
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા મંડપ પર મુસ્લિમ ટોળાના ઘાતકી હુમલા બાદ હવે સ્થાનિક પરિસ્થિતિ વિશે વધુ જાણકારી સામે આવી રહી છે. ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં એક સ્થાનિક હિંદુ વ્યક્તિએ જણાવ્યું કે હજારો મુસ્લિમોનું ટોળું હથિયારો લઈને ધસી આવ્યું હતું અને તેમની દુકાનોમાં તોડફોડ કરીને લાખોનું નુકસાન કરવામાં આવ્યું.
‘ન્યુઝ કેપિટલ ગુજરાત’ના એક રિપોર્ટમાં રિપોર્ટરે એક દુકાનની બહાર બેઠેલા તેના માલિક સાથે વાત કરી હતી. જેમાં તેઓ જણાવે છે કે રાત્રે પાંચ હજાર લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને દુકાનને ટાર્ગેટ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હિંદુઓનાં માત્ર 80 ઘર છે અને મુસ્લિમોની વસ્તી વધુ છે. તેમણે કહ્યું કે, ટોળા પાસે હથિયારો અને પથ્થરો હતા અને તેમણે દુકાનમાં લૂંટફાટ મચાવી હતી. ટોળામાં યુવાનો ઉપરાંત સગીરો પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
બહિયલમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણનો મામલો.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) September 25, 2025
પોલીસે બેકાબુ ટોળાને કાબૂમાં લેવામાં ટીયરગેસના સેલ છોડ્યા હતા.
30થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત.#IloveMuhammad | #IloveMahadev | #Bahiyal | #Dahegam
Report : @JournoJayesh
Anchor : @DrJuhiPatel pic.twitter.com/Ue22ymCZW2
માલિકે જણાવ્યું કે ટોળાની તોડફોડના કારણે તેમની દુકાનમાં 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તેઓ દુકાનથી એક કિલોમીટર દૂર રહે છે. રાત્રે તેમણે અગાસી પરથી દુકાન સળગતી જોઈ હતી, પણ પાંચેક હજાર માણસોનું ટોળું ઉત્પાત મચાવતું હતું એટલે કોઈ આવ્યું ન હતું. સવારે આવીને જોતાં દુકાનની હાલત જોવા મળી.
વિડીયોમાં તેઓ જણાવે છે કે દુકાનોમાં તોડફોડ બાદ ઈસ્લામી કટ્ટરપંથી ટોળાએ ગરબાને પણ ટાર્ગેટ કર્યા અને ત્યાં પણ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં મહાદેવજીના મંદિરમાં પણ ધમાલ મચાવીને દાનપેટી ચોરી લઈ ગયા હતા. અંબે માતાના મંદિરમાં પણ નુકસાન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
ત્યારબાદ રિપોર્ટર દુકાન માલિકને પૂછે છે કે જે દુકાનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે કોની છે? જેના જવાબમાં તેઓ કહે છે કે તમામ હિંદુઓની દુકાનો છે. તેઓ એમ પણ જણાવે છે કે બાજુમાં જ મુસ્લિમોની દુકાનો પણ છે, પણ તેને કશું કરવામાં આવ્યું ન હતું. માત્ર હિંદુઓની દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી હતી.

