Sunday, June 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં તબદીલ; રામ જાનકી વિરાજમાન હતા તે મંદિરની...

  કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં તબદીલ; રામ જાનકી વિરાજમાન હતા તે મંદિરની એક એક ઈંટો કાઢી પંચર બનાવનાર મુખ્તારે રેસ્ટોરેન્ટ બનાવી

  ઉત્તર પ્રદેશના કાનપુરમાં રામ અને જાનકીના નામે રજીસ્ટર થયેલી જગ્યા પર બિરિયાની બનાવતી હોટલ હોવાનું માલુમ થયું છે અને હવે શત્રુ સંપત્તિ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  - Advertisement -

  કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં તબદીલ થવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી રેકોર્ડમાં રામ-જાનકી મંદિર તરીકે નોંધાયેલી જગ્યા પર બિરયાની રેસ્ટોરન્ટ ધમધોકાર ચાલી રહી છે. શત્રું સંપત્તિની શોધ દરમિયાન આ બાબત સામે આવી છે કે, કાનપુરમાં મંદિર બિરયાની હોટલ માં ફેરવાઈ ગયું છે.

  અહેવાલો અનુસાર, આ સ્થળ કાનપુરના બેકનગંજના ડૉકટર બેરી ચોક ખાતે સ્થિત છે. સરકારી રેકોર્ડ પર બિલ્ડીંગ નંબર 99/14A રામ-જાનકી મંદિર ટ્રસ્ટની છે. અહીં ભગવાન શ્રી રામનું મંદિર હતું. કહેવાય છે કે એંશીના દાયકા સુધી અહીં પૂજા થતી હતી. પરંતુ હવે મંદિરનો અમુક ભાગ જ બચ્યો છે. તે પણ જર્જરિત હાલતમાં છે. મંદિરના અન્ય ભાગોને તોડીને તેનો ઉપયોગ રેસ્ટોરન્ટના રસોડા તરીકે કરવામાં આવી રહ્યો છે.

  રેસ્ટોરન્ટ ચલાવનાર વ્યક્તિનો દાવો છે કે તેણે આ પ્રોપર્ટી આબિદ રહેમાન પાસેથી ખરીદી હતી. રિપોર્ટ અનુસાર, આબિદ રહેમાન 1962માં પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયો હતો, જ્યાં તેનો પરિવાર પહેલાથી જ રહેતો હતો. 1982 માં, તેણે આ મિલકત મુખ્તાર બાબાને વેચી દીધી, જે મંદિર પરિસરમાં સાયકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો.

  - Advertisement -

  મુખ્તારના પુત્ર મહમૂદ ઉમરે દાવો કર્યો છે કે તેની પાસે મિલકતને લગતા તમામ જરૂરી દસ્તાવેજો છે અને તે ટૂંક સમયમાં પ્રશાસનની નોટિસનો જવાબ પણ આપશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટ બનાવવા માટે મંદિર ટ્રસ્ટની સામે હિન્દુઓની જે 18 દુકાનો હતી, તે પણ એક પછી એક તોડી પાડવામાં આવી હતી.

  ETV ભારતે શત્રુ સંપત્તિ અને ACM-7ના ઈન્ચાર્જ દીપક પાલને ટાંકીને જણાવ્યું છે કે તેમને ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ જમીન અંગે ફરિયાદ મળી હતી. SDMની તપાસમાં સામે આવ્યું છે કે ઈશાક બાબા નામનો વ્યક્તિ આ મંદિરનો કેરટેકર હતો. બાદમાં તેમના પુત્ર મુખ્તાર બાબાએ અહીં સાયકલ રિપેરિંગ અને પંચરનું કામ શરૂ કર્યું.

  શત્રુ સંપત્તિના સંરક્ષકની કચેરીના મુખ્ય સુપરવાઇઝર અને સલાહકાર કર્નલ સંજય સાહાએ કહ્યું કે આ મામલે લોકોને નોટિસો મોકલવામાં આવી રહી છે. તેમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કર્નલ સંજય સાહાએ કહ્યું, “અમે તેમને પાંચ ચોક્કસ પ્રશ્નો સાથે નોટિસ મોકલી છે અને અમે તેમના જવાબોની રાહ જોઈ રહ્યા છીએ. જો કે, હજુ સુધી કોઈ જવાબ સામે આવ્યો નથી.”

  મળતી માહિતી મુજબ, ગયા વર્ષે શત્રુ સંપત્તિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ એ સ્પષ્ટ નથી કે જ્યાં એક સમયે મંદિર હતું ત્યાં રામ-જાનકી મંદિર ટ્રસ્ટના નામે નોંધાયેલી જમીન મુસ્લિમ વ્યક્તિ કેવી રીતે વેચી કે ખરીદી શકે?

  શત્રુ સંપત્તિ અધિનિયમ

  પાકિસ્તાન સાથે 1965ના યુદ્ધ પછી દુશ્મન સંપત્તિ કાયદો, 1968 પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ મુજબ, 1947ના વિભાજન અથવા 1965 અને 1971ની લડાઈ પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરીને ત્યાંની નાગરિકતા મેળવનારાઓની તમામ સ્થાવર સંપત્તિને ‘શત્રું સંપત્તિ’ તરીકે જાહેર કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ અધિનિયમ મિલકતના કાનૂની વારસદાર અથવા કાનૂની પ્રતિનિધિને શત્રું સંપત્તિની સંભાળ લેવાનો અધિકાર આપે છે.

  આ કાયદામાં સુધારો એનિમી પ્રોપર્ટી એક્ટ, 2017 દ્વારા અનુસરવામાં આવ્યો હતો. તેણે દુશ્મન મિલકતની વ્યાખ્યા બદલી છે. આ મુજબ, હવે તે લોકો પણ દુશ્મન છે, જે ભારતના નાગરિક હોઈ શકે છે, પરંતુ તેમને વારસામાં એવી સંપત્તિ મળી છે જે પાકિસ્તાની નાગરિકના નામે છે. આ સુધારાથી આવી મિલકતોની માલિકીનો અધિકાર પણ ભારત સરકારને આપી દેવામાં આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં