હોમપેજરાજકારણપીએમ મોદીની જે વિદેશ યાત્રાઓથી ભારતને અનેક લાભ, તેની ઉપર પંજાબ સીએમ...

પીએમ મોદીની જે વિદેશ યાત્રાઓથી ભારતને અનેક લાભ, તેની ઉપર પંજાબ સીએમ ભગવંત માને કર્યો કટાક્ષ: વિદેશ મંત્રાલયે લગાવી ફટકાર

વડાપ્રધાન મોદી તાજેતરમાં જ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની યાત્રાએ હતા. આઠ દિવસમાં તેમણે કુલ પાંચ દેશોની યાત્રા કરી, જેમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનો સમાવેશ થાય છે.

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને (Bhagwant Mann) ગુરુવારે (10 જુલાઈ) એક પ્રેસ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) તાજેતરની વિદેશ યાત્રાઓની મજાક ઉડાવતી ટિપ્પણીઓ કરી અને કહ્યું કે તેઓ નાના-નાના દેશોની યાત્રા કરતા રહે છે અને આ યાત્રાઓનું કોઈ મહત્ત્વ નથી. 

ચંદીગઢમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં પંજાબ સીએમએ કહ્યું, “વડાપ્રધાન ક્યાંક ગયા છે. લગભગ ઘાના. તેઓ પરત આવી રહ્યા છે અને તેમનું સ્વાગત છે. ભગવાન જાણે તેઓ કયા દેશો ફરતા રહે છે, મેગ્નેશિયા, ગલવેશિયા, તરવેશિયા. તેઓ 140 કરોડ લોકોના દેશમાં નથી રહેતા અને જ્યાં 10 હજાર જેટલી વસ્તી છે એ દેશોમાં ફરતા રહે છે અને ત્યાંથી ‘સર્વોચ્ચ સન્માન’ મેળવી રહ્યા છે. અહીં જો 10,000 લોકો જેસીબી જોવા માટે ઊભા રહે તો તેઓ ત્યાં પણ જશે.”

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તાજેતરમાં જ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની યાત્રાએ હતા. આઠ દિવસમાં તેમણે કુલ પાંચ દેશોની યાત્રા કરી, જેમાં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનો સમાવેશ થાય છે. જેમાંથી ચાર દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન પુરસ્કાર એનાયત કર્યા. તેમણે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ ભાગ લીધો હતો. 

- Advertisement -

પીએમની યાત્રાઓથી ભારતને અનેક લાભ, વિપક્ષની બળતરાનો કોઈ ઈલાજ નહીં 

પીએમ મોદીની આ પાંચ દેશોની યાત્રા અંગત મુલાકાતો ન હતી, પણ તે દરમિયાન આ તમામ દેશોના વડાઓ સાથે તેમણે બેઠકો યોજી, દ્વિપક્ષીય વાતચીતો થઈ, અનેક અગત્યના કરાર થયા. સ્વાસ્થ્ય, સુરક્ષા, ઊર્જા વગેરે જેવાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં અનેક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેનાથી ભારતને આર્થિક લાભ મળશે. એટલું જ નહીં, આ યાત્રાઓથી ગ્લોબલ સાઉથમાં ભારતનું સ્થાન પણ મજબૂત બનશે.

વડાપ્રધાનની આ યાત્રાઓથી ભારતને શું-શું લાભ મળ્યા તેની ઉપર ઑપઇન્ડિયાએ વિવિધ લેખો પ્રકાશિત કર્યા છે, જે અહીંથી અને અહીંથી વાંચી શકાશે. 

જોકે તેમ છતાં ભારતનો વિપક્ષ કાયમ આ યાત્રાઓ પર પ્રશ્નો ઉઠાવતો રહે છે અને તેને પીએમના અંગત પ્રવાસ તરીકે રજૂ કરતો રહે છે. આ જ ક્રમમાં ભગવંત માને પણ જાણ્યા-સમજ્યા વગર રાજકીય દ્વેષથી ટિપ્પણીઓ કરી દીધી હતી. 

વિદેશ મંત્રાલયે માનને લગાવી ફટકાર 

પછીથી વિદેશ મંત્રાલયે આ ટિપ્પણીઓનો જવાબ આપ્યો હતો, પણ ભગવંત માનનું નામ લીધું ન હતું. 

એક નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, “એક હાઇ સ્ટેટ ઓથૉરિટી દ્વારા ગ્લોબલ સાઉથના દેશો સાથે ભારતના સંબંધો વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ અમારા ધ્યાને આવી છે. આ ટિપ્પણીઓ જવાબદારી વિનાની અને દુર્ભાગ્યપૂર્ણ છે, એટલું જ નહીં આ કક્ષાની વ્યક્તિને છાજે તેવી પણ નથી. ભારત સરકાર આવી અન્ય દેશો સાથે ભારતના સંબંધો પર માઠી અસર કરતી અયોગ્ય ટિપ્પણીઓથી અંતર બનાવે છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં