Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગંગા કિનારે ફરી મૃતદેહો જોવા મળ્યાઃ કોરોનાની બીજી લહેરમાં આ બતાવીને મીડિયા...

  ગંગા કિનારે ફરી મૃતદેહો જોવા મળ્યાઃ કોરોનાની બીજી લહેરમાં આ બતાવીને મીડિયા ગેંગે ભારતને બદનામ કરવાનું રચ્યું હતું ષડયંત્ર

  કોરોનાની બીજી લહેરમાં ગંગામાં વહેતા મૃતદેહો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વામપંથી મિડીયાએ ભ્રમ ફેલાવીને ઘણી વાહવાહી લુંટી હતી પરંતુ આ જ ઘટના કોરોના નથી ત્યારે ફરીથી ઘટી છે.

  - Advertisement -

  સંગમ શહેર કહેવાતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા કિનારે સમાધિ સ્વરૂપે રેતીમાં દટાયેલી મોટી સંખ્યામાં મૃતદેહો ફરી સામે આવ્યા છે. આ દ્રશ્ય કોરોના સમયગાળાની યાદ અપાવે છે, જેમાં કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો અને પ્રોપગેંડાધારીઓ દ્વારા આ સમાધિઓને કોરોનાના કારણે થયેલા મૃત્યુ ગણાવીને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  સામે આવેલ આ મૃતદેહો પ્રયાગરાજના ફાફામૌ ઘાટના છે. અહીં મૃતદેહોને દફનાવ્યા બાદ તેની ઉપર લાલ કે ગરુ રંગનું કપડું ઓઢાવવામાં આવે છે. સામાન્ય રીતે આ કામ એ હિંદુઓ કરે છે જેમની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નથી. જ્યારે અન્ય કેટલાક લોકો પરંપરાના કારણે તેમને અહી સમાધિ આપે છે.

  જે લોકો મૃતદેહોને આ રીતે સમાધિ આપે છે તેઓ ઇચ્છે છે કે તેમના પ્રિયજનો આ નશ્વર દુનિયામાંથી મુક્ત થાય, તેથી તેઓ મૃતદેહોને ગંગાના કિનારે સમાધિ આપે છે. હિંદુ ધર્મમાં મૃતદેહોને બાળવાની પરંપરા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને ગંગાના કિનારે આવેલા વિસ્તારોમાં મૃતદેહોને સમાધિ આપવાની પરંપરા પણ છે.

  - Advertisement -

  લોકોનું માનવું છે કે જ્યારે વરસાદની ઋતુમાં ગંગા નદીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે આ તમામ મૃતદેહો તેમાં વહી જાય છે. આ પછી જ તેમના પ્રિયજનોને મોક્ષ મળે છે. એટલા માટે તેઓ અસ્થાયી રૂપે મૃતદેહોને ગંગાના કિનારે સમાધિ આપે છે. તેઓ માને છે કે રેતીમાં સમાધિ આપવાથી ખર્ચનો બોજ તેમના પર નથી આવતો. કદાચ તેથી જ યુપીના ઘણા જિલ્લાઓમાંથી લોકો ફાફમૌ ઘાટ પર મૃતદેહો લાવે છે.

  નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન વિશ્વભરના દેશોની સાથે ભારતમાં પણ તેની ઘણી અસર થઈ હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય મીડિયાએ જે રીતે આ સમાધિના ફોટાઓ પ્રકાશિત કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો તે સ્પષ્ટ પ્રોપગેંડા હતો. તે વખતે સરકાર અને ઘણી સંસ્થાઓએ સ્પષ્ટતા કરી હતી કે હિન્દુ ધર્મમાં મૃતદેહોને સમાધિ આપવાની પરંપરા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા પોતાનો પ્રોપગેંડા ચલાવી રાખ્યો હતો. આ જ કારણ છે કે કોરોના પછી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.

  નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) અને જિલ્લા પ્રશાસને ગંગાના કિનારે મૃતદેહોને સમાધિ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ છતાં, લોકો ખર્ચથી બચવા અને પરંપરાને કારણે મૃતદેહોને રેતીમાં દાટી રહ્યા છે. પ્રયાગરાજ કોર્પોરેશનના કમિશનર રવિ રંજને ANIને જણાવ્યું કે આને રોકવા માટે ઘાટો પર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી કે ગંગા કિનારે રેતીમાં મૃતદેહોને સમાધિ ન આપવામાં આવે.

  ભારત વિરોધી પ્રોપગેંડા પાર પાડવા સમાચારપત્રએ કથિત કવિતાને પહેલા પાને સ્થાન આપ્યું હતું (ફોટો : પર્સનલ અર્ચિવ)

  અત્રે નોંધવું જરૂરી છે કે કોરોનાની એ બીજી લહેર દરમિયાન જ્યારે લોકો અનેક હાલાકીઓની સામનો કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાવાળાઓએ પોતાના પ્રોપગેંડાની દુકાનો ખુલ્લી મૂકી દીધી હતી. આ જ અવસરનો લાભ પોતાની પ્રસિદ્ધિ માટે ખાટી લેવા ગુજરાતનાં એક કવયિત્રી પારૂલ ખખ્ખરે વિષયની સત્યતા જાણ્યા વગર 14 પંક્તિની એક લાંબીલચક કવિતા બનાવી દીધી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઉપરોક્ત પ્રથાને સમજતા અસંખ્ય ભારતીયો દ્વારા એમની ખૂબ ટીકા કરવામાં આવી હતી પરંતુ ડાબેરી વિચારધારાવાળા લોકોએ તેમને માથે ચડાવી લીધા હતા અને ભારતવિરોધી પ્રોપગેંડા ચલાવવા માટે કુખ્યાત સમાચારપત્ર The Telegraph દ્વારા એ કવિતાના ભાષાંતરને પોતાના મુખપૃષ્ઠ પર સ્થાન પણ અપાયું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં