસિક તથ્યો કાઢીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

    બાબરનામા છે મંદિર ધ્વસ્ત કર્યાનો ઉલ્લેખ

    આ ઘટનાનો સંદર્ભ બાબરનામામાં જોવા મળે છે. જે અનુસાર 1527-28માં બાબરના સેનાપતિએ હિંદુ મંદિરને આંશિક રીતે તોડી પાડ્યું અને તેની જગ્યાએ મસ્જિદ બાંધી દીધી હતી. આ કામ ઇસ્લામિક સર્વોપરિતા સ્થાપિત કરવા અને સ્થાનિક હિંદુ વસ્તીને ડરાવવા માટે બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું.

    Source: rarebooksocietyofindia

    બાબરનામા અનુસાર, “હિંદુ બેગ કુચીન 932 હિજરી (ઇસ્લામિક વર્ષ) માં હુમાયુનો શિષ્ય હતો અને તેણે હુમાયુ માટે સંભલ કબજે કર્યું હતું. તેથી, એવું લાગે છે કે કાબુલથી મહિલાઓને લઈ જતી વખતે તેમને સંભલ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો… અહીં વાત એ છે કે સંભાલમાં 933 હિજરીમાં તેણે એક હિંદુ મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. આ બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું અને મસ્જિદમાં મુકાયેલ એક શિલાલેખમાં આજે પણ તેનો ઉલ્લેખ છે. એવું લાગતું નથી કે બાબરે પોતે જ તે લખાવેલું છે, કારણ કે તેમાં તેની પ્રશંસા કરવામાં આવી છે.”

    આઈન-એ-અકબરીમાં તેનો ઉલ્લેખ

    આ ઉપરાંત આઈન-એ-અકબરીમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર “સંબલ (સંભાલ)ની સરકારમાં ઘણો શિકાર થાય છે, જ્યાં ગેંડા જોવા મળે છે! તે એક નાનું હાથી જેવું પ્રાણી છે, જેની સુંઢ નથી અને શિંગડા છે. જેના દ્વારા તે પ્રાણીઓ પર હુમલો કરે છે. તેની ચામડીથી ઢાલ બનાવવામાં આવે છે અને શિંગડાથી ધનુષ્યના તાર અને અન્ય સમાન વસ્તુઓ બનાવવામાં આવે છે સંબલ શહેરમાં હરિ મંડળ (વિષ્ણુનું મંદિર) નામનું મંદિર છે જે એક બ્રાહ્મણનું છે, જેના વંશજોમાંથી દસમો અવતાર પ્રગટ થશે. હાંસી એક પ્રાચીન સ્થાન છે, શેખ ફરીદ-એ-શકર ગંજના ઉત્તરાધિકારી જમાલનું વિશ્રામ સ્થળ છે.”

    Source: rarebooksocietyofindia

    બ્રિટીશ ઓફિસરના રિપોર્ટમાં પણ ઉલ્લેખ

    બ્રિટિશ અધિકારી દ્વારા કરવામાં આવેલા સર્વેની વિગતો પણ અરજીમાં આપવામાં આવી છે. અરજદારોએ કહ્યું છે કે 1874-76 દરમિયાન મેજર-જનરલ એ. કનિંગહમ દ્વારા સંભલમાં અનેક પુરાતત્વીય સર્વેક્ષણો કરવામાં આવ્યા હતા, જેઓ તે સમયે ASIના વડા હતા. તેમણે ‘ટ્રાવેલ્સ ઇન ધ સેન્ટ્રલ દોઆબ એન્ડ ગોરખપુર’ નામનો અહેવાલ લખ્યો હતો. આમાં મંદિરના સ્થાપત્યની પણ વાત કરવામાં આવી હતી. આ મંદિરના તે ભાગો હતા જે મસ્જિદના નિર્માણ દરમિયાન બચી ગયા હતા અને કનિંગહામના સર્વેક્ષણ દરમિયાન પણ હાજર હતા.

    સંભાલ પર લખાયેલા પુસ્તકના કેટલાક ભાગોમાં લખવામાં આવ્યું છે, “સંભાલની મુખ્ય ઇમારત જામી મસ્જિદ છે, જે માટે હિંદુઓ દાવો કરે છે કે તે મૂળ હરિ મંદિર હતું. તેમાં 20 ચોરસ વર્ગ ફૂટનો કેન્દ્રીય ગુંબજદાર રૂમનો સમાવેશ થાય છે, જેના 2 ભાગો છે. ઉત્તર બાજુનો એક ભાગ 500 ફૂટ 6 ઇંચ છે, જ્યારે દક્ષિણ બાજુ માત્ર 38 ફૂટ 1½ ઇંચ છે. બંને ભાગમાં ત્રણ કમાનવાળા દરવાજા છે. તે તમામ અલગ-અલગ પહોળાઈના છે, જે 7 ફૂટથી 8 ફૂટ સુધીના છે.”

    Source: Archive.org

    પુસ્તકમાં આગળ લખેલું છે કે, “મુસ્લિમો માને છે કે આ ઈમારત સમ્રાટ બાબરના સમયમાં બનાવવામાં આવી હતી અને તેઓ મસ્જિદની અંદરના શિલાલેખ તરફ ઈશારો કરે છે. આ શિલાલેખમાં ચોક્કસપણે બાબરનું નામ છે, પરંતુ હિંદુઓ કહે છે કે તે નકલી છે. હિંદુઓ અનુસાર, આ સ્લેબની પાછળ મંદિર સંબંધિત મૂળ હિંદુ શિલાલેખ છે. સંભાલના ઘણા મુસ્લિમોએ મારી સમક્ષ કબૂલ્યું કે બાબરના નામવાળો શિલાલેખ નકલી હતો.”

    કનિંગહમના પુસ્તક અનુસાર, “મુસલમાનોએ 1857ના વિદ્રોહ સુધી અથવા તેના લગભગ 25 વર્ષ પહેલાં આ ઇમારતનો કબજો મેળવ્યો ન હતો. તેઓએ બળજબરીથી ઈમારત પર કબજો જમાવ્યો અને પછી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ ટ્રાયલ ચાલી અને મુસ્લિમો કેસ જીતી ગયા કારણ કે બનાવટી શિલાલેખ અને બધા મુસ્લિમોએ મળીને હિંદુઓ વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી. આ સમયગાળા દરમિયાન અહીં હિંદુઓ લઘુમતીમાં હતા.”

    પિટિશનમાં જણાવાયું છે કે કનિંગહામે મૂળ હિંદુ બંધારણ અને પછીના મુઘલ ફેરફારો વચ્ચેના નોંધપાત્ર તફાવતો જોયા હતા, જેમાં નાની ઈંટો અને માટીના મોર્ટારનો ઉપયોગ સામેલ હતો. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુઘલ બિલ્ડરો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર હેઠળ હિંદુ શિલ્પો અને કોતરણીના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તેમણે હિંદુ મંદિર સ્થાપત્યની વસ્તુઓ અને વાસ્તુકળા અનુસારની કલાકૃતિઓ મળી આવી હતી.

    મંદિરનો ઈતિહાસની કડીઓ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલી છે. જેઓ સંભલના દાનવીર હતા. તેમણે કથિત રીતે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવ્યું હતું, જેના કેટલાક ભાગો અકબરના શાસનકાળ દરમિયાન પણ બચી ગયા હતા. અરજીમાં જણાવાયું હતું કે મંદિર રાજપૂત-કાળના સ્થાપત્યનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે, જેણે મસ્જિદમાં રૂપાંતર કરવાના પ્રયાસો છતાં તેના હિંદુ ચરિત્રને જાળવી રાખ્યું હતું.

    પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 હેઠળ આ સ્થળને સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું અને ASI દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. અરજદારોએ દલીલ કરી હતી કે આ સ્થળ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે અને દાવો કર્યો હતો કે તેમની પાસે પૂજા અને વારસાના સંરક્ષણ માટે તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

    ASIને પણ ઘેરી લેવામાં આવ્યા હતા

    અરજીમાં વિવાદિત મસ્જિદના ASI નિયંત્રણની પણ વાત કરવામાં આવી છે. 22 ડિસેમ્બર, 1920ના રોજ મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી. હિંદુ પક્ષે દલીલ કરી હતી કે ત્યારથી તે સ્થળ ASIની દેખરેખ અને નિયંત્રણ હેઠળ છે. ASIના નિયમો અનુસાર, તેને સાચવવાની સાથે, જનતાને પણ અહીં આવવાની પરવાનગી આપવી જોઈએ. હિંદુ પક્ષે દલીલ કરી હતી કે ASI જાહેર જનતાને પ્રવેશ આપવા માટે તેની ફરજમાં નિષ્ફળ રહી છે.

    હિંદુ પક્ષની માંગ

    હિંદુ પક્ષે મસ્જિદમાં પ્રવેશવાની અને તેનું સંચાલન ASIને સોંપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોર્ટે આ અંગે આદેશ જારી કરવો જોઈએ. વધુમાં, તેઓએ ગૃહ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય સહિત ASI અને સંબંધિત સરકારી અધિકારીઓને મસ્જિદમાં પ્રવેશ આપવા માટે નિયમો બનાવવાની માંગ કરી છે. તેમની સર્વે કરવાની માંગ પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય હિંદુ પક્ષે કહ્યું છે કે મસ્જિદ કમિટી લોકોની અવરજવર બંધ ન કરાવી શકી તે માટે પણ આદેશ જારી કરવાનું કહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં