Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પટેલની ટિપ્પણીઓથી અસ્વસ્થ દેખાયા રાજદીપ સરદેસાઈ, પૂછ્યું રાજીનામું કોણે...

  ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પટેલની ટિપ્પણીઓથી અસ્વસ્થ દેખાયા રાજદીપ સરદેસાઈ, પૂછ્યું રાજીનામું કોણે લખી આપ્યું

  ઇન્ડિયા ટુડેના એડિટર રાજદીપ સરદેસાઈને કોંગ્રેસ પાર્ટી વિષે હાર્દિક પટેલના જવાબો કદાચ પસંદ ન આવતા તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા.

  - Advertisement -

  કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વિવિધ ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. હાર્દિક પટેલે અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટૂડેને પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જોકે, હાર્દિક અને ઇન્ડિયા ટૂડેના રાજદીપ સરદેસાઈ વચ્ચેની આ વાતચીત ‘એક્ઝિટ ઇન્ટરવ્યૂ’ જેવી લાગતી હતી. જેમાં હાર્દિકે લખેલા પત્રને લઈને રાજદીપ અસ્વસ્થ જણાયા હતા તો તેમણે પત્રને લઈને શંકા પણ વ્યક્ત કરી હતી.

  રાજદીપ સરદેસાઈ હાર્દિક પટેલ સાથેના ઇન્ટરવ્યૂમાં પૂછે છે કે, “કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજીનામાં પત્ર પર સહી તમારી છે પરંતુ શબ્દો તમારા લાગતા નથી. આ શબ્દો કોણે લખ્યા છે? કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજીનામાં પત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો ભાજપના સભ્યો દ્વારા લખવામાં આવેલા શબ્દો સાથે સામ્યતા ધરાવે છે.”

  જેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસના નેતાઓને ભાજપ સામે કેમ લડવું તેની ચિંતા નથી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે નાસ્તો કરવા ક્યાં જવું જોઈએ અથવા રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા ક્યાંથી કરવી તેવી તુચ્છ બાબતોમાં જ રચ્યાપચ્યા રહે છે.”

  - Advertisement -

  હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાયા બાદ કોંગ્રેસે તેમને પદાધિકારી બનાવ્યા હતા તે મામલે ટિપ્પણી કરતા હાર્દિકે રાજદીપ સરદેસાઈને કહ્યું હતું કે, “ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈમાનદારીથી ભાજપને પડકાર આપવાનું કામ કરી રહ્યા નથી. મને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો, પરંતુ મને કોઈ કામ જ આપવામાં ન આવ્યું તો પછી પદનું મહત્વ શું છે?”

  ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિશેની હાર્દિકની આ ટિપ્પણીથી નારાજ થયેલા રાજદીપ સરદેસાઈએ હાર્દિકને યાદ કરાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ગુજરાત યાત્રા મુદ્દે ઉત્સાહિત દેખાતા હતા અને હવે તેના થોડા દિવસો બાદ તેમણે રાજીનામું આપી દીધું. 

  જવાબમાં હાર્દિક પટેલ કહે છે, “મેં એક અઠવાડિયા પહેલાં તમારી સાથે વાત કરી હતી અને ત્યારે કહ્યું હતું કે હું આ સમસ્યાના સમાધાન માટે આશાવાદી છું. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં આ મુદ્દે કોઈ ચર્ચા ન થઇ. ગુજરાતમાં ગુજરાતીઓના સન્માનની વાત કરવી પડશે, તેની જગ્યાએ તમે ગુજરાતીઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશો તો તે નહીં ચાલે.”

  હાર્દિક પટેલે આગળ કહ્યું, “ગુજરાત એક વ્યાપારિક રાજ્ય છે. અંબાણી અને અદાણી પર સતત હુમલા કરવાથી તમને ફાયદો થશે નહીં. ગુજરાતી મૂળના વેપારી લોકો પર પાર્ટીના સતત હુમલા વિશે મેં કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાત કરી હતી. શું 2014 પછી અંબાણી અને અદાણીનો ઉદય થયો? તેઓ 2014 પહેલા પણ ગુજરાતમાં હતા. તેમના પર હુમલો કરવો એ કોંગ્રેસનું ખોટું પગલું છે.”

  રાજદીપે હાર્દિક પટેલના પાર્ટી સાથે મોહભંગનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “તમને કદાચ વડાપ્રધાન પસંદ નહીં હોય. પરંતુ તેઓ ગુજરાતી હોવાના કારણે તમે દરેક ગુજરાતીને બદનામ કરશો?

  હાર્દિક પટેલે બુધવારે (18 મે 2022) સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સોનિયા ગાંધીને એકે પત્ર લખ્યો હતો, જે ટ્વિટર પર પણ શેર કર્યો હતો. 

  રાજીનામું આપતાં હાર્દિકે કહ્યું હતું કે, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ અને ગુજરાતની જનતા મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે આ પગલા બાદ ભવિષ્યમાં હું ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક કાર્ય કરી શકીશ.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં