Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબની AAP સરકારે 5 કિલો રેતી અને 100 રૂપિયા જપ્ત કરી અવૈધ...

    પંજાબની AAP સરકારે 5 કિલો રેતી અને 100 રૂપિયા જપ્ત કરી અવૈધ ખનન કાયદા અંતર્ગત એક ખેડૂતની ધરપકડ કરી

    "ક્રૂર મજાક! માન સાહેબ, ગરીબો પર દયા કરો, ખેડૂતની તેના જ ખેતરમાંથી 5 કિલો ગેરકાયદેસર ખનન રેતી સાથે 100 રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર પંજાબમાં 100 કરોડ રૂપિયાની રેતીનું ગેરકાયદેસર ખનન થાય છે. ભગવંત માન સાહેબને ખબર છે કે તેમના 'રાજ'માં શું ચાલી રહ્યું છે?" કેપ્ટન અમરિન્દર સિંહનો ટોણો

    - Advertisement -

    પંજાબના ફાઝિલ્કા જિલ્લાના જલાલાબાદમાં AAP સરકારની પોલીસ કાર્યવાહી ચર્ચામાં છે. અહીંથી પોલીસે એક ખેડૂત વિરુદ્ધ ગેરકાયદેસર ખનન માટેનો કેસ નોંધ્યો છે. પોલીસે ખેડૂત પાસેથી પાંચ કિલો રેતી, ટોપલી અને સો રૂપિયા રોકડા રિકવર કરવાનો દાવો કર્યો છે. તે જ સમયે, ખેડૂતનું કહેવું છે કે તે પોતાના ખેતરની જમીન સમતળ કરી રહ્યો હતો. જો ગેરકાયદેસર ખનન થતું હોય તો ટીપર અને ટ્રેક્ટરની ટ્રોલી સ્થળ પર જોવા મળ્યું નથી.

    પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂત કૃષ્ણ સિંહ ગામ મોહરસિંહ વાલાનો રહેવાસી છે અને તે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ખનન કરી રેતીનો ખાડો ચલાવી રહ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડતાં રેતી ઉપાડવાની ટોપલી, દોરડું અને પાંચ કિલો રેતી મળી આવી હતી. ક્રિષ્ના સિંહની તલાશી લેતા રૂ.100 રોકડા પણ મળી આવ્યા હતા. પોલીસે સદર જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના સિંહ વિરુદ્ધ ગેરકાયદેસર ખાણકામનો ગુનો નોંધ્યો છે.

    સામા પક્ષે, ખેડૂત કૃષ્ણ સિંહે કહ્યું કે “મારી જગ્યા ઉંચી છે અને પાડોશીની નીચે છે. તેના કારણે, મેં ત્યાંથી લેવલિંગ માટે માટી રેતી ઉપાડી. ત્યાં કોઈ ગેરકાયદેસર ખાણકામ કરતું ન હતું. હું મારા ખેતરમાં ઊભો હતો. મેં પોલીસને પણ કહ્યું તો પણ તેઓ મને પકડીને લઈ ગયા. ટોપલી અને રેતીમાંથી પણ મને કંઈ મળ્યું નથી. પોતાના ટાર્ગેટ પૂરો કરવા પોલીસે મારી સામે કાર્યવાહી કરી હતી. મને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.”

    - Advertisement -

    ખેડૂત પર કાર્યવાહી કરનાર ASI સતનામ દાસનું કહેવું છે કે “જ્યાં પોલીસે દરોડો પાડ્યો ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું. અલબત્ત, અમને ટ્રેક્ટરની ટ્રોલી સ્થળ પર મળી નથી પરંતુ અમે કેસી અને ટોપલી જપ્ત કરી લીધી છે. જે પાંચ કિલો રેતીની ચર્ચા ચાલી રહી છે તે અમે નમૂના તરીકે લીધી છે.”

    આ ઘટના બાદ પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજાએ ટ્વિટ કરીને પંજાબના સીએમ ભગવંત માન પર નિશાન ટાંકયું હતું. રાજાએ કહ્યું હતું કે, “ક્રૂર મજાક! માન સાહેબ, ગરીબો પર દયા કરો, ખેડૂતની તેના જ ખેતરમાંથી 5 કિલો ગેરકાયદેસર ખનન રેતી સાથે 100 રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર પંજાબમાં 100 કરોડ રૂપિયાની રેતીનું ગેરકાયદેસર ખનન થાય છે. ભગવંત માન સાહેબને ખબર છે કે તેમના ‘રાજ’માં શું ચાલી રહ્યું છે?”

    પંજાબમાં હાલ રાજ્યના ખેડૂતો રાજ્યની આપ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પરથી સવારના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન પર બેઠા છે. ગઈકાલે, 17 મેના રોજ રાજ્ય પોલીસે તેઓને ચંદીગઢમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ખેડૂતો સાથે આવો વ્યવહાર કરનાર આપ સરકારમાં રહેલ નેતાઓ ભૂતકાલમાં જ્યારે દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ખેડૂતોના મોટા હિતેચ્છી બનીને ફરતા હતા. અને પંજાબમાં એમની સરકાર બનવા પાછળ સૌથી મોટું બળ આ ખેડૂતો જ હતા. પરંતુ હવે આ ખેડૂતોને પોતે છેતરાયા હોય એવું લાગી રહ્યું છે.

    નોંધનીય છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી યોજવવા જઈ રહી છે એટ્લે આમ આદમી પાર્ટીના નેતાઓ અહિયાં પણ ખેડૂત હિતેચ્છી બનીને ફરી રહ્યા છે. પરંતુ પંજાબ અને દિલ્હીના ખેડૂતોનો હાલ જોતાં ગુજરાતનાં ખેડૂતો પણ વિચારી રહ્યા જ હશે કે AAP પર વિશ્વાસ કરવો કે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં