Sunday, May 19, 2024
More
  હોમપેજદેશવહાબે કુતરાને રામનામનો ખેસ પહેરાવ્યો, તો જામિયામાં બાબરીના લાગ્યા નારા: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં...

  વહાબે કુતરાને રામનામનો ખેસ પહેરાવ્યો, તો જામિયામાં બાબરીના લાગ્યા નારા: પ્રાણપ્રતિષ્ઠા પહેલાં દરભંગાથી લઇ બાડમેર સુધી હિંદુઓ પર થયા હુમલા

  દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે બાબરી મસ્જિદના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુનિવર્સિટીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

  - Advertisement -

  અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઇ. પોતાના આરાધ્યદેવને મંદિરમાં વિરાજમાન થતા જોઈને દેશમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે એકબાજુ જ્યાં દેશ ઉત્સવ માનવી રહ્યો છે, ત્યાં બીજી બાજુ હિંદુઓ અને રામના નામથી નફરત કરનારાઓ પણ તેમની હરકતોમાંથી ઊંચા નથી આવી રહ્યા. ઘણી જગ્યાએ હિંદુ સમુદાય પર કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થયા છે. ગાઝિયાબાદના વહાબે પોતાનાં કુતરાને રામનામનો ખેસ પહેરાવી પુરા વિસ્તારમાં ફેરવ્યો, તો દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાં બાબરીના નારા લગાવવામાં આવ્યો. રાજસ્થાનના બાડમેરમાં ભગવો ધ્વજ ફાડી નાખવામાં આવ્યો હતો, તો બિહારના દરભંગામાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઉપરાંત ગુજરાતના વડોદરામાં પણ શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.

  ગાઝિયાબાદમાં વહાબે કૂતરાને રામનામનો ખેસ પહેરાવી ફેરવ્યો

  દિલ્હીના ગાઝિયાબાદ જિલ્લામાં, વહાબ નામના વ્યક્તિએ તેના કૂતરાના ગળામાં ભગવાન રામના નામનો ખેસ બાંધી અને પુરા વિસ્તારમાં તેને ફેરવ્યો. આ ઘટનાનો જયારે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી હતી. જે પછી પોલીસે વહાબની ધરપકડ કરી. મદદનીશ પોલીસ કમિશનર (ઇન્દિરાપુરમ) સ્વતંત્ર કુમાર સિંઘે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, વૈશાલી સેક્ટર 3માં એક ચોક્કસ સમુદાયના યુવકે આવું કૃત્ય કર્યું છે. કૌશાંબી પોલીસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વહાબ વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

  બિહારના દરભંગામાં શોભાયાત્રા પર પથ્થરમારો

  બિહારના દરભંગામાં રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલો સિંહવાડા પોલીસ સ્ટેશનના ભાપુરા ગામનો છે. સોમવારે (22 જાન્યુઆરી 2024) શોભાયાત્રા પર થયેલા હિંસક હુમલામાં હુમલાખોરોએ બે બાઇક સહિત ડીજે વાહનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અચાનક થયેલા હુમલાથી શોભાયાત્રામાં ભાગ લેનારા રામ ભક્તોમાં અફરાતફરી જેવી સ્થિત સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  રાજસ્થાનમાં ભગવો ધ્વજ ફાડી નાખ્યો

  રાજસ્થાનના બાડમેરમાં એક થાંભલા ઉપર લગાવવામાં આવેલો ભગવો ધ્વજ ફાડી નાખવામાં આવ્યો હતો. જેના કારણે લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોએ હાઇવે બ્લોક કરી નાખ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો બાડમેરના ગ્રામીણ કોતવાલી વિસ્તારનો છે. પોલીસે આરોપીની ભડખા શહેરમાંથી ધરપકડ કરી છે. આ ઘટના 22 જાન્યુઆરીની સાંજે બની હતી.

  જામિયામાં બાબરીના પડઘા, પોલીસ ફોર્સ તૈનાત

  દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે બાબરી મસ્જિદના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ યુનિવર્સિટીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહેવાલમાં યુનિવર્સિટી વહીવટીતંત્રના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેટલાક વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચારમાં સામેલ હતા. તેઓએ ‘સ્ટ્રાઇક ફોર બાબરી’ જેવા નારા લગાવ્યા હતા. જોકે, શૈક્ષણિક પ્રવૃત્તિ પર તેની કોઈ અસર થઈ નથી.

  વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારો

  ગુજરાતના વડોદરામાં પણ શોભાયાત્રા કાઢી રહેલા હિંદુ સમુદાય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વડોદરાના પાદરામાં શોભાયાત્રા ચાલી રહી હતી ત્યારે અચાનક જ પથ્થરો વરસવાના શરૂ થયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં અફરાતફરીની સ્થિતિ જોવા મળી રહી છે. નજીકમાં એક મસ્જિદ પણ દેખાય છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

  ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં પણ ઘણી જગ્યાએથી હિંસાના સમાચાર સામે આવ્યા હતા. કેટલાક સ્થળોએ મુસ્લિમ ટોળાએ ધાબા પરથી પથ્થરમારો કર્યો, તો ક્યાંક રસ્તા પર હિંદુઓને નિશાન બનાવ્યા. એક જગ્યાએ ઉશ્કેરાયેલા એક ઇસ્લામિક કટ્ટરવાદીએ અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી પણ આપી દીધી. ગુજરાતના મહેસાણામાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાં નીકળેલી શોભાયાત્રા પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ પણ કરવો પડ્યો હતો. હાલ આ વિસ્તારમાં પોલીસ દળ તૈનાત છે અને પથ્થરબાજો સામે કાર્યવાહી કરતા 15 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે મુંબઈના મીરા રોડ પર નિકળેલી શોભાયાત્રા પર પણ ટોળાએ હુમલો કર્યો હતો .

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં