‘હું બધા ધર્મોનું સન્માન કરું છું’: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે સોશિયલ મીડિયા પર ટીકા બાદ CJI ગવઈ 

ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણીઓનો બહુ વિરોધ થયા બાદ મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈની એક ટિપ્પણી સામે આવી છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે. જોકે બીજી કોઈ વાત કહી ન હતી. 

એક સુનાવણી દરમિયાન CJI ગવઈએ કહ્યું, “મને કોઈકે કહ્યું કે મેં જે ટિપ્પણીઓ કરી હતી, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.” 

ત્યારબાદ તેમણે આગળ કહ્યું, “હું તમામ ધર્મોનું સન્માન કરું છું.”

જોકે તેમણે અન્ય કોઈ વાત ન કહી, ન ટિપ્પણીઓ પરત લીધી કે માફી માંગવાની કોઈ વાત કહી ન હતી. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી પહોંચી હતી, જેમાં ખજુરાહો મંદિર સ્થિત ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જે અરજી પર CJI ગવઈએ ટિપ્પણી કરી હતી કે જઈને તમારા ભગવાનને જ કહો કે કશુંક કરે. ત્યારબાદ આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર બહુ ટીકા થઈ હતી.