Saturday, May 4, 2024
More
    હોમપેજદેશબજરંગબલીના પોસ્ટર ફાડ્યા, ભગવા ધ્વજ પર ઊલટી કરી: હિંદુઓની શોભાયાત્રા પર સળિયા...

    બજરંગબલીના પોસ્ટર ફાડ્યા, ભગવા ધ્વજ પર ઊલટી કરી: હિંદુઓની શોભાયાત્રા પર સળિયા લઈને કટ્ટર ઈસ્લામી ભીડનો હુમલો, કહ્યું- ‘જોઈએ તમારો રામ બચાવવા આવે છે કે નહીં’

    આ પહેલાં નયાનગર, જ્યાં આ હિંસા થઈ હતી, ત્યાં હિંદુઓને ઉશ્કેરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ એવું કહી રહ્યો છે કે જો હિંદુઓ નયાનગર વિસ્તારમાં આવશે તો તેના ભયાનક પરિણામો આવશે કારણ કે અહીં મુસ્લિમોની આબાદી વધારે છે.

    - Advertisement -

    સોમવારે (22 જાન્યુઆરી, 2024) અયોધ્યાના રામ મંદિરમાં થયેલી પ્રાણપ્રતિષ્ઠાથી ભારતનો પ્રત્યેક હિંદુ પ્રસન્ન છે અને પોતાના ભગવાનને તેમના ઘરમાં જોઈને તેમની આંખોમાં આંસુ પણ છે. જોકે, આ ખુશીના અવસર પર પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓને શાંતિ ન મળી અને તેઓએ આ દિવસે પણ હિંસાનો માર્ગ પસંદ કર્યો. ગુજરાતના મહેસાણાથી લઈને મહારાષ્ટ્રના સોલાપુર સુધી હિંદુઓ પર હુમલાના અહેવાલો છે. મુંબઈના મીરા રોડ પરથી પણ હુમલો થયાની ખબર સામે આવી હતી.

    ઑપઇન્ડિયા હવે આ હુમલાને સંબંધિત વધુ માહિતી સામે લાવ્યું છે. મુંબઈના મીરા રોડ પર ઈસ્લામિક કકટ્ટરપંથીઓએ યાત્રા કાઢી રહેલા હિંદુઓ પર લોખંડના સળિયા અને હથિયારો વડે હુમલો કર્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે હિંદુઓ પર હુમલો કરનારા ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

    મુંબઈના મીરા રોડ પર થયેલા ઈસ્લામિક હુમલા અંગે હવે એ વાત સામે આવી છે કે, ઈસ્લામિક તોફાનીઓએ હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે હુમલો કરીને બજરંગબલિના ફોટાવાળા પોસ્ટરો ફાડી નાખ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, ઈસ્લામિક કટ્ટરપંથીઓએ આ ઝંડાઓ પર ઉલ્ટી પણ કરી હતી. ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે. જોકે, પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ જાહેર કર્યા નથી.

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ મીરા રોડ હિંસા કેસમાં નોંધાયેલી FIRની નકલ પણ મેળવી છે. આ FIR હિંસાનો ભોગ બનેલા વિનોદ જયસ્વાલે નોંધાવી છે. FIRમાં ખુલાસો થયો છે કે, આ ઘટના 21 જાન્યુઆરીએ રાત્રે 10:30 વાગ્યે બની હતી. જયસ્વાલે જણાવ્યું કે, જ્યારે તેઓ મીરા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના વાહનને 50-60 લોકોએ ઘેરી લીધું અને હુમલો કરી દીધો. તેમના વાહન પર લાકડી-દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને કાર પર લગાવેલ ભગવા ધ્વજ પણ ઉખાડી ફેંકવામાં આવ્યા હતા.

    FIRમાં તેમણે જણાવ્યું કે, “હું મારી કાર ચલાવી રહ્યો હતો, જ્યારે મારા મિત્રો બાઈક પર મારી સાથે હતા. અમે તે દિવસે આખા મુંબઇમાં યાત્રાઓ કાઢી રહ્યા હતા. જેવા જ અમે મીરા રોડ વિસ્તારમાં પહોંચ્યા, એટલે અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા. જે બાદ અમે યુ-ટર્ન લીધો અને ભાયંદર રોડ તરફ આગળ વધ્યા.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “અહીં રોડ જામ હતો, તેથી અમે નયાનગરના શિવાર ગાર્ડન રોડ પરથી જવાનું નક્કી કર્યું. અહીં જ એક યુવાને અચાનક કાર રોકી અને ધમકી આપવા લાગ્યો. તેણે ધમકી આપતા કહ્યું કે, ‘અમે તને દેખાડીશું કે હવે અમે કોણ છીએ.’ તેણે કહ્યું કે- જોઈએ તમારો રામ બચાવવા આવે છે કે નહીં. આ પછી તરત જ લગભગ 50-60 લોકો અહીં આવ્યા અને સળિયા અને લાકડીઓથી હુમલો કરી દીધો.”

    તેમણે આગળ લખ્યું કે, “આ લોકોએ કારના બોનેટ પર ભગવાન હનુમાનનું પોસ્ટર જોયું અને તેના પર ઉલ્ટી કરી દીધી. તેઓએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા, મારા માથા પર લોખંડના સળિયાથી હુમલો કર્યો અને મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેનાથી અમારી હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેઓએ મારી સાથે ફરવા આવેલી મહિલાઓ અને બાળકો પર પણ પથ્થરો વરસાવ્યા હતા.”

    આ કેસ કલમ 307 (હત્યાનો પ્રયાસ), 341 (કોઈને બળપૂર્વક રોકવું), 295A (ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી), 153A (બે જૂથો વચ્ચે લડાઈ ઉશ્કેરવી) હેઠળ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં 141, 143, 147, 149 અને 427 કલમો ઉમેરવામાં આવી છે.

    આ ઈસ્લામિક હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ઈસ્લામિક કટ્ટરપંથીઓ કાર પર હુમલો કરી રહ્યા છે અને ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવી રહ્યા છે. આ સાથે ઈસ્લામિક કટ્ટરપંથીઓ હિંદુઓ પર લાકડીઓ વડે હુમલો કરતા જોઈ શકાય છે. મહિલાઓ પર હુમલાના વિડીયો પણ સામે આવ્યા છે.

    એવું જાણવામાં આવી રહ્યું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પછી, હિંદુઓએ પણ ઈસ્લામિક તોફાનીઓના હુમલાનો જવાબ આપ્યો હતો. મીરા રોડ વિસ્તારમાં હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તોફાનીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાનો જવાબ આપ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મિસ્ટર સિન્હા નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં હિંદુઓ તોફાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

    ઑપઇન્ડિયાએ વિનોદ જયસ્વાલ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, જેમણે ઈસ્લામિક હુમલા અંગે FIR દાખલ કરી હતી, પરંતુ ઈજાના કારણે તેઓ ઉપલબ્ધ નહોતા. તેમને ભીમસેન જોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે.

    પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કરતા કહ્યું, “આ અત્યંત સંવેદનશીલ બાબત છે. નામ જાહેર કરવાથી મઝહબી હિંસા થઈ શકે છે. હું બીજી કોઈ માહિતી આપી શકતો નથી. હાલમાં વાતાવરણને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.” અહીં વિરોધ કરી રહેલા સકલ હિંદુ સમાજ નામના સંગઠનના લોકોએ કહ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો મુસ્લિમ છે અને કેટલાક હિંદુઓની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમને છોડી દેવામાં આવ્યા હતા.

    આ પહેલાં નયાનગર, જ્યાં આ હિંસા થઈ હતી, ત્યાં હિંદુઓને ઉશ્કેરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ એવું કહી રહ્યો છે કે જો હિંદુઓ નયાનગર વિસ્તારમાં આવશે તો તેના ભયાનક પરિણામો આવશે કારણ કે અહીં મુસ્લિમોની આબાદી વધારે છે.

    વિડીયોમાં એ શખ્સ કહી રહ્યો છે કે, “ભાઈલોગ, મુસ્લિમોને ઉશ્કેરવાનું બંધ કરો. કેમ સૂતેલા સિંહને જગાડો છો. મુંબઈને યુપી સમજી રાખ્યું છે કે? મુંબઈ કોઈના બાપની જાગીર નથી. મુંબઈ ખુલ્લા સાંઢોનો ઈલાકો છે. ખુલ્લા સાંઢ મુંબઈમાં ઘૂમી રહ્યા છે. શા માટે જે માણસ સૂઈ રહ્યો છે તેને જગાડો છો. નયાનગરમાં આવવાની શું જરૂર છે? તમારા લોકોનો રામ અહિયાં નયાનગરમાં છે? અહીં મુસલમાન લોકો રહે છે, અહિયાં આવીને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છો, ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છો, શું હાંસલ થયું?” આવા વિવાદાસ્પદ નિવેદન આપનારાની ધરપકડ કરી લેવામાં આવી છે.

    મુંબઈમાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. ઈસ્લામિક કટ્ટરપંથીઓ સતત હિંદુઓ પર હુમલા કરી રહ્યા છે. હિંસા ભડકી ન ઉઠે તે માટે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં RAF પણ તૈનાત કરવામાં આવી છે. અહીં હિંદુ સમાજ પણ વિરોધ રેલીનું આયોજન કરી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં