Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહત અહેમદ ખાનના કહેવાથી જૂનાગઢની સગીરાએ માતા પિતાને ઘેનની દવા આપી: પિતાનું...

    રાહત અહેમદ ખાનના કહેવાથી જૂનાગઢની સગીરાએ માતા પિતાને ઘેનની દવા આપી: પિતાનું એટીએમ લઈને રાયબરેલી પહોંચી, 2.75 લાખ ઉપાડી લીધા

    રાહત અહેમદે યુવતીના પિતાના ATMમાંથી ટુકડે ટુકડે કરીને કુલ 2.59 લાખ રૂપિયા ઉપાડ્યા અથવા વાપરી કાઢ્યા હતા. હાલ જૂનાગઢ પોલીસ તેમને રાયબરેલીથી ધરપકડ કરીને જૂનાગઢ લઇ આવી છે. આગળની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    જૂનાગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવરી રહ્યો છે. જૂનાગઢમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી માતા-પિતાને ઘેનની દવા ખાવામાં આપીને તેમના ATM અને ઘરના તમામ મોબાઈલ લઈને નાસી ગઈ હતી. પોલીસે જયારે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી ત્યારે જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી.

    અહેવાલો અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીનું મોબાઇલ લોકેશન પહેલાં રાજકોટની માધાપર ચોકડી બતાવતું હતું. ત્યાંથી તે પ્લેનમાં રાયબરેલી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યાં સુધીમાં એટીએમમાંથી પણ ઘણા ટ્રાન્ઝેક્શન થઇ ગયા છે. તો ડીજીટલ વોલેટ મારફત પણ કેટલાક પેમેન્ટો તેણે કર્યાનું ખુલ્યું હતું.

    મોટી મોટી વાતો કરીને રાહત અહેમદે ફસાવી હતી

    જૂનાગઢ પોલીસની તપાસમાં જે વિગતો બહાર આવી તે ખુબ આશ્ચર્યજનક હતી. ૨૦૧૭-૧૮માં આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર યુપીના બરેલીમાં રહેતા રાહત એહમદ નફીસ અહેમદ ખાનના પરિચયમાં આવી હતી. ત્યારે તે યુવકે કહ્યું હતું કે તે દુબઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તથા તેના પિતા દુબઈમાં મોટા વ્યાપારી છે.

    - Advertisement -

    તેણે એમ પણ કહ્યું હતું કે તે એક નો એક પુત્ર છે તથા તેમને પોતાની માલિકીના દુબઈમાં 2 મોલ અને 3 રેસ્ટોરન્ટ છે, ઉપરાંત ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં પણ ત્રણ હોટલ છે. રાહત અહેમદે યુવતીને ફસાવવા એમ પણ કહ્યું હતું કે તેની પાસે બીએમડબ્લ્યુ અને ઓડી સહિતની ગાડીઓ પણ છે.

    ચાલુ વર્ષે તેણે યુવતીને એમ કહ્યું હતું કે તે અને તેના પિતા દુબઈની તમામ પ્રોપર્ટી વેચીને ભારત આવી ગયા છે અને રાયબરેલીમાં સ્થાયી થયા છે. તેણે યુવતીને ફોસલાવીને પોતાની પાસે રાયબરેલી આવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ જયારે તેને જૂનાગઢ બોલાવ્યો તો એ વ્યસ્ત હોવાનું બહાનું કરવા માંડ્યો હતો.

    પાછળથી જે સત્ય સામે આવ્યું એ મુજબ તેણે યુવતીને જેટલી પણ વાતો કરી હતી એ જૂઠ હતી. તે રાયબરેલીનો એક સામાન્ય ટેક્ષી ડ્રાઈવર હતો. તેના પિતા અપંગ અને માતા માનસિક બીમાર છે. તેનો નાનો ભાઈ રાયબરેલીમાં જ એક ગેરેજ ચલાવે છે. આમ, તેને તદ્દન જૂઠ બોલીને તે યુવતીને ફસાવી હતી.

    ઘેનની દવાઓ રાહતે જ મોકલાવી હતી પોસ્ટ દ્વારા

    પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીના માતા-પિતાને ઘેનની દવા પીવડાવવા માટે તે દવા રાહત અહેમદે જ યુવતીને પોસ્ટ દ્વારા મોકલાવી હતી. અને કઈ રીતે દવા આપવી, અને ઘરમાંથી કઈ રીતે બધાના મોબાઈલ અને ATM લઈને નીકળી જવું એ તમામ પ્લાન પણ રાહત અહેમદે જ બનાવીને યુવતીને સમજાવ્યો હતો.

    તેણે યુવતીના પિતાના ATMમાંથી ટુકડે ટુકડે કરીને કુલ 2.59 લાખ રૂપિયા ઉપાડ્યા અથવા વાપરી કાઢ્યા હતા. હાલ જૂનાગઢ પોલીસ તેમને રાયબરેલીથી ધરપકડ કરીને જૂનાગઢ લઇ આવી છે. આગળની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં