હોમપેજરાજકારણસેના પર વાંધાજનક ટિપ્પણી મામલે લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધીનું આત્મસમર્પણ: અદાલતે તુરંત...

સેના પર વાંધાજનક ટિપ્પણી મામલે લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધીનું આત્મસમર્પણ: અદાલતે તુરંત આપ્યા જામીન, ભારત જોડો યાત્રામાં આપ્યું હતું વિવાદિત નિવેદન

અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીની સમન્સના આદેશ સામેની અરજી ફગાવી દીધા બાદ તેઓ ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થયા હતા. આ ફરિયાદ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદયશંકર શ્રીવાસ્તવ, જેમનો હોદ્દો આર્મી કર્નલની સમકક્ષ હતો, તેમના વતી વકીલ વિવેક તિવારીએ દાખલ કરી હતી. 

- Advertisement -

ઉત્તર પ્રદેશના લખનૌની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિશેના તેમના નિવેદનને લઈને દાખલ થયેલા માનહાનિના કેસમાં જામીન મંજૂર કર્યા છે. રાહુલ ગાંધીએ આ કેસને લઈને લખનૌની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું, જે બાદ જામીન આપવામાં આવ્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અલોક વર્માએ ગાંધીને ₹20,000ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમના બે જામીન આપવાની શરતે જામીન આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી 13 ઑગસ્ટના રોજ થશે.

અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીની સમન્સના આદેશ સામેની અરજી ફગાવી દીધા બાદ તેઓ ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થયા હતા. આ ફરિયાદ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ ડિરેક્ટર ઉદયશંકર શ્રીવાસ્તવ, જેમનો હોદ્દો આર્મી કર્નલની સમકક્ષ હતો, તેમના વતી વકીલ વિવેક તિવારીએ દાખલ કરી હતી. 

તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, 16 ડિસેમ્બર, 2022ના રોજ ગાંધીએ આપેલું નિવેદન, જેમાં તેમણે ભારત-ચીન સેના વચ્ચેના સંઘર્ષ અંગે ટિપ્પણી કરી હતી, તે ભારતીય સશસ્ત્રદળો માટે અપમાનજનક અને માનહાનિકારક હતું. ગાંધીએ કહ્યું હતું કે, ‘ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના જવાનોને માર મારી રહ્યા છે.” આ ઉપરાંત, રાહુલ ગાંધી વિરુદ્ધ દેશભરની વિવિધ અદાલતોમાં રાજકીય હરીફો અને અન્ય લોકો દ્વારા અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. 

- Advertisement -

આ વર્ષે જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે ગાંધી વિરુદ્ધ દાખલ થયેલા એક અન્ય માનહાનિના કેસમાં કાર્યવાહી પર રોક લગાવી હતી, જેમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યાના આરોપી તરીકે ઓળખાવ્યા હોવાનો આરોપ હતો. આ ફરિયાદ ભાજપના નેતા નવીન ઝાએ દાખલ કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ 18 માર્ચ, 2018ના રોજ આપેલા ભાષણમાં ભાજપની ટીકા કરતાં શાહ પર હત્યાનો આરોપ લગાવ્યો હોવાનું જણાવાયું હતું.

તે સિવાય તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને હિંદુત્વના વિચારક વિનાયક સાવરકર વિશેના તેમના અપમાનજનક નિવેદનને લઈને પણ ફટકાર લગાવી હતી, જેમાં તેમણે સાવરકરને બ્રિટિશના સહયોગી અને બ્રિટિશ પાસેથી પેન્શન મેળવનાર તરીકે ઓળખાવ્યા હતા. હવે આ મામલે આગળની સુનાવણી 13 ઑગસ્ટના રોજ થવા જઈ રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં