Thursday, April 2, 2026
More
    Home Blog Page 1399

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સફળ 5G કૉલ કર્યો: મેઈડ-ઇન-ઇન્ડિયા 5Gi સ્ટેકનો ઉપયોગ કરીને સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

    થોડો સમય વિલંબ થયો હોવા છતાં, ભારત ટૂંક સમયમાં સંપૂર્ણપણે મેઈડ-ઇન-ઇન્ડિયા 5G નેટવર્ક પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. દેશમાં નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેક્નોલોજીની જમાવટમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે IIT મદ્રાસ ખાતે 5G કૉલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

    તેનો એક વિડિયો પોસ્ટ કરીને, રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીએ કહ્યું કે 5G માટે સમગ્ર એન્ડ ટુ એન્ડ નેટવર્ક ભારતમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. 5G નેટવર્કનો ઉપયોગ કરીને વીડિયો કોલ કર્યા બાદ મંત્રીએ પત્રકારોને કહ્યું કે આ વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરવા છે. “તેમનું વિઝન એ છે કે આપણી પોતાની 4G, 5G ટેક્નોલોજી સ્ટેક્સ ભારતમાં વિકસાવવામાં આવે, ભારતમાં બનાવવામાં આવે, વિશ્વ માટે બનાવવામાં આવે. આપણે આ આખી ટેક્નોલોજી સ્ટેક વડે દુનિયા જીતવી છે.”

    ભારત સરકારે ટેલિકોમ કંપનીઓને ભારતમાં તેમના 5G સાધનોનું પરીક્ષણ કરવા માટે 5G ટેસ્ટબેડ લોન્ચ કર્યા પછી મંત્રી દ્વારા વિડીયો કૉલ કરીને 5G કૉલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 17મી મેના રોજ, PM મોદીએ IIT મદ્રાસની આગેવાની હેઠળની કુલ આઠ સંસ્થાઓ દ્વારા મલ્ટિ-ઇન્સ્ટિટ્યુટ સહયોગી પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલ 5G ટેસ્ટબેડ લોન્ચ કર્યું હતું. અન્ય સંસ્થાઓ જે આ પ્રોજેક્ટનો ભાગ છે તેમાં IT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT બોમ્બે, IIT કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજી (CEWiT) છે.

    5G ટેસ્ટબેડની ગેરહાજરીમાં, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગના ખેલાડીઓને 5G નેટવર્ક પર ઇન્સ્ટોલ કરવા માટે તેમના ઉત્પાદનોનું પરીક્ષણ કરવા અને માન્ય કરવા માટે વિદેશ જવાની ફરજ પડી હતી. હવે તેઓ ભારતમાં 5G ટેસ્ટબેડ્સમાં તે કરી શકશે, જે સમગ્ર ભારતમાં પાંચ સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે. ટેસ્ટ બેડ પ્રોજેક્ટ ભારતીય ઉદ્યોગ ખેલાડીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમને સક્ષમ કરશે જે તેમને તેમના ઉત્પાદનો, પ્રોટોટાઇપ, સોલ્યુશન્સ અને 5G અને અન્ય નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં એલ્ગોરિધમ્સને માન્ય કરવામાં મદદ કરશે.

    ગઈકાલે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતનો પોતાનો 5G સ્ટેક, જેને સરકાર 5Gi તરીકે ઓળખાય છે, તે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ તૈયાર થઈ જશે. તેમણે કહ્યું હતું કે ભારતના સ્વદેશી ટેલિકોમ સ્ટેક્સ “મોટી મૂળભૂત તકનીકી પ્રગતિ” ચિહ્નિત કરે છે.

    નોંધનીય છે કે 5G ટેક્નોલોજીની આયાત કરવાને બદલે, ભારતે ભારતમાં બનાવેલા લક્ષ્યોને હાંસલ કરવા અને ચીનની ટેલિકોમ કંપનીઓ પર આધાર રાખવાનું બંધ કરવા માટે સ્વદેશી 5G સ્ટાન્ડર્ડ વિકસાવ્યું છે. ટેલિકોમ સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ સોસાયટી ઇન્ડિયા અને DoT ની દેખરેખ હેઠળ 5Gi સ્ટાન્ડર્ડ વિકસાવવામાં આવ્યું હતું, જેમાં ઘણી મોટી IIT અને IIScના યોગદાન છે. ભારતમાં વિકસિત 5G સ્ટાન્ડર્ડને 5Gi નામ આપવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે 5Gi સ્ટાન્ડર્ડ પહેલેથી જ વૈશ્વિક 5G સ્ટાન્ડર્ડ 3GPP (3 જી જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ)માં સામેલ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ઑગસ્ટમાં, ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU) એ 5Gi સ્ટાન્ડર્ડને મંજૂરી આપી હતી, જે ભારતની વતન 5G ટેક્નોલોજી સ્ટેક છે. પછી ડિસેમ્બર 2021 માં, 5Gi ને 3GPP સાથે મર્જ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતમાં વિકસિત ટેલિકોમ ટેક્નોલોજીને વૈશ્વિક ટેલિકોમ સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવી હતી.

    3GPP એ જણાવ્યું હતું કે, “3GPP માં 5Gi સ્ટાન્ડર્ડનું વિલીનીકરણ, આગળ જતા એક સામાન્ય સ્પષ્ટીકરણને સક્ષમ કરે છે, તેમજ ‘IMT.2020’ 5G ફેમિલી ઓફ સ્ટાન્ડર્ડ્સ (ITU-R) માટે સિંગલ રેડિયો એક્સેસ પ્રસ્તાવ તૈયાર કરે છે,” 3GPP એ જણાવ્યું હતું.

    ભારતની 5Gi વૈશ્વિક ધોરણો દ્વારા પૂરી ન થતી દેશની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી હતી અને તેમાં ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવા પૂરી પાડવા માટે મોબાઇલ નેટવર્કના નેટવર્ક કવરેજને વધારવાનો સમાવેશ થાય છે. તે લો મોબિલિટી લાર્જ સેલ (એલએમએલસી) નામની સુવિધાનો ઉપયોગ કરે છે, જે બેઝ સ્ટેશનની સિગ્નલ ટ્રાન્સમિશન શ્રેણીને વધારી શકે છે. તેમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડમાં મોબાઈલ ફોનની શક્તિને બમણી કરવાનો પણ સમાવેશ થાય છે, જેને 23dBm થી વધારીને 26dBm કરવામાં આવ્યો છે.

    3GPP માં 5Gi ના સમાવેશ સાથે, એક અલગ 5G ટેક્નોલોજી સેક્ટરને અલગ કરી દેશે તેવી ચિંતાઓનો જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે હવે 5Gi ને 3GPP ના નેજા હેઠળ વૈશ્વિક સ્તરે લાગુ કરવામાં આવશે. વધુમાં, 3GPP માં મર્જ થયેલ 5Gi સ્ટેકને લૉક કરવામાં આવ્યું છે, અને કોઈપણ વધુ અપડેટ ફક્ત વૈશ્વિક સંસ્થાની દેખરેખ હેઠળ જ થશે.

    5Gi એ ટેલિકોમ સેક્ટરમાં ભારતનું પ્રથમ યોગદાન છે, જેમાં યુએસ, યુરોપ અને ચીનનું વર્ચસ્વ હતું. જ્યારે તે મૂળ રૂપે સ્થાનિક ધોરણ તરીકે વિકસાવવામાં આવ્યું હતું, તે 3GPP દ્વારા અપનાવવામાં આવ્યા પછી તે આંતરરાષ્ટ્રીય ધોરણનો ભાગ બન્યું હતું.

    ઔરંગઝેબ મંદિર તોડવાનો ચેમ્પિયન હતો, જમીન હજુ પણ દેવતાઓના નામે છેઃ સુપ્રીમ કોર્ટને કહ્યું જ્ઞાનવાપી હિંદુઓનું, વર્શિપ એક્ટ લાગુ થતો નથી

    ઔરંગઝેબ મંદિર તોડવાનો ચેમ્પિયન હતો, પોતાના શાશન દરમિયાન તેણે હજારો મંદિરો ધ્વસ્ત કાર્ય હતા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખામાં વીડિયોગ્રાફિક સર્વેક્ષણ પછી પુરાવા સામે આવ્યા બાદ હિંદુ પક્ષે વધુ મજબૂત રીતે પોતાનો દાવો રજૂ કરવાનું શરૂ કર્યું છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુઘલ આક્રમણખોર ઔરંગઝેબ મંદિર તોડવાનો ચેમ્પિયન હતો અને તેણેજ ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો હતો.

    આ કાઉન્ટર પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મુગલ આક્રમણખોર ઔરંગઝેબ મંદિરોના વિનાશમાં ચેમ્પિયન હતો અને તેના આદેશ પર કાશી અને મથુરા સહિત દેશના મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે, એ પણ ઉલ્લેખ છે કે મંદિરનો એક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને તે જ વિસ્તારમાં જ્ઞાનવાપી મસ્જિદ પણ બનાવવામાં આવી હતી, પરંતુ તેઓ હિન્દુ ધાર્મિક પ્રતીકો અને દેવતાઓની મૂર્તિઓને બદલવામાં નિષ્ફળ ગયા હતા. આથી દેવી શ્રૃંગાર ગૌરી, ભગવાન ગણેશ અને અન્ય દેવતાઓ આજે પણ પરિસરમાં બિરાજમાન છે.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબ દ્વારા તેમના હુકમનામામાં અને મુઘલ ઈતિહાસકારોના રેકોર્ડમાં એવું કંઈ નથી જે સાબિત કરે કે ઔરંગઝેબ અથવા તેના પછીના શાસકોને વિવાદિત જમીન પર વકફ બાંધવાની અથવા જમીન કોઈને સોંપવાની સત્તા હતી. મુસ્લિમ અથવા મુસ્લિમ બોડી. આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષ વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને અરજીમાં કોર્ટને જણાવ્યું હતું કે હુકમની નકલ કોલકાતાની એશિયાટિક લાઇબ્રેરીમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ઈતિહાસકારો પુષ્ટિ કરે છે કે ઈસ્લામિક શાસક ઔરંગઝેબે 9 એપ્રિલ 1669ના રોજ તેના વહીવટીતંત્રને વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આદિ વિશ્વેશ્વરના મંદિર પર ઇસ.1193 થી ઇસ.1669 સુધી હુમલો કરવામાં આવ્યો, લૂંટવામાં આવ્યું અને તોડી પાડવામાં આવ્યું.

    હિન્દુ પક્ષે કહ્યું કે મસ્જિદ માત્ર વકફ જમીન પર જ બનાવી શકાય છે. આ કિસ્સામાં મંદિરની જમીન અને મિલકત અનાદિ કાળથી દેવતાઓની છે. એવી દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ શાસક અથવા મુસ્લિમના આદેશ હેઠળ મંદિરની જમીન પર બાંધકામને મસ્જિદ ગણી શકાય નહીં.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાશીમાં આદિ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ એ ‘સ્વયંભૂ ભગવાન’ છે અને આ ‘તપોભૂમિ’ ભારતના વિવિધ ભાગોમાં સ્થાપિત 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રાચીન છે. હિંદુ પૌરાણિક કથાઓ હેઠળ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે અને તેનું વર્ણન વેદ, પુરાણ, ઉપનિષદ અને અન્ય શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.

    પિટિશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 વિવાદિત જ્ઞાનવાપી માળખાને લાગુ પડતો નથી, કારણ કે માળખાના ધાર્મિક પાત્રને બદલવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યાં આજે પણ દેવતાની પૂજા થાય છે અને ભક્તો દ્વારા પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ કાયદો એ પણ જણાવે છે કે દેવતાની જમીન હંમેશા દેવતાના નામે જ રહે છે. વિદેશી શાસનના આગમન પછી પણ, દેવોના અધિકારનો અંત આવ્યો નહોતો.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ પક્ષકારો એ વાત પર પણ સહમત છે કે 30 ડિસેમ્બર 1810ના રોજ તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ વોટસને પ્રેસિડેન્ટ કાઉન્સિલને પત્ર મોકલીને જ્ઞાનવાપી વિસ્તારને હંમેશ માટે હિંદુઓને સોંપી દેવાનું સૂચન કર્યું હતું.

    શું છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ

    વર્ષ 1991માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે ઉપાસના સ્થળ કાનૂન બનાવવામાં આવ્યો હતો. કાયદો લાવવાનો તાત્પર્ય અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારે કાયદામા એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં. આમાં કહેવામાં આવ્યુ છે કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 એ કોઈ ધાર્મિક માળખુ કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતુ, તે તેમજ રહેશે, તેના પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં.

    ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પટેલની ટિપ્પણીઓથી અસ્વસ્થ દેખાયા રાજદીપ સરદેસાઈ, પૂછ્યું રાજીનામું કોણે લખી આપ્યું

    કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વિવિધ ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. હાર્દિક પટેલે અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટૂડેને પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જોકે, હાર્દિક અને ઇન્ડિયા ટૂડેના રાજદીપ સરદેસાઈ વચ્ચેની આ વાતચીત ‘એક્ઝિટ ઇન્ટરવ્યૂ’ જેવી લાગતી હતી. જેમાં હાર્દિકે લખેલા પત્રને લઈને રાજદીપ અસ્વસ્થ જણાયા હતા તો તેમણે પત્રને લઈને શંકા પણ વ્યક્ત કરી હતી.

    રાજદીપ સરદેસાઈ હાર્દિક પટેલ સાથેના ઇન્ટરવ્યૂમાં પૂછે છે કે, “કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજીનામાં પત્ર પર સહી તમારી છે પરંતુ શબ્દો તમારા લાગતા નથી. આ શબ્દો કોણે લખ્યા છે? કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજીનામાં પત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો ભાજપના સભ્યો દ્વારા લખવામાં આવેલા શબ્દો સાથે સામ્યતા ધરાવે છે.”

    જેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસના નેતાઓને ભાજપ સામે કેમ લડવું તેની ચિંતા નથી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે નાસ્તો કરવા ક્યાં જવું જોઈએ અથવા રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા ક્યાંથી કરવી તેવી તુચ્છ બાબતોમાં જ રચ્યાપચ્યા રહે છે.”

    હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાયા બાદ કોંગ્રેસે તેમને પદાધિકારી બનાવ્યા હતા તે મામલે ટિપ્પણી કરતા હાર્દિકે રાજદીપ સરદેસાઈને કહ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈમાનદારીથી ભાજપને પડકાર આપવાનું કામ કરી રહ્યા નથી. મને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો, પરંતુ મને કોઈ કામ જ આપવામાં ન આવ્યું તો પછી પદનું મહત્વ શું છે?”

    ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિશેની હાર્દિકની આ ટિપ્પણીથી નારાજ થયેલા રાજદીપ સરદેસાઈએ હાર્દિકને યાદ કરાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ગુજરાત યાત્રા મુદ્દે ઉત્સાહિત દેખાતા હતા અને હવે તેના થોડા દિવસો બાદ તેમણે રાજીનામું આપી દીધું. 

    જવાબમાં હાર્દિક પટેલ કહે છે, “મેં એક અઠવાડિયા પહેલાં તમારી સાથે વાત કરી હતી અને ત્યારે કહ્યું હતું કે હું આ સમસ્યાના સમાધાન માટે આશાવાદી છું. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં આ મુદ્દે કોઈ ચર્ચા ન થઇ. ગુજરાતમાં ગુજરાતીઓના સન્માનની વાત કરવી પડશે, તેની જગ્યાએ તમે ગુજરાતીઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશો તો તે નહીં ચાલે.”

    હાર્દિક પટેલે આગળ કહ્યું, “ગુજરાત એક વ્યાપારિક રાજ્ય છે. અંબાણી અને અદાણી પર સતત હુમલા કરવાથી તમને ફાયદો થશે નહીં. ગુજરાતી મૂળના વેપારી લોકો પર પાર્ટીના સતત હુમલા વિશે મેં કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાત કરી હતી. શું 2014 પછી અંબાણી અને અદાણીનો ઉદય થયો? તેઓ 2014 પહેલા પણ ગુજરાતમાં હતા. તેમના પર હુમલો કરવો એ કોંગ્રેસનું ખોટું પગલું છે.”

    રાજદીપે હાર્દિક પટેલના પાર્ટી સાથે મોહભંગનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “તમને કદાચ વડાપ્રધાન પસંદ નહીં હોય. પરંતુ તેઓ ગુજરાતી હોવાના કારણે તમે દરેક ગુજરાતીને બદનામ કરશો?

    હાર્દિક પટેલે બુધવારે (18 મે 2022) સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સોનિયા ગાંધીને એકે પત્ર લખ્યો હતો, જે ટ્વિટર પર પણ શેર કર્યો હતો. 

    રાજીનામું આપતાં હાર્દિકે કહ્યું હતું કે, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ અને ગુજરાતની જનતા મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે આ પગલા બાદ ભવિષ્યમાં હું ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક કાર્ય કરી શકીશ.”

    ગંગા કિનારે ફરી મૃતદેહો જોવા મળ્યાઃ કોરોનાની બીજી લહેરમાં આ બતાવીને મીડિયા ગેંગે ભારતને બદનામ કરવાનું રચ્યું હતું ષડયંત્ર

    સંગમ શહેર કહેવાતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા કિનારે સમાધિ સ્વરૂપે રેતીમાં દટાયેલી મોટી સંખ્યામાં મૃતદેહો ફરી સામે આવ્યા છે. આ દ્રશ્ય કોરોના સમયગાળાની યાદ અપાવે છે, જેમાં કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો અને પ્રોપગેંડાધારીઓ દ્વારા આ સમાધિઓને કોરોનાના કારણે થયેલા મૃત્યુ ગણાવીને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    સામે આવેલ આ મૃતદેહો પ્રયાગરાજના ફાફામૌ ઘાટના છે. અહીં મૃતદેહોને દફનાવ્યા બાદ તેની ઉપર લાલ કે ગરુ રંગનું કપડું ઓઢાવવામાં આવે છે. સામાન્ય રીતે આ કામ એ હિંદુઓ કરે છે જેમની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નથી. જ્યારે અન્ય કેટલાક લોકો પરંપરાના કારણે તેમને અહી સમાધિ આપે છે.

    જે લોકો મૃતદેહોને આ રીતે સમાધિ આપે છે તેઓ ઇચ્છે છે કે તેમના પ્રિયજનો આ નશ્વર દુનિયામાંથી મુક્ત થાય, તેથી તેઓ મૃતદેહોને ગંગાના કિનારે સમાધિ આપે છે. હિંદુ ધર્મમાં મૃતદેહોને બાળવાની પરંપરા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને ગંગાના કિનારે આવેલા વિસ્તારોમાં મૃતદેહોને સમાધિ આપવાની પરંપરા પણ છે.

    લોકોનું માનવું છે કે જ્યારે વરસાદની ઋતુમાં ગંગા નદીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે આ તમામ મૃતદેહો તેમાં વહી જાય છે. આ પછી જ તેમના પ્રિયજનોને મોક્ષ મળે છે. એટલા માટે તેઓ અસ્થાયી રૂપે મૃતદેહોને ગંગાના કિનારે સમાધિ આપે છે. તેઓ માને છે કે રેતીમાં સમાધિ આપવાથી ખર્ચનો બોજ તેમના પર નથી આવતો. કદાચ તેથી જ યુપીના ઘણા જિલ્લાઓમાંથી લોકો ફાફમૌ ઘાટ પર મૃતદેહો લાવે છે.

    નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન વિશ્વભરના દેશોની સાથે ભારતમાં પણ તેની ઘણી અસર થઈ હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય મીડિયાએ જે રીતે આ સમાધિના ફોટાઓ પ્રકાશિત કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો તે સ્પષ્ટ પ્રોપગેંડા હતો. તે વખતે સરકાર અને ઘણી સંસ્થાઓએ સ્પષ્ટતા કરી હતી કે હિન્દુ ધર્મમાં મૃતદેહોને સમાધિ આપવાની પરંપરા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા પોતાનો પ્રોપગેંડા ચલાવી રાખ્યો હતો. આ જ કારણ છે કે કોરોના પછી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.

    નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) અને જિલ્લા પ્રશાસને ગંગાના કિનારે મૃતદેહોને સમાધિ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ છતાં, લોકો ખર્ચથી બચવા અને પરંપરાને કારણે મૃતદેહોને રેતીમાં દાટી રહ્યા છે. પ્રયાગરાજ કોર્પોરેશનના કમિશનર રવિ રંજને ANIને જણાવ્યું કે આને રોકવા માટે ઘાટો પર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી કે ગંગા કિનારે રેતીમાં મૃતદેહોને સમાધિ ન આપવામાં આવે.

    ભારત વિરોધી પ્રોપગેંડા પાર પાડવા સમાચારપત્રએ કથિત કવિતાને પહેલા પાને સ્થાન આપ્યું હતું (ફોટો : પર્સનલ અર્ચિવ)

    અત્રે નોંધવું જરૂરી છે કે કોરોનાની એ બીજી લહેર દરમિયાન જ્યારે લોકો અનેક હાલાકીઓની સામનો કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાવાળાઓએ પોતાના પ્રોપગેંડાની દુકાનો ખુલ્લી મૂકી દીધી હતી. આ જ અવસરનો લાભ પોતાની પ્રસિદ્ધિ માટે ખાટી લેવા ગુજરાતનાં એક કવયિત્રી પારૂલ ખખ્ખરે વિષયની સત્યતા જાણ્યા વગર 14 પંક્તિની એક લાંબીલચક કવિતા બનાવી દીધી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઉપરોક્ત પ્રથાને સમજતા અસંખ્ય ભારતીયો દ્વારા એમની ખૂબ ટીકા કરવામાં આવી હતી પરંતુ ડાબેરી વિચારધારાવાળા લોકોએ તેમને માથે ચડાવી લીધા હતા અને ભારતવિરોધી પ્રોપગેંડા ચલાવવા માટે કુખ્યાત સમાચારપત્ર The Telegraph દ્વારા એ કવિતાના ભાષાંતરને પોતાના મુખપૃષ્ઠ પર સ્થાન પણ અપાયું હતું.

    રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની રિયલ એસ્ટેટ ફર્મનું લાયસન્સ હરિયાણા સરકારે રદ કર્યું, કોંગ્રેસ સરકાર વખતે અપાયું હતું 

    હરિયાણાની ભાજપ સરકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની એક કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. સત્તામાં આવ્યાના આઠ વર્ષ બાદ ભાજપ સરકારે આ કાર્યવાહી કરી છે. ભાજપની હરિયાણા સરકારે ગુરુગ્રામમાં બનાવવામાં આવી રહેલા સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડનું રિયલ એસ્ટેટ લાયસન્સ રદ કરી દીધું છે. 

    વર્ષ 2008 માં હરિયાણામાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન રોબર્ટ વાડ્રા અને કંપનીને લાયસન્સ આપવામાં આવ્યું હતું. હવે હરિયાણાના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના ડાયરેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રોબર્ટ વાડ્રાની કંપનીનું લાયસન્સ રદ કરવાનો આદેશ 9મી માર્ચના રોજ આપવામાં આવ્યો હતો. 

    વર્ષ 2012માં સ્કાઈલાઈટે કમર્શિયલ કોલોની બનાવવા માટેનું લાયસન્સ 58 કરોડ રૂપિયામાં રિયલ એસ્ટેટ કંપની DLFને વેચી દીધું હતું. એટલું જ નહીં, નિયમોનું ઉલ્લંઘન કરીને ગુરુગ્રામના વઝીરાબાદમાં ડીએલએફને 350 એકર જમીન વેચવાનો પણ આરોપ લાગ્યો છે. અહીં નોંધવું જોઈએ કે, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લાઇસન્સ થકી રહેણાંક, કમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ કૉલોની બનાવવા માટેનો અધિકાર મળે છે. વર્ષ 2012 માં પણ આ જમીન સબંધિત કરાર વિવાદમાં આવ્યા હતા. 

    આઈએએસ અશોક ખેમકાએ 15 ઓક્ટોબર 2012 ના રોજ સ્કાયલાઈટના 3.35 એકરનું મ્યૂટેશન રદ કરી દીધું હતું. જે બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. જોકે, મ્યૂટેશન રદ કરવાનો આદેશ ગુરુગ્રામ રેવન્યૂ એડમિનિસ્ટ્રેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો ન હતો. 25 એપ્રિલ, 2014 ના રોજ ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, મ્યૂટેશનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને તેની માલિકી DLF પાસે જ બતાવે છે.

    2014 માં જ્યારે હરિયાણામાં ભાજપ સરકાર સત્તા પર આવી તો હુડ્ડા સરકાર તરફથી રોબર્ટ વાડ્રાની કંપનીને આપવામાં આવેલ લાયસન્સ પર ખૂબ વિવાદ થયો હતો. હવે વિભાગે લાયસન્સ રદ કદી દીધું છે. હવે આ જમીન પર કોઈ નિર્માણકાર્ય થઇ શકશે નહીં. જાણવું જરૂરી છે કે હુડ્ડા સરકારે ખૂબ સસ્તા ભાવે આ જમીન રોબર્ટ વાડ્રાને આપી હતી અને જે ત્યારબાદ મોટી કિંમતમાં DLF ને વેચી દેવામાં આવી હતી. 

    હરિયાણા સરકારે જસ્ટિસ એસએસ ઢીંગરાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી અને જે તપાસનો રિપોર્ટ પણ સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે કમિશનના આ રિપોર્ટને સાર્વજનિક કરવા પર રોક લગાવી હતી. સ્કાયલાઈટ જ્યારે જમીન DLFને વેચી ત્યારે નવા ટાઇટલ સાથે સ્ક્રૂટિની ફી જમા કરવામાં આવી અને સરકાર સમક્ષ આવેદન કરવામાં આવ્યું હતું. 

    2012 માં કોલોનીની બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન અપ્રૂવ થયો હતો. અને 2017 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. DLF લાયસન્સ રિન્યૂ કરાવવા માંગતું હતું. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ ન થતા 2011 માં લાયસન્સ માટે આવેદન કરવામાં આવ્યું હતું. 2012 માં તત્કાલીન ડીજી અશોક ખેમકાએ મ્યૂટેશન રદ કરી દીધું હતું. 

    હવે DLFએ આ મામલે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના અધિક મુખ્ય સચિવ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જેમાં રદ કરવાના આદેશને પડકારવામાં આવ્યો છે. ડીએલએફે સરકારને પાઠવેલા પત્રમાં કહ્યું કે, લાયસન્સ રિન્યૂ કરવામાં વિલંબ થવાના કારણે વિકાસકાર્ય પૂર્ણ થઇ શક્યું નથી. લાયસન્સના ટ્રાન્સફર માટે જરૂરી શુલ્ક સાથે એક આવેદન પણ જમા કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી એક લાખ રૂપિયાથી શરૂ થઇ હતી. 2008 માં સ્કાઈલાઈટે સેક્ટર 83માં આંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. આરોપ છે કે કમર્શિયલ કોલોનીનું લાયસન્સ મળ્યા બાદ સ્કાયલાઇટે જમીન 58 કરોડમાં DLFને વેચી દીધી હતી. આ મામલે વાડ્રા અને હુડ્ડા વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

    કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં તબદીલ; રામ જાનકી વિરાજમાન હતા તે મંદિરની એક એક ઈંટો કાઢી પંચર બનાવનાર મુખ્તારે રેસ્ટોરેન્ટ બનાવી

    કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં તબદીલ થવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી રેકોર્ડમાં રામ-જાનકી મંદિર તરીકે નોંધાયેલી જગ્યા પર બિરયાની રેસ્ટોરન્ટ ધમધોકાર ચાલી રહી છે. શત્રું સંપત્તિની શોધ દરમિયાન આ બાબત સામે આવી છે કે, કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં ફેરવાઈ ગયું છે.

    અહેવાલો અનુસાર, આ સ્થળ કાનપુરના બેકનગંજના ડૉકટર બેરી ચોક ખાતે સ્થિત છે. સરકારી રેકોર્ડ પર બિલ્ડીંગ નંબર 99/14A રામ-જાનકી મંદિર ટ્રસ્ટની છે. અહીં ભગવાન શ્રી રામનું મંદિર હતું. કહેવાય છે કે એંશીના દાયકા સુધી અહીં પૂજા થતી હતી. પરંતુ હવે મંદિરનો અમુક ભાગ જ બચ્યો છે. તે પણ જર્જરિત હાલતમાં છે. મંદિરના અન્ય ભાગોને તોડીને તેનો ઉપયોગ રેસ્ટોરન્ટના રસોડા તરીકે કરવામાં આવી રહ્યો છે.

    રેસ્ટોરન્ટ ચલાવનાર વ્યક્તિનો દાવો છે કે તેણે આ પ્રોપર્ટી આબિદ રહેમાન પાસેથી ખરીદી હતી. રિપોર્ટ અનુસાર, આબિદ રહેમાન 1962માં પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયો હતો, જ્યાં તેનો પરિવાર પહેલાથી જ રહેતો હતો. 1982 માં, તેણે આ મિલકત મુખ્તાર બાબાને વેચી દીધી, જે મંદિર પરિસરમાં સાયકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો.

    મુખ્તારના પુત્ર મહમૂદ ઉમરે દાવો કર્યો છે કે તેની પાસે મિલકતને લગતા તમામ જરૂરી દસ્તાવેજો છે અને તે ટૂંક સમયમાં પ્રશાસનની નોટિસનો જવાબ પણ આપશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટ બનાવવા માટે મંદિર ટ્રસ્ટની સામે હિન્દુઓની જે 18 દુકાનો હતી, તે પણ એક પછી એક તોડી પાડવામાં આવી હતી.

    ETV ભારતે શત્રુ સંપત્તિ અને ACM-7ના ઈન્ચાર્જ દીપક પાલને ટાંકીને જણાવ્યું છે કે તેમને ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ જમીન અંગે ફરિયાદ મળી હતી. SDMની તપાસમાં સામે આવ્યું છે કે ઈશાક બાબા નામનો વ્યક્તિ આ મંદિરનો કેરટેકર હતો. બાદમાં તેમના પુત્ર મુખ્તાર બાબાએ અહીં સાયકલ રિપેરિંગ અને પંચરનું કામ શરૂ કર્યું.

    શત્રુ સંપત્તિના સંરક્ષકની કચેરીના મુખ્ય સુપરવાઇઝર અને સલાહકાર કર્નલ સંજય સાહાએ કહ્યું કે આ મામલે લોકોને નોટિસો મોકલવામાં આવી રહી છે. તેમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કર્નલ સંજય સાહાએ કહ્યું, “અમે તેમને પાંચ ચોક્કસ પ્રશ્નો સાથે નોટિસ મોકલી છે અને અમે તેમના જવાબોની રાહ જોઈ રહ્યા છીએ. જો કે, હજુ સુધી કોઈ જવાબ સામે આવ્યો નથી.”

    મળતી માહિતી મુજબ, ગયા વર્ષે શત્રુ સંપત્તિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ એ સ્પષ્ટ નથી કે જ્યાં એક સમયે મંદિર હતું ત્યાં રામ-જાનકી મંદિર ટ્રસ્ટના નામે નોંધાયેલી જમીન મુસ્લિમ વ્યક્તિ કેવી રીતે વેચી કે ખરીદી શકે?

    શત્રુ સંપત્તિ અધિનિયમ

    પાકિસ્તાન સાથે 1965ના યુદ્ધ પછી દુશ્મન સંપત્તિ કાયદો, 1968 પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ મુજબ, 1947ના વિભાજન અથવા 1965 અને 1971ની લડાઈ પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને ત્યાંની નાગરિકતા મેળવનારાઓની તમામ સ્થાવર સંપત્તિને ‘શત્રું સંપત્તિ’ તરીકે જાહેર કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ અધિનિયમ મિલકતના કાનૂની વારસદાર અથવા કાનૂની પ્રતિનિધિને શત્રું સંપત્તિની સંભાળ લેવાનો અધિકાર આપે છે.

    આ કાયદામાં સુધારો એનિમી પ્રોપર્ટી એક્ટ, 2017 દ્વારા અનુસરવામાં આવ્યો હતો. તેણે દુશ્મન મિલકતની વ્યાખ્યા બદલી છે. આ મુજબ, હવે તે લોકો પણ દુશ્મન છે, જે ભારતના નાગરિક હોઈ શકે છે, પરંતુ તેમને વારસામાં એવી સંપત્તિ મળી છે જે પાકિસ્તાની નાગરિકના નામે છે. આ સુધારાથી આવી મિલકતોની માલિકીનો અધિકાર પણ ભારત સરકારને આપી દેવામાં આવ્યો છે.

    ઇસ્લામિક જેહાદ સામે હવે ધર્મસંસદ નહીં કરે યતિ નરસિંહાનંદ: સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લીધો, કહ્યું- બાકીનું જીવન સનાતનના પ્રચાર-પ્રસારમાં લગાવીશ 

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીએ ચોંકવનારો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઇ પોતાનું જીવન સંપૂર્ણપણે ધાર્મિક કાર્યોમાં સમર્પિત કરી દેશે તેમ જણાવ્યું છે. તદુપરાંત, તેમણે ઇસ્લામિક જેહાદ સામેની પોતાની લડાઈ અને ધર્મસંસદના આયોજનથી પણ પોતાને અલગ કરી દીધા છે.

    યતિ નરસિંહાનંદે આ વાતો ગુરુવારે (19 મે 2022) કહી હતી. જિતેન્દ્ર નારાયણ ત્યાગી (વસીમ રિઝવી) સામે કરાયેલી કાર્યવાહી માટે તેમણે પોતાને પણ જવાબદાર ઠેરવ્યા છે. એક વિડિયો જાહેર કરતાં યતિ નરસિમ્હાનંદે કહ્યું, “અમે બધા જિતેન્દ્ર નારાયણ ત્યાગીને જેલમાંથી મુક્ત થયા બાદ લેવા આવ્યા હતા. પણ તેઓ અમને મળ્યા વગર જ જતા રહ્યા. અમારો સાથ અહીં સુધી જ હતો. તેમની સાથેના સુખદ કે દુઃખદ અનુભવો માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર છું. તેમની કોઈ ભૂલ નથી. તેમણે હંમેશા સત્ય કહ્યું. મારી નબળાઈના કારણે તેમણે ચાર મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. હું તેમની માફી માંગુ છું.”

    સંન્યાસ અંગે ઘોષણા કરતા યતિ નરસિંહાનંદ ગિરીએ આગળ કહ્યું, “હું હિંદુ સમાજને કહેવા માંગુ છું કે મેં મારું જીવન ઇસ્લામિક જેહાદ સામે લડવામાં લગાવી દીધું હતું. પરંતુ હવે બાકીનું જીવન મારી મા અને મહાદેવના યજ્ઞ સાથે યોગેશ્વરની ગીતાના પ્રચાર-પ્રસારમાં લગાવવા માંગુ છું. અત્યાર સુધી કરેલી ભૂલો માટે હું માફી ચાહું છું. આજ પછી હું સાર્વજનિક જીવનમાં નહીં રહું. મારા જીવનનો આ નવો અધ્યાય હવે માત્ર એક ધાર્મિક વ્યક્તિ તરીકે શરૂ થાય છે.”

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યતિ નરસિંહાનંદે આ નિર્ણય હિંદુ સમાજની ઉદાસીનતાના કારણે લીધો છે. તેમણે કહ્યું, “વર્ષ 2012માં મેં દેવબંધના ઇસ્લામિક જેહાદ વિરુદ્ધ ધર્મ સંસદ શરૂ કરી હતી. પરંતુ આજે તે સમાપ્ત થઇ રહી છે. ધર્મસંસદમાં જેલ ગયેલા સાથીઓ માટેના સંઘર્ષમાં હિંદુ સમાજે અમારો સહકાર નહીં આપ્યો. હિંદુ સમાજના યોદ્ધાઓની દૂર્ગતિ થઇ રહી છે.”

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 થી 20 ડિસેમ્બર દરમિયાન હરિદ્વારમાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંસદમાં ભડકાઉ નિવેદનનો આરોપ લગાવતા મુસ્લિમ પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ફરિયાદ બાદ યતિ નરસિંહાનંદ ગિરી અને જીતેન્દ્ર નારાયણ ત્યાગીની ધરપકડ થઇ હતી. ધર્મ સંસદનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

    મહંત યતિ નરસિંહાનંદ ગિરી ડાસના દેવી મંદિરના પીઠાધીશ્વર છે. તેઓ અવારનવાર ચર્ચામાં પણ રહે છે. થોડા સમય પહેલાં તેમની હાજરીમાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી હિંદુ બન્યા હતા અને યતિ નરસિંહાનંદે તેમને જીતેન્દ્ર નારાયણ ત્યાગી નામ આપ્યું હતું. આ ઉપરાંત, યતિ ઘણીવાર તેમના નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. જોકે, હવે તેમણે સાર્વજનિક જીવનમાંથી સંન્યાસની ઘોષણા કરી છે.

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડા; કુતરાઓને ઘરની બહાર ફેંકી દો : CM ભગવંત માનનું ફરમાન, બગ્ગાએ કહ્યું લાચાર CM હવે કુતરાઓ પાછળ પડ્યા

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડાદાયક ફરમાન અપાયું, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સરકારી કર્મચારીઓને તેમના ક્વાર્ટરમાં પાલતુ કૂતરાઓ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે સરકારી બંગલા અને ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ અધિકારીઓને એક સપ્તાહની અંદર તેમના પાલતુ કૂતરાઓને ઘરની બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને લઈને વિચિત્ર ફરમાનથી લોકો ગિન્નાયા છે.

    13 મેના રોજ એક આદેશમાં, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, પટિયાલા (ADGP) એ પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓને સરકારી આવાસમાં પાલતુ કૂતરાઓ રાખવાની મંજૂરી નથી, કુતરાઓને ઘરની બહાર કરીદો.

    પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ પોતાના ઘરે પાલતુ કૂતરાઓ રાખે છે, શું તેમને આની પરવાનગી છે ખરી? એડીજીપીએ કહ્યું હતું કે જે અધિકારીઓએ હજુ સુધી આ આદેશનું પાલન નથી કર્યું તેઓ તેમના પાલતુ કૂતરાઓને એક સપ્તાહની અંદર ક્વાર્ટરની બહાર કરી દે. આદેશ મુજબ જો કોઈ કર્મચારી આમ કરવાનો ઈન્કાર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    સરકારી આવાસો માંથી પાલતું શ્વાન હાંકી કાઢવાનો લેખિત આદેશ (સાભાર Opindia Hindi)

    આ આદેશને લઈને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તજિંદર પાલ સિંહ બગ્ગાએ પંજાબની ‘આપ’ સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે, “શું પંજાબમાં તમામ મુદ્દાઓનો અંત આવી ગયો છે? તે હવે લાચાર CM પાલતું શ્વાન પાછળ પડ્યા છે, જ્યારે તમે કોઈ પ્રાણીને ઘરમાં લાવો છો, ત્યારે તે થોડા જ સમયમાં પરિવારના સભ્ય જેવું બની જાય છે. પરંતુ એમ કહેવું છે કે તમામ પોલીસકર્મીઓએ 1 અઠવાડિયાની અંદર કૂતરાઓને તેમના ઘરમાંથી હટાવી દેવા જોઈએ. આવું માત્ર એક અસંવેદનશીલ વ્યક્તિ જ આ કરી શકે છે.”

    તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માન જ્યાં તેઓ પાલતુ કૂતરાઓથી છુટકારો મેળવવા પર ધ્યાન આપી રહ્યા છે. તે જ સમયે, AAP ના સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની જોરદાર જીત બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હિંસા થઈ રહી છે. ત્યાં સુધી કે પ્રખ્યાત કબડ્ડી ખેલાડીઓ પણ આ હિંસાથી બકાત નથી રહ્યા. રાજ્યમાં ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને રાજ્યમાં ઘણા વર્ષો પછી સાંપ્રદાયિક હિંસા પણ જોવા મળી રહી છે.

    નોંધનીય છે કે ગયા મહિને પંજાબના પટિયાલામાં હિંસાના મામલામાં પોલીસે કાર્યવાહી કરી હતી અને 6 એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં 25 લોકોના નામ હતા, જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં શિવસેના દ્વારા હાંકી કાઢવામાં આવેલા હરીશ સિંઘલાનો પણ સમાવેશ થાય છે, જેને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ ઉપરાંત કુલદીપ સિંહ અને દલજીત સિંહ પણ ઝડપાયા હતા.

    જણાવી દઈએ કે આ સમગ્ર હિંસાનો માસ્ટરમાઈન્ડ બરજિંદર સિંહ પરવાનાને જણાવવામાં આવ્યો હતો. પટિયાલાના આઈજી એમએસ ચિન્નાએ જણાવ્યું હતું કે, “પટિયાલામાં કાયદા વ્યવસ્થાનો ભંગ થયો હતો, જેના સંદર્ભમાં 6 FIR નોંધવામાં આવી છે અને હરીશ સિંઘલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ બરજિંદર સિંહ પરવાનાની પંજાબ પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

    ચીખલીના રાનકુવામાં સર્કલ પરથી ભગવા ઝંડા હટાવાતાં વિવાદ: હિંદુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ સરપંચે માફી માંગી ઝંડા પુનઃસ્થાપિત કર્યા

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ચાર રસ્તા ઉપર છેલ્લા થોડા સમયથી લગાવવામાં આવેલા ભગવા ઝંડા ગ્રામ પંચાયત દ્વારા અચાનક હટાવાતાં ભારે વિવાદ થયો હતો. આ મામલે હિંદુ સંગઠનો દ્વારા કાયદેસર ફરિયાદ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા બાદ ગામના સરપંચે માફી માંગીને ફરીથી ઝંડા લગાવી દીધા હતા. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા સમય પહેલાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાનકુવા ચાર રસ્તા પર આવેલા સર્કલ ખાતે પ્રભુ શ્રીરામના તેમજ ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઝંડાઓ બે-ત્રણ દિવસ પહેલાં ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.

    આ મામલે પ્રણવસિંહ પરમારે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “લગભગ એક મહિના પહેલાં લગાવવામાં આવેલા ઝંડાઓ હટાવી દેવામાં આવ્યાનું જાણવા મળતા અમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, અને ગામના સરપંચનો પણ સંર્પક કર્યો હતો. જેમાં તેમણે ગ્રામપંચાયતના ઠરાવનું બહાનું ધર્યું હતું. પરંતુ પંચાયતના ઠરાવમાં અકસ્માત ન થાય તે માટે સર્કલ પર બેનરો અને પોસ્ટરો ન લગાવવા માટે કહેવામાં આવ્યું હતું અને ઉંચા પોલ પર લગાવવામાં આવતા ઝંડાઓ ક્યાંય નડતરરૂપ થતા નથી. જે બાદ અમે આજે રાનકુવા સર્કલ ખાતે ઘેરાવ કરી રામધૂન બોલાવવાનું એલાન કર્યું હતું.”

    ભગવા ઝંડા પુનઃસ્થાપિત કરતા હિંદુ સંગઠનોના કાર્યકરો

    એલાન બાદ હિંદુ સંગઠનો અગ્નિવીર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ લાયન્સ ગ્રુપ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવા ઝંડા હટાવાતાં વિરોધ નોંધાવ્યો હતો તેમજ ઝંડાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.વિવાદ બાદ રાનકુવા ગામના સરપંચ પોતે જ આવ્યા હતા અને હાજર હિંદુ કાર્યકર્તાઓની માફી માંગી લીધી હતી તેમજ તેમણે જ ફરીથી ઝંડાઓ લગાવી દીધા હતા. તેમજ તેમણે આવું ફરી નહીં થાય તે માટે બાહેંધરી પણ આપી હતી. 

    આ સમગ્ર ઘટનાક્રમ અંગે અગ્નિવીર હિંદુ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ મહેન્દ્રભાઈ રાજપુરોહિતે ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “અહીં અમારા હિંદુ યુવાનો દ્વારા એક મહિના પહેલાં ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. ભગવો સનાતન ધર્મની ઓળખાણ કહેવાય. એ લગાવ્યાના એક મહિના બાદ પરમ દિવસે અહીંના સરપંચ અને તેમની સમિતિ દ્વારા ભગવા ધ્વજને કાઢીને ફેંકી દેવામાં આવ્યો, તેનું અપમાન કરવામાં આવ્યું. હિંદુ ધર્મની લાગણી દુભાઈ તેના વિરુદ્ધ આજે અમે હિંદુ યુવાનો ભેગા થયા હતા અને તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.

    તેમણે આગળ કહ્યું, “સરપંચ આવ્યા અને માફી માંગી. અમે કહેવા માંગીએ છીએ કે હવે હિંદુઓની લાગણી દુભાવવામાં આવે તો સહન કરવામાં નહીં આવે. આવી હિંદુ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે પણ તંત્રને અપીલ કરીએ છીએ.”

    અગાઉ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં રાનકુવા સર્કલ પર લાગેલા ઝંડા હટાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. BTTS રાનકુવા નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક યુવાનો રાનકુવા સર્કલ પર લાગેલા ભગવા ઝંડા ઉખાડીને ફેંકી દેવા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    જયપુરમાં ભગવા ઝંડા હટાવવા મામલે થયો હતો વિવાદ

    આ જ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના જોધપુરમાં રાજૌરી ગેટ સર્કલ પાસે પરશુરામ જયંતિ નિમિત્તે લગાવવામાં આવેલ ભગવા ઝંડા હટાવીને ત્યાં ઇસ્લામિક ઝંડા લગાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો અને જે કોમી હિંસામાં પરિણમ્યો હતો. જે બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હિંસા થઇ હતી તો મુસ્લિમ ભીડે વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા: ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી; યુનેસ્કોના 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર દાવો રજૂ કરશે

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા , યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જો મળવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ટૂંક સમયમાંજ ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા!

    યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.

    વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે, જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોકપરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહરરૂપી શિલાલેખો ધરાવતું રાજ્ય છે, જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતાં સ્થળો આવેલાં છે એ ગુજરાત માટે ગૌરવ સમાન છે.

    આ ઉપરાંત વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.

    નોધનીય છે કે, ડિસેમ્બર, 2021ના ​​રોજ, યુનેસ્કોએ કોલકાતાની દુર્ગા પૂજા ઉત્સવને ICH દરજ્જો આપ્યો હતો, તે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે. જો ગરબાને આ યાદીમાં સ્થાન મળે તો ગરબા બીજો તહેવાર બની શકે છે.

    આ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય એક ડોઝિયર તૈયાર કરી રહ્યું છે. જે આ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોને સુપરત કરવામાં આવશે. મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે.

    મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે ગુજરાતનાં વડોદરામાં હતા. જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

    ભારતમાંથી 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસો યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ

    કુટિયાટ્ટમ, સંસ્કૃત થિયેટર, કેરળ, વૈદિક જાપની પરંપરા, રામલીલા, રામાયણનું પરંપરાગત પ્રદર્શન, રામમન, ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલયનું ધાર્મિક નાટક, છાઉ નૃત્ય, કાલબેલિયા લોકગીતો અને નૃત્યો -રાજસ્થાન, મડીયેટ્ટુ, ધાર્મિક નૃત્ય નાટક-કેરળ, દુર્ગા પૂજા-કોલકાતા, લદ્દાખની બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનું સંકીર્તન ધાર્મિક ગાયન, ઢોલ વગાડવું અને નૃત્ય, થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકલા, – પંજાબ, નવરોઝ, યોગ, કુંભ મેળો

    હવે જો ગરબાને આ સૂચિમાં સ્થાન મળે તો રાજ્ય અને દેશ માટે ગૌરવવંતી બાબત હશે.